________________
॥अथ एकादशः सज्ज्ञानाधिकारः ॥ शुश्रूषा चेहाद्यं लिङ्गं खलु वर्णयन्ति विद्वांसः । तदभावेऽपि श्रावणमसिराऽवनि-कूप-खनन-समम् ॥१॥
:विवरणम् : किं पुनः श्रुतज्ञानस्य प्राक् सम्भवि लिङ्गमित्याह - शुश्रूषेत्यादि ।
शुश्रूषा श्रोतुमिच्छा चइहाद्यं लिङ्ग-श्रुतज्ञाने प्रथमं लक्षणं, खलु-शब्दो वाक्यालङ्कारे, वर्णयन्ति विद्वांसो-विचक्षणाः, तदभावेऽपि-शुश्रूषाया अभावेऽपि श्रावणं-श्रवणे प्रयोजनं कर्तव्यं गुरोः शिष्यविषयमिति गम्यते, असिराऽवनिकूपखननसमं असिरायामवनौ कूपखननमखननमेव अनुदकप्राप्तिफलत्त्वात् तेन समं, विवक्षितफलरहितमित्यर्थः, बोधप्रवाहो हि श्रावणस्य फलं उदकप्रवाह इव कूपखननस्य, स च शूश्रूषासिराऽभावे न सम्भवतीति तेन सममित्युक्तमिति हृदयम् ॥१॥
: योगदीपिका: किं पुनः श्रुतज्ञानस्य प्राक्संभवि लिङ्गमित्याह- शुश्रूषा चेत्यादि।
शुश्रूषा च-श्रोतुमिच्छा च इह श्रुतज्ञाने आद्यं प्रथमं लिङ्गं-लक्षणं, खलुशब्दो वाक्यालङ्कारे, वर्णयन्ति-कथयन्ति विद्वांसो-विचक्षणाः, तदभावेऽपि शुश्रूषाभावेऽपि श्रावणं श्रवणप्रयोजक-कर्तृत्वं गुरोः शिष्यविषयमिति गम्यते, असिरायामवनौ कूपखननसमं बोधप्रवाहो हि श्रावणस्य फलम् उदकप्रवाह इव कूपखननस्य, स च शूश्रूषासिराऽभावे न सम्भवतीति तत्समत्त्वेन भ्रममूलश्रममात्रफलत्वमुक्तं भवति ॥१॥
૧૧ - સજજ્ઞાનાધિકાર ષોડશs હવે આ અગિયારમા ષોડશકમાં શાસ્ત્રકારભગવંત વિસ્તારથી ત્રણ જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે એમાં પહેલાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે એનું લિંગ શું હોય અને એનું કારણ શું હોય તે બતાવે
શ્રુતજ્ઞાનમાં, એની પ્રાપ્તિ પહેલાંનું લિંગ શુશ્રુષા એટલે કે સાંભળવાની ઈચ્છા છે, એમ વિદ્વાનો કહે છે. સાંભળવાની ઈચ્છા ન હોવા છતાં ગુરુએ શિષ્યને શાસ્ત્રશ્રવણ કરાવવું એ સેર (સરવાણી) વગરની ભૂમિમાં કૂવો ખોદવા જેવું છે. એમાં પાણીની પ્રાપ્તિરૂપ ફળ મળતું નથી, તેમ શુશ્રુષા વગર શ્રવણ કરાવવાથી તત્ત્વબોધરૂપ જલપ્રવાહની પ્રાપ્તિ થતી નથી. ૧