SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા ૨૫ કહ્યું કે વ્રતભંગમાં મોટો દોષ છે. અને થોડું પણ વ્રતનું પાલન ગુણકારી થાય છે. ગુરુ મહારાજે અન્યદેશ ભણી વિહાર કર્યો. “ઇચ્છે” (અમારી પણ ઇચ્છા છે.) એમ કહી ભીમ, મહાભીમ પોતાને ઘેર ગયા. - હવે એક વખત અન્ય પ્રદેશમાં ગયા અને ઘણું ગોધન લુંટી લાવ્યા. અને પલ્લીની નજીકમાં ગામની બહાર ચોરો પાડાને મારે છે. અને અડધા તેને રાંધવા લાગ્યા અને અડધા મદિરા લેવા ગામમાં ગયા. પણ ગોધનના લોભથી બન્ને પક્ષોએ મારવા માટે માંસ અને મદિરામાં ઝેર ભેળવ્યું. તેટલામાં સૂર્યાસ્ત થતાં દ્રઢવ્રતવાળા ભીમ અને મહાભીમે તો ન ખાધું. અને શેષ ચોરો ઝેરથી મરણ પામ્યા. તે દેખી બન્ને ભાઈ પરસ્પર કહેવા લાગ્યા. “અરે ! અવિરતિના કારણે બધા મરી ગયા. જ્યારે આપણે એક રાત્રિભોજન વ્રતથી બચી ગયા. અને આ ઋદ્ધિ પ્રાપ્ત થઈ અને પરલોકમાં મોક્ષ થશે એમાં કોઈ સંદેહ નથી.” એમ કહી સર્વ ગોધન ગ્રહણ કરી ઘેર આવ્યા. મૃત ચોર પરિવારનું યથોચિત કરી, “વ્રત લેવાથી લાભ થાય છે. એવી ખાત્રી થવાથી શક્તિ પ્રમાણે બીજા પણ નિયમો સ્વીકાર્યા. એમ વિશુદ્ધ સમક્તિવાળા ગ્રહણ કરેલ વ્રતને પાળવામાં તત્પર, સાધુની સેવા અને ગુણથી રંગાયેલા મનવાળા, દીન, અનાથ વિગેરેને દાન આપવામાં મસ્ત-પરાયણ બનેલા, પ્રશસ્ત ભાવનાથી ભાવિત જિનેશ્વરની-વંદન પૂજામાં તત્પર, સ્વદુષ્કૃત્યોને નિંદનારા, એવા તે બન્નેનો ચરમસમય આવી ગયો. તેથી પંચ પરમેષ્ઠીના નમસ્કારમાં પરાયણ બનેલા મરી દેવલોકમાં ગયા. ત્યાંથી આવી બન્ને ભાઈ મનમોહક માનવભવ અને દિવ્ય દેવભવો પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષે જશે. એ પ્રમાણે ભાવતીર્થની સેવા સમકિતને શણગારે છે. ' “ઇતિ ભીમ-માભીમ કથા સમાપ્તમુ” હવે ચોથું “ભક્તિભૂષણ” કહે છે.... તે વિનય વૈયાવચ્ચરૂપે છે, જે સમક્તિને શોભાવે છે. કહ્યું છે કે.... તીર્થકર, શ્રેષ્ઠમુનિગણ અને સંઘની ઉત્તમ રીતે અનવરત કરવામાં આવતી પરમભક્તિ સમકિતને વિભૂષિત કરે છે. માટે ભવથી ભયભીત થયેલા ભવ્યોએ સમકિતને શોભાવા સારુ સતત એની ભક્તિમાં રત રહેવું જોઈએ. તીર્થકરની ભક્તિ વિષે “આરામશોભા'ની કથા કહે છે. ( આરામશોભા કથા ) સર્વ દીપ સમુદ્રની મધ્યે રહેલાં આજ જંબુદ્વીપમાં છ ખંડવાળું ભરતક્ષેત્ર છે. તેનાં મધ્યખંડમાં ગાય ભેંસરૂપ પશુધનથી વ્યાપ ઘણો જ રમણીય ગુણનો ભંડાર કુશર્ત નામે શ્રેષ્ઠ દેશ છે. પરિશ્રમથી કલાન્ત-થાકેલા એવાં નરનારીનાં હૃદય જેમ ઘણાં શ્વાસવાળા હોય તેમ ઘણાં ધાન્ય (શસ્ય) વાળું, મહામુનિ જેમ સંવરવાળા હોય તેમ સારા પશુઓવાળું, કામીનીજનનું શીર્ષ જેમ સેંથાવાળું હોય તેમ સીમાડાવાળું સ્થાલશક નામે મોટું ગામ છે. હર્ષઘેલા સેંકડો લોકોથી રમ્ય, દુષ્ટ રાજા અને ચોરોથી અગમ્ય (ત્યાં નજર પણ નાંખી ન
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy