________________
જે પદાર્થ હમણાં દ્રવ્યરૂપ હોય અને ભવિષ્યમાં પણ તેનામાં ભાવરૂપ બનવાની લાયકાત ન હોય તે અપ્રધાન દ્રવ્ય કહેવાય. જેમકે અંગારમક નામના આચાર્ય આચાર્યના ગુણોથી રહિત હોવાના કારણે તે દ્રવ્ય આચાર્ય હતા. તેમનામાં ભવિષ્યમાં પણ ભાવ આચાર્ય બનવાની લાયકાત ન હતી. આથી શાસ્ત્રમાં અંગારમક આચાર્યને અપ્રધાન દ્રવ્ય આચાર્ય કહ્યા છે.
ગ્રંથિદેશે આવેલા અને દ્રવ્યથી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર એવા અભવ્ય અને સકૃબંધક વગેરે જીવોને આશ્રયીને દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થ છે. કેમકે તે જીવોમાં ભાવાણાને પામવાની યોગ્યતા નથી. અપુનબંધક વગેરે જીવોને આશ્રયીને દ્રવ્યશબ્દનો પ્રધાન(=યોગ્યતા) અર્થ છે. કારણ કે તેમનામાં ભાવાણાનું કારણ વિદ્યમાન છે, અર્થાત્ તેમનામાં ભાવાજ્ઞાને પામવાની યોગ્યતા છે. (૨૫૩-૨૫૬)
તદર્થાલોચન, ગુણરાગ, વિસ્મય અને ભવભય આ ચાર પ્રધાન દ્રવ્યાજ્ઞાનાં લક્ષણો છે. આ ચારનો અભાવ અપ્રધાન દ્રવ્યાજ્ઞાનાં લક્ષણો છે. તદર્થાલોચન- તદર્થાલોચન એટલે આજ્ઞાના અર્થની વિચારણા કરવી. ગુણરાગ- આજ્ઞાના પ્રરૂપક અને અધ્યાપક આદિ પુરુષોના ગુણો ઉપર પક્ષપાત રાખવો તે ગુણરાગ. વિસ્મય- અહો ! અનાદિ સંસારમાં પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થઈ હોય તેવી જિનાજ્ઞા કોઈપણ રીતે મને પ્રાપ્ત થઈ છે એવો વિસ્મય. ભવભય- ભવભય એટલે સંસારભય, અથવા સામાન્યથી આજ્ઞાની વિરાધનાનો ભય. (૨૫૭)
અંગારમર્દક આચાર્યને અપ્રધાન દ્રવ્ય આજ્ઞા હતી, અને ગોવિંદવાચકને પ્રધાન દ્રવ્ય આજ્ઞા હતી. (૨૫૮) સમ્યગ્દષ્ટિને નિયમા ભાવાજ્ઞા હોય છે. આ ભાવાજ્ઞા પ્રશમ વગેરે કારણોના સદ્ભાવથી નિયમા મોક્ષને સાધનારી છે. (૨૫૯)
સાધનામાં વિઘ્ન આવી શકે છે ભાવાજ્ઞા હોય ત્યારે જીવ અતિનિપુણ બુદ્ધિથી હિત-અહિતને વિચારે છે. પ્રાયઃ ધર્મશ્રવણ વગેરે ધર્મકર્તવ્યમાં સમ્યક્ પ્રવર્તે છે, અને પ્રાયઃ ધર્મકાર્યને સિદ્ધ કરે છે.
પ્રશ્ન- પ્રાયઃ ધર્મકાર્યમાં સમ્યક્ પ્રવર્તે છે એમ પ્રાયઃ કેમ કહ્યું?
ઉત્તર- ભાવાત્તા પ્રાપ્ત થયે છતે સારા માર્ગમાં પ્રવૃત્ત થયેલા જીવને વિઘ્ન પણ આવે. આ વિઘ્ન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના છે. તે ત્રણ વિનો અનુક્રમે કંટક, વર અને દિશામોહ સમાન છે. જેમ એક ગામથી બીજે ગામ જતા મુસાફરને કાંટો વાગે એથી આગળ વધવામાં થોડો વિલંબ થાય. તાવ આવે તો અધિક