SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ટીકાર્થ– પ્રથમસમયથી આરંભીને નિરંતર તે તે પર્યાયોથી પદાર્થોને વધારે=ઉત્કૃષ્ટ કરે તે ઉત્સર્પિણી. આ વિષે પંચકલ્પ ભાષ્યમાં કહ્યું છે કે, “દ્રવ્યોમાં સમયે સમયે વર્ણ વગેરે પર્યાયો અનંત વધે છે. અહોરાત્રમાં પણ તેટલા જ વધે છે. આનાથી વિપરીતકાળ અવસર્પિણી છે. એકેન્દ્રિયની કાયસ્થિતિ પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વાયુકાય એ ચાર એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવી. અહીં ભાવાર્થ આ છે- પૃથ્વીકાય–અપ્લાય–તેઉકાય-વાયુકાયમાં મરીને ફરી ફરી ઉત્પન્ન થતો જીવ એક એક કાયમાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી રહે છે. વનસ્પતિકાય જીવોમાં ઉત્પન્ન થતો જીવ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ પસાર કરે છે. આ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સમજીવી. જઘન્ય કાયસ્થિતિ તો અંતર્મુહૂર્ત જ છે. કાળચક્ર પ્રશ્ન- ઉત્સર્પિણી–અવસર્પિણીનું પ્રમાણ શું છે ? ઉત્તર- બાર આરા પ્રમાણ એક કાલચક્રની એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી થાય. (૧) ભરતક્ષેત્રમાં અવસર્પિણીમાં કાળના છ જ વિભાગો છે. તેમનાં નામો અનુક્રમે કહીશ. (૨) સુષમ-સુષમા, સુષમા, સુષમ-દુષમા, દુષમ-સુષમા, દુષમા, દુષમ-દુષમા એમ ક્રમશઃ છ નામો છે. (૩) આ જ છ વિભાગો વિપરીત ક્રમથી ઉત્સર્પિણીમાં જાણવા. (૪) સુષમ-સુષમા આશનો કાળ ચાર કોડાકોડ સારગોપમ છે. સુષમાનો કાળ ત્રણ કોડાકોડિ સાગરોપમ છે. સુષમ-દુષમાનો કાળ બે કોડાકોડ સાગરોપમ છે. (૫) દુષમ-સુષમાનો કાળ ૪૨ હજાર વર્ષ જૂના એક કોડાકોડ સાગરોપમ છે. (૬) દુઃષમાનો કાળ ૨૧ હજાર વર્ષ છે. દુઃષમદુઃષમાનો કાળ પણ તેટલો જ (૨૧ હજરા વર્ષ) છે. (૭) આ પ્રમાણે એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી એ બે મળીને એક કાળચક્ર થાય છે. તેના બાર આરા થાય છે અને કાળ વીસ કડાકોડિ સાગરોપમ પ્રમાણ થાય છે. આ કાળચક્રમાં ઉત્તરોત્તર થનારા કાળના પ્રભાવનું સ્વરૂપ અન્યગ્રંથમાંથી જાણી લેવું.” ૧. સમયે સમયે વધતા પર્યાયો કરતાં અહોરાત્રમાં વધતા પર્યાયો અનંતગણ સમજવા. ૨. સાધારણ વનસ્પતિકાયની અપેક્ષાએ આ સમજવું. પ્રત્યેક વનસ્પતિકાયની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી જાણવી. ૩. નાવિત્તિ - પદનો શબ્દાર્થ “નામ વિભાગને' એવો થાય.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy