________________
૧૨૦
ઉપદેશપદ : ભાગ-૧ ततः सुप्रसन्नमानसेन जितशत्रुणा रोहकाय 'जीवनदाने' परिपूर्णनिर्वाहस्थानवितरणे कृते सति 'पेसण' त्ति प्रेषणं कृतं रोहकस्यैव । किमर्थमित्याह,-'तयन्नवुग्गहगहाण' त्ति व्युद्ग्रहे विवादे कुतोऽपि हेतोरुत्पन्ने सति ग्रहो लोकप्रसिद्ध एव उज्जयिनीविषयमध्यवर्त्तिनो द्विपदचतुष्पदादेरर्थस्य येषां ते व्युद्ग्रहग्रहाः पर्वतवनादि व्यवस्थितपल्लिवासिनो लोकास्तस्मान्नृपादन्ये च तदन्ये ते च व्युद्ग्रहग्रहाश्च तदन्यव्युद्ग्रहग्रहास्तेषां संग्रहनिमित्तमिति गम्यते, यदा च ते सुखेन संग्रहीतुं न शक्यन्ते तदा तेषां तु संग्रहनिमित्तं पुनरपुत्रग्रहगोग्रहनिमित्ततीर्थं प्रज्ञप्तमिति गम्यते, यथा-"अपुत्रस्य गृहीतस्य शत्रुभिर्गवां च यन्मोचनं तन्महत्तीर्थमिति पूर्वमुनयो व्याहरन्ति" इति प्रज्ञप्ते उज्जयिनीराजबलेन रोहकप्रयुक्तेन बलघातिना पल्लिसंबन्धिनीषु गोषु गृहीतासु तन्मोचनाय पल्लीभिल्लेषु निर्गतेषु शून्यासु पल्लीषु ततो धाटी निपातिता । बहिर्निर्गताश्च ते गृहीता इति ॥७७॥
ગાથાર્થ-જીવનદાન, બીજાઓની સાથે વિવાદ થયે છતે પકડવા મોકલવું, અપુત્રના ગ્રહમાં તથા ગાયના ગ્રહમાં પુણ્યકર્મ થાય છે એમ સમજાવી ધાડ પાડવી. (૭૭)
પછી સુપ્રસન્ન મનવાળા જિતશત્રુરાજાએ રોહકને જીવનદાન આપ્યું, અર્થાત્ પરિપૂર્ણ આજીવિકા અને સ્થાનનું વિતરણ કર્યું. પછી રોહકને મોકલ્યો. શા માટે મોકલ્યો? કહેવાય છે. કોઈક કારણથી વિરોધ ઉત્પન્ન થયો ત્યારે પર્વત અને વનાદિમાં વસનારા ભિલ્લો ઉજ્જૈન દેશમાંથી મનુષ્યો અને જનાવરો આદિ તથા ધનને હરણ કરી જવા લાગ્યા તેથી રાજાનો તેઓની સાથે વિગ્રહ થયો. તેઓને પકડવા રોહકને મોકલ્યો. રોહક પણ જ્યારે તેઓને સહેલાઇથી પકડી શકતો નથી ત્યારે યુક્તિ કરી. અપુત્રગ્રહ અને ગોગ્રહ નિમિત્તે તીર્થ પ્રવર્તાવ્યું જેમકે –“શત્રુઓ વડે પકડાયેલ અપુત્રીયા પુરુષો અને ગાયોને છોડાવવાથી મોટું પુણ્ય થાય છે એમ પૂર્વ મુનિઓ ફરમાવે છે.” આ પ્રમાણે યુક્તિ રચી રોકે ઉજજૈની રાજાના બલઘાતિ સૈન્ય મારફત પલ્લિઓમાંથી ગાયોનું હરણ કરાવ્યું. તેને છોડાવવા પલ્લિમાંથી ભિલો બહાર આવ્યા ત્યારે પલ્લિ શૂન્ય થઇ. સૈન્યો પલ્લિમાં ઘૂસી ધાડ પાડી અને બહાર ગયેલા ભિલ્લોને પલ્લિમાં પ્રવેશ કરતી વખતે પકડ્યા. (૭૭)
ततः
वीसासाणण पुच्छा, सिटुं हियएणमप्पमत्तो उ । तह धम्मिगो सपुण्णो, अभगो परचित्तनाणी य ॥७८॥
'विश्वासानयने' सर्वेषां सामन्तमहामात्यादीनामात्मविषये विश्वासे समुत्पादिते सति रोहकेण, पृच्छा राज्ञा तेषां कृता, यथा-कीदृशो रोहको भवतां चित्ते वर्त्तत इति !। तैश्च शिष्टं हृदयेन भावसारमित्यर्थः, यथा देव ! एकान्तेनैव देवकार्येष्वप्रमत्तस्त्वप्रमत्त