________________
ષોડશક પ્રકરણ - ૧૦
विवरणम् : 'विषयतृडपहारि' इत्युक्तं, यस्य तु विषयाभिलाषातिरेकः स ज्ञानत्रयवानेव फलाभावान्न भवतीत्ययोग्यत्वप्रतिपादनाय तस्येदमाह - शृण्वन्नित्यादि ।
शृण्वन्नपि-तीर्थकराभिहितमर्थतः सिद्धान्तं-प्रतिष्ठितपक्षरूपं- गणधराधुपनिबद्धमागमं विषयपिपासातिरेकतो रूप-रस-गन्ध-स्पर्श-शब्दाभिलाषातिरेकेण पापः सक्लिष्टाध्यवसायत्वात् प्राप्नोति न संवेगं-मोक्षाभिलाषं, तदापि-सिद्धान्तश्रवणकालेऽपि, आस्तां तावदन्यदा। य एवंविधः सोऽचिकित्स्य इति - अचिकित्सनीयः स वर्तते, शास्त्रविहितदोषचिकित्साया अनर्हत्वादिति ॥१४॥
इत्थं कर्मदोषवतः किं कर्त्तव्यमित्याह-नैवमित्यादि ।
न-प्रतिषेधे एवंविधस्य पुरुषस्य शस्तं-प्रशस्तमनुज्ञातमित्यर्थः, मण्डल्युपवेशनप्रदानमपि-अर्थमण्डल्यां यदुपवेशनं श्रवणार्थं तत्प्रदानमपि, कुर्वन्सम्पादयन्, एतत्पूर्वोक्तं गुरुरपि-प्रस्तुतोऽर्थाभिधायी तदधिकदोष:-अयोग्यपुरुषाधिकदोषो अवगन्तव्यः-अवबोद्धव्यः, सिद्धान्तावज्ञाऽऽपादनादिति ॥१५॥
पूर्वोक्तार्थं व्यतिरेकेणाह-य इत्यादि।
यः कश्चिद्योग्यः शृण्वन्-सिद्धान्तमिति सम्बध्यते, संवेगं गच्छति-आस्कन्दति तस्य योग्यस्य आद्यमिह-प्रथममिह मतं ज्ञानं-श्रुतज्ञानं, गुरुभक्त्यादिविधानाद्गुरुभक्तिविनयबहुमानादिकरणात्कारणमेतद्वयस्येष्टं-चिन्तामय-भावनामय-ज्ञान-द्वयस्य हेतुरेतत् श्रुतज्ञानमिष्टम् । तस्माज्ज्ञानत्रयेऽपि रत्नत्रयकल्पे परमादरो विधेय इति ॥१६॥
इत्याचार्यश्रीमद्यशोभद्रसूरिकृत-षोडशाधिकारविवरणे दशमोऽधिकारः ॥
આ ત્રણે જ્ઞાન વિષયતૃષ્ણાને શાંત કરનારાં, દૂર કરનારાં છે એમ કહ્યું. એથી જેને વિષયની અતિ અભિલાષા છે એને, જ્ઞાનનું ફળ પ્રાપ્ત થતું ન હોવાથી એ આત્મા ત્રણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. એની જ્ઞાન-પ્રાપ્તિની અયોગ્યતાને પ્રતિપાદન કરતાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, “શ્રીતીર્થંકરભગવંતોએ અર્થથી કહેલા અને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથેલા આગમ સિદ્ધાંતોને સાંભળવા છતાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ તથા શબ્દાદિ વિષયોની અભિલાષાના અતિરેકથી સંક્લિષ્ટ અધ્યવસાયવાળો જે પાપી જીવ સિદ્ધાંત સાંભળતી વખતે પણ સંવેગને પામતો નથી, તે આત્મા શાસ્ત્રમાં કહેલી દોષની ચિકિત્સાને લાયક નથી. ૧૪
હવે આવા કર્મના દોષવાળા જીવ માટે શું કરવું, તે કહે છે : વિષયની અતિ અભિલાષાવાળા અને સિદ્ધાંતનું શ્રવણ કરતાં સંવેગને નહિ પામનારા એ કર્મવશ અયોગ્ય જીવને વાચનાની (અર્થની) માંડલીમાં બેસવા પણ ન દેવો. અર્થાત્