________________
ઉપદેશપદ : ભાગ-૧
પછી તેણે રાજાને જણાવ્યુંઃ હે દેવ ! મને નિધિની પ્રાપ્તિ થઇ છે તેથી મેં સ્ત્રીની પરીક્ષા કરવા માટે આ અસંભાવ્ય હકીકત તેને કહી. જો મારી સ્ત્રી આ ગુપ્તવાતને ધારી રાખશે તો તેને નિધિના પ્રાપ્તિની વાત કહીશ એમ માનીને મેં તેને અસંભાવ્ય વાત કરી છે. આ પ્રમાણે સાચી હકીકત કહેવાથી રાજાએ મળેલો નિધિ તેની પાસે રહેવા દીધો. (૮૫)
उच्चार वुड्डतरुणी, तदण्णलग्गत्ति नायमाहारे । पत्तेयपुच्छ सक्कुलि, सण्णावोसिरण णाणं तु ॥ ८६ ॥
૧૩૩
'उच्चार' इति द्वारपरामर्श: । 'वुड्ढतरुणी' इति कस्यचिद् वृद्धब्राह्मणस्य तरुणी जाया समजनि । अन्यदा चासौ तथाविधप्रयोजनवशात्तया सह ग्रामं गन्तुं प्रवृत्तः । सा चाभिनवतारुण्योन्मत्तमानसा तस्मिन्ननुरागं स्वप्नेऽप्यकुर्वाणा 'तदन्नलग्गत्ति' तस्मान्निजभर्त्तुरन्यस्मिंस्तरुणे धूर्त्ते लग्नाऽनुरागं गता स्वं भर्त्तारं परिमुच्य तेन सह प्रस्थिता इत्यर्थः । इति वाक्यपरिसमाप्तौ । 'नाय' त्ति ततो न्यायो व्यवहार : क्वापि ग्रामे तयोर्ब्राह्मणधूर्त्तयोरभूत् । ' आहारे पत्तेय पुच्छ' त्ति ततः कारणिकैः प्रत्येकं त्रीण्यपि तान्यतीतदिवसाहाराभ्यवहारं पृष्टानि ।' सक्कुलि' त्ति ततो ब्राह्मणेन तद्भार्यया च सत्कुलिकालक्षण एक एवाहारः कथितः, 'तदनु सन्नावोसिरण णाणं तु' इति विरेचकप्रदाने कृते तेषां द्वितयस्यैकाकारसंज्ञाव्युत्सर्गोपलम्भाज्ज्ञानं पुनरजायत कारणिकानां यदुतास्यैव બ્રાહ્મળસ્કેયં માર્યાં, નાસ્ય ધૂર્તયેતિ ૮૬ ॥
ગાથાર્થ− ઉચ્ચાર, વૃદ્ધ અને તેની તરુણ સ્ત્રી, બીજાને વિષે આસક્ત, ન્યાયાલય, આહાર, પ્રત્યેક પૃચ્છા, તલપાપડીનો આહાર, જુલાબ અને જ્ઞાન થયું. (૮૬)
ઉચ્ચા૨ એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. કોઇ એક વૃદ્ધ બ્રાહ્મણને તરુણ પતી મળી. કોઈક વખત આ વૃદ્ધ તેવા પ્રકારના પ્રયોજન વશથી તેની (સ્ત્રીની) સાથે ગામ જવા પ્રવૃત્ત થયો. અભિનવ યૌવનની ઉન્મત્તતાથી તે સ્ત્રી વૃદ્ધ વિશે સ્વપ્નમાં પણ અનુરાગ કરતી નથી. પછી તે પોતાના પતિને છોડીને અન્ય તરુણ ધૂર્તમાં આસક્ત થઇ અને પોતાના પતિને છોડી તેની સાથે ગઇ. ઇતિ શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે. પછી કોઇ એક ગામમાં તે બ્રાહ્મણ અને ધૂર્તનો વ્યવહાર થયો. ન્યાયધીશોએ આગલા દિવસે કરેલા ભોજન સંબંધી દરેકને પૂછપરછ કરી. બ્રાહ્મણ અને તેની સ્ત્રીએ કહ્યું કે અમે ગઇ કાલે તલપાપડીનું ભોજન કર્યું છે. ત્યાર પછી તેઓને જુલાબ આપવામાં આવ્યો. તે બેને એક સરખી વિષ્ટા થવાથી ન્યાયધીશોએ નક્કી કર્યું કે આ બ્રાહ્મણની સ્ત્રી છે પણ ધૂર્તની નહીં. (૮૬)