________________
૧૩૨
ઉપદેશપદ : ભાગ-૧ परीक्षा तेन निधिरक्षणार्थं कृता, किमियं रहस्यं धारयितुं शक्नोति न वेति बुद्ध्या । इदमत्रैदंपर्यम्-तेन निजजायैवं प्रतिपादिता, यथा-मम पुरीषोत्सर्गं कुर्वाणस्य श्वेतवायसोऽपानरन्धं प्रविष्ट इति । तया तु स्त्रीत्वचापल्योपेतया निजसख्याः ख्यापितोऽयं वृत्तान्तः । तयाप्यन्यस्याः । एवं यावत् परम्परया राज्ञापि ज्ञातैषा वार्ता । 'ततः फुट्टे रायणुन्नाओ'इतिस्फुटिते प्रकटं गतेऽस्मिन् व्यतिकरे पार्थिवेनसमाहूय पृष्टोऽसौ, यथावणिक् ! किमिदं सत्यम्, यतः श्रूयते, त्वदधिष्ठानं पाण्डुराङ्गो ध्वाक्षः प्राविक्षदिति ? ततो निवेदितं तेन, यथा- देव, मया निधिः प्राप्तस्ततो महिलापरीक्षणार्थमिदमसंभाव्यं मया तस्याः पुरतः प्रतिपादितं, मदीयमिदं रहस्यं धारयिष्यति तदा निधिलाभमस्या निवेदयिष्यामि इति मत्वानेनेति । एवं च सद्भावे निवेदिते राज्ञा तस्य निधिः पुनरनुज्ञात રૂતિ ૮૫
ગાથાર્થ– આ પ્રમાણે કાગડાની સંખ્યાના પ્રમાણની પૃચ્છા, બેનાતટ નગર, સાઈઠ હજાર, ઓછા કે વધુ હોય તો પ્રવાસે ગયા છે અને પરોણા આવેલ છે એમ જાણવું. બીજા આચાર્યો કહે છે– ઘરવાળીની પરીક્ષા, નિધિનું પ્રગટ, રાજાની અનુજ્ઞા. (૮૫)
હા' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. પૂર્વના ઉદાહરણની જેમ અહીં પણ સંખ્યાનું પ્રમાણ ઉદાહરણ છે. રક્તપટ (બૌદ્ધ) સાધુએ ક્ષુલ્લકને પુછ્યું: હે ક્ષુલ્લક ! બેનાતટ નગરમાં કેટલા કાગડા રહે છે? શુલ્લકે ઃ હે ભિક્ષુ! આ નગરમાં સાઈઠ હજાર કાગડાઓ વસે છે. ભિક્ષુ– જો ઓછા કે વધારે થશે તો શું કરીશ? શુલ્લક– જો આનાથી ન્યૂન થશે તો સમજી લેવું કે તેટલા કાગડા પરદેશ ગયા છે. ઊન શબ્દ ઉપલક્ષણ છે તેનાથી અધિક પણ સમજી લેવું. એટલે કે વધારે થશે તો સમજવું કે તેટલા કાગડા બહારથી મહેમાન આવેલા છે. કહેવાનો ભાવ એ છે કે જો ગણતરી ઓછી થાય તો તેટલા બહાર ગયા છે અને વધારે થાય તો તેટલા કાગડા બહારથી મહેમાન આવેલા છે. ત્યાર પછી બૌદ્ધભિક્ષુ ચૂપ થઈ ગયો.
અહીં જ મતાંતરને કહે છે– અન્ય આચાર્યો કહે છે કે કોઈ વાણિયાએ તેવા પ્રકારના અદ્ભુત પુણ્યપિંડના ઉદયથી કોઈ એક નિર્જન પ્રદેશમાં નિધિ જોયો અને તેને લઈ લીધો. ત્યાર પછી તેના રક્ષણ માટે આ વાતને છાની રાખી શકે છે કે નહીં એમ જાણવા માટે ઘરવાળીની પરીક્ષા કરી. અહીં કહેવાનો ભાવ એ છે કે– તેણે પોતાની સ્ત્રીને આ પ્રમાણે જણાવ્યું– હું જ્યારે સ્પંડિલ કરતો હતો ત્યારે ગુદાના દ્વારમાં એક સફેદ કાગડો પ્રવેશી ગયો. પછી સ્ત્રીસ્વભાવની ચંચળતાને કારણે તેણીએ પોતાની બહેનપણીને આ વાત કરી. તેણે પણ બીજીને વાત કરી. આ પ્રમાણે પરંપરાથી આ વાત છળ ચોક પ્રસિદ્ધ થઈ. જ્યારે આ વાત રાજાના કાને પહોંચી ત્યારે રાજાએ તેને બોલાવી પુછ્યું- હે વણિક ! જે આ સંભળાય છે તે શું સાચું છે? શું તારા ગુદામાં સફેદ રંગનો કાગડો ઘૂસી ગયો છે?