________________
ષોડશક પ્રકરણ - ૧ सूत्रेऽपि स्वकीयागमेऽपि एतद् बाह्यलिङ्गं अविकलं परिपूर्णम् अमेध्योत्करस्यापिउच्चार-निकर-कल्पस्या-प्युक्तम्-अनन्तशो द्रव्यलिङ्गग्रहणश्रवणात् ॥ ६ ॥
वृत्तं चारित्रं खल्वसदारम्भविनिवृत्तिमत् तच्च । सदनुष्ठानं प्रोक्तं, कार्ये हेतूपचारेण ॥ ७ ॥
: विवरणम् : 'मध्यमबुद्धिर्विचारयति वृत्तं' इत्युक्तं, तत्र किं तदित्याह-वृत्तमित्यादि । वत्तं - वर्तनं विधि-प्रतिषेधरूपं, तच्च चारित्रमेव, खलुशब्दस्यावधारणार्थत्वात्, तच्चेह सदनुष्ठानं प्रोक्तं, तत्कीदृशं ? - 'असदारम्भविनिवृत्तिमत्' असदारम्भः अशोभनारम्भः प्राणातिपाताद्याश्रव-पञ्चक-रूपस्ततो विनिवृत्तिमद्-हिंसादि-निवृत्तिरूपमहिंसाद्यात्मकम् ।
ननु कथं सदनुष्ठानं चारित्रमभिधीयते, यतश्चारित्रमान्तर-परिणामरूपं, सदनुष्ठानं तु बाह्यसत्क्रिया-रूपं, तदनयोः स्वरूपभेदः परिस्फुट एवास्तीत्याशङ्क्याह-'कार्ये हेतूपचारेण' कार्ये सदनुष्ठानरूपे हेतूपचारेण-भावोपचारेण, तत्पूर्वकत्वात्सत्क्रियायाः, यच्चान्तर-परिणाम-विकलं तत् सदनुष्ठानमेव न भवतीति भावः ॥ ७ ॥
: योगदीपिका : वृत्तमाश्रित्याह-वृत्तमित्यादि । वृत्तम्-विधि-प्रतिषेधरूपं वर्तनम्, चारित्रमेव खलुरवधारणार्थः।
[૨] મધ્યમ બુદ્ધિ જીવો ઃ મધ્યમબુદ્ધિવાળા જીવો મધ્યમ - વિવેક સંપન્ન હોય છે. મધ્યમ આચારવાળા હોય છે. તેઓ આગમનાં રહસ્યને જાણનારા ન હોવાથી તેમની પ્રવૃત્તિ આગમાનુસારિણી હોતી નથી.
મધ્યમબુદ્ધિવાળા જીવો વૃત્ત એટલે ચારિત્રને, આચારને જોનારા હોય છે. એના આધારે ધર્મની પરીક્ષા કરે છે પણ આચારની શુદ્ધતા તેઓ જોઈ શકતા નથી.
શુદ્ધ આચાર - ચારિત્ર તેને કહેવાય, જે એસ આરંભથી પાછા ફરવારૂપ હોય અર્થાત્ હિંસાદિ આશ્રવોની નિવૃત્તિવાળું હોય અને અહિંસાદિ ધર્મોની પ્રવૃત્તિવાળું હોય. આવા સદનુષ્ઠાનરૂપ ચારિત્રને બાહ્યચારિત્ર કહેવાય. ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી હિંસાદિ અસદ્ આરંભોથી પાછા ફરવાનો પરિણામ તે આંતર - શુદ્ધચારિત્ર છે. આ આંતરચારિત્રરૂપ પરિણામની સાધક સઅનુષ્ઠાનરૂપ ક્રિયાને પણ ઉપચારથી બાહ્ય શુદ્ધચારિત્ર કહેવાય. આંતર પરિણતિ વગરનું ચારિત્ર એ સદનુષ્ઠાન જ નથી. ૭