________________
૧૫
વિલંબ થાય. દિશાને ભૂલી જવારૂપ દિશામોહ થાય તો અતિશય અધિક વિલંબ થાય. તેવી રીતે પ્રસ્તુતમાં મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા કોઈક જીવને અવશ્ય બોગવવા પડે તેવા કર્મના વિપાકથી કંટક, જ્વર અને દિશામોહ તુલ્ય વિઘ્ન આવે. વિબ દૂર થતાં મુસાફર આગળ વધે છે તેમ પ્રસ્તુત જીવ પણ વિઘ્ન દૂર થતાં મોક્ષ તરફ આગળ વધે છે. (૨૬૦ થી ૨૬૨)
મેઘકુમાર, દહનશૂર અને અદ્યત્તના દૃષ્ટાંતના અનુસારે ધર્મવિનને ભયંકર પરિણામવાળું જાણીને બુદ્ધિમાન પુરુષે પરિશુદ્ધ (=જિનાજ્ઞા મુજબ) ધર્મબીજને વાવવામાં અપ્રમત્ત બનીને પ્રયત્ન કરવો જોઈએ. (૩૨૨) (ધર્મબીજ અપરિશુદ્ધ હોય તો વિપ્ન આવે, પરિશુદ્ધ હોય તો વિઘ્ન ન આવે. જિનાજ્ઞા મુજબ ધર્મબીજ વાવવામાં આવે તો ધર્મબીજા પરિશુદ્ધ બને.)
પરિશુદ્ધ જિનાજ્ઞાનો પ્રભાવ પરિશુદ્ધ આજ્ઞાના યોગથી (=સર્વ અતિચારોનો ત્યાગ કરીને ધર્મ આરાધનાથી) આત્મામાં જ રમણ કરનારા જીવોનું અતિરૌદ્ર પણ કર્મ તેવા સ્વભાવથી જ પ્રાયઃ ફળતું નથી.
આમ્રવૃક્ષોમાં અંતરરહિત કુસુમસમૂહ ઊગ્યો હોય અને એથી એ વૃક્ષોની શાખાઓ શોભી રહી હોય, આમ છતાં એ પુષ્પો ઉપર વધારે પ્રમાણમાં વિજળી પડે તો તે વૃક્ષો ઉપર કેરીઓ પાકતી નથી. કારણ કે વિજળીનો ફળનાશ કરવાનો સ્વભાવ છે. તે જ પ્રમાણે પરિશુદ્ધ આજ્ઞાનો અભ્યાસ કરવાથી જેમનું મન મોક્ષમાર્ગમાં સારી રીતે સ્થિર થયેલું છે અને જેઓ અત્યંત અસાર ભવના ભ્રમણથી થાકી ગયેલા છે તેવા જીવોનું ભયંકર પરિણામવાળું અને મિથ્યાત્વ આદિથી ઉપાર્જન કરેલું અશુભ કર્મ પોતાનું ફળ આપવા સમર્થ ન થાય. કારણ કે પરિશુદ્ધ આજ્ઞાની આરાધનાનો ભયંકર પણ અશુભ કર્મોના ફળનો નાશ કરવાનો સ્વભાવ છે. (૩૨૩)
રોગોત્પત્તિને જણાવનારાં ચિન્હોથી રોગ આવશે એમ જાણીને રોગ થયા પહેલાં જ યત્ન કરનારાઓને રોગરૂપ ફળનો અભાવ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તથા તુલ્યનિમિત્તવાળા પણ જીવોને રોગનાં કારણોનો ત્યાગ કરવાથી અને રોગનાં કારણોનો ત્યાગ ન કરવાથી વિશેષતા પ્રત્યક્ષથી સિદ્ધ છે, અર્થાત્ રોગોત્પત્તિનાં કારણો જાણવા છતાં જે જીવો રોગ થતાં પહેલાં જ રોગનાં કારણોનો ત્યાગ કરતા નથી, તે જીવોને રોગ થાય છે. રોગનાં કારણોનો ત્યાગ કરનારાઓને રોગ થતો નથી. (૩૨૪) બે મનુષ્યોને સમાન ભોજન કર્યા પછી બંનેને અજીર્ણ થતાં એક માણસ અજીર્ણનાં કારણોનો ત્યાગ (અજીર્ણ ન મટે ત્યાં સુધી