________________
૧૨૧
ઉપદેશપદ : ભાગ-૧ एव । तथाशब्दः समुच्चयो धार्मिकः स्वपक्षपरपक्षयोरप्यनुपद्रवकरः । 'सपुण्यः' पुण्यवान्। 'अभयो' निर्भयो निःशङ्ख विपक्षमध्ये प्रवेशात् । 'परचित्तज्ञानी' च अन्यानध्यवसेयपराभिप्रायपरिज्ञानवांश्च ॥७८॥
ગાથાર્થ–પછી વિશ્વાસ લાવવા માટે પૃચ્છા, તેઓએ કહ્યું: રોહક હૈયાથી અપ્રમત્ત છે તથા पार्मि, सपुष्य, समय, ५२यित्त पार छ. (७८)
પછી રોહકે સર્વ સામંતોને પોતાના વિષે વિશ્વાસ કરાવ્યો ત્યારે રાજાએ તેઓને (સામંતોને) પુછ્યું. જેમકે–તમારા ચિત્તમાં રોહક કેવો લાગે છે? અર્થાત્ રોહક વિષે તમારે કેવો અભિપ્રાય વર્તે છે? તેઓએ કહ્યું: તે હૃદયથી આપના વિષે બહુમાનવાળો છે. જેમકે–હે દેવ! દેવના (તમારા) કાર્યોમાં એકાંતે અપ્રમત્ત છે. તથા શબ્દ સમુચ્ચયમાં છે, અર્થાત્ આ સિવાય પણ તે સ્વપક્ષ અને પરપક્ષને પરિતાપ કરનારો ન હોવાથી ધાર્મિક છે, પુણ્યશાળી છે, શત્રુના મધ્યમાં પ્રવેશ કરનારો હોવાથી નિર્ભય છે. પોતાના અભિપ્રાયને બીજા ન જાણી શકે અને પોતે બીજાના ચિત્તને જાણનારો હોવાથી પરચિત્ત પારખુ છે. (૭૮)
तुट्ठो राया सव्वेसिमुवरि मंतीण ठाविओ एसो । परिपालियं च विहिणा, तं बुद्धिगुणेण एएणं ॥७९॥
एवं तस्य विचित्रश्चित्रीयितविद्वज्जनमानसैश्चरितैस्तुष्ट आक्षिप्तचेता राजा जितशत्रुः संपन्नः । ततस्तेन सर्वेषामेकोनपञ्चशतप्रमाणानामुपरि अग्रेसरतया शिरसि नायकत्वेनेत्यर्थः मन्त्रिणाममात्यानां स्थापितः प्रतिष्ठितः एष रोहकः । परिपालितं च निष्ठां नीतं पुनर्विधिना स्वावस्थौचित्यरूपेण मन्मन्त्रिनायकत्वं बुद्धिगुणेन औत्पत्तिकीनामकमतिसामर्थ्येन करणभूतेन एतेन रोहकेण, सर्वगुणेषु बुद्धिगुणातिशायित्वात् । यतः पठ्यते-"श्रियः प्रसूते विपदो रुणद्धि यशांसि दुग्धे मलिनं प्रमार्टि । संस्कारशौचेन परं पुनीते शुद्धा हि बुद्धिः कुलकामधेनुः ॥१॥ उदन्वच्छन्ना भूः स च निधिरपां योजनशतं, सदा पान्थः पूषा गगनपरिमाणं कलयति । इति प्रायो भावाः स्फुरदवधिमुद्रामुकुलिताः, सतां प्रज्ञोन्मेषः पुनरसमसीमा विजयते ॥२॥" इति ॥७९॥१॥
ગાથાર્થ-રાજા ખુશ થયો, સર્વમંત્રીઓનો ઉપરી બનાવ્યો અને રોહકે બુદ્ધિગુણ વડે વિધિથી भंत्रीपहनुं पासन . (७८)
આ પ્રમાણે વિદ્વાન લોકોના મનને આશ્ચર્ય કરનાર રોહકના ચરિત્રોથી રાજા ખુશ થયો અને આકર્ષિત થયો. પછી તેણે ચારસો નવ્વાણું મંત્રીઓનો નાયક બનાવ્યો. રોહકે પોતાની ઔત્પારિક બુદ્ધિથી સ્વાવસ્થાને ઉચિત રૂપથી મંત્રીપદના નાયકપણાનું નિષ્ઠાથી પાલન કર્યું.