SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ક્યારેક ધ્યાન ધરતા મુનિને ઉપર નેત્રો લગાડી બેસતા. પડિલેહણ વિગેરેમાં ઉદ્યમશીલ સાધુને જોઈ ગુણાનુરાગથી હર્ષને વહતા, ભવસમુદ્ર તરવામાં યાનપાત્ર સમાન ગુરુમુખથી વ્યાખ્યાન સાંભળતા એ પ્રમાણે ભક્તિ નિર્ભર યતિસેવામાં તત્પર, સંવેગભાવિત તેઓનો વર્ષાકાળ પસાર થયો. હવે એક વખત ગુરુએ સાધુઓને ઉદ્દેશીને તે બે પલ્લીપતિઓને સાંભળતા બે ગાથા કહી. શેલડીઓ વાડ ઓiધી રહી છે. પાત્ર બની શકે તેટલી મોટી તુંબડીઓ થઈ ગઈ છે. બળદો બળવાળા બની ગયા છે, ગામોમાં કાદવ સુકાઈ ગયો છે. માર્ગમાં પાણી ઓછું થઈ ગયું છે. ભૂમિ પણ કઠણ (મજબૂત) બની ગઈ છે. રસ્તાઓ પણ મુસાફરોથી વ્યાપ્ત થવા લાગ્યા છે. એટલે સાધુઓને વિહાર કરવાનો સમય થઈ ગયો છે. (ઓ.નિ. ૧૦૦-૧૭૧) વિહારની વાત સાંભળી લાગણી સભર હૃદયે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા... હે ભગવન્! શું મહાઆરંભમાં મગ્ન અમને તમારી સેવાથી પાપપક ધોવાની તક માટે અથવા અમારા અનુગ્રહ માટે આપ અહીં જ ના રોકાઓ ? ત્યારે ગુરુએ કીધુ કે હે શ્રાવકો ! એક ઠેકાણે રહેવું તે સાધુનો કલ્પ નથી. આગમમાં પણ કહ્યું છે કે..... શ્રમણો, પંખીઓ, ભમરાઓ, ગાયો અને શરદ ઋતુનાં વાદળાઓ અનિયત વસતિવાળા હોય છે. (ઓ.નિ. ૧૭૨) માટે મહાનુભાવ ! અહિં રોકાવાનો આગ્રહ ના કરો. આવતીકાલે અમો વિહાર કરશું. બીજા દિવસે સાધુઓ વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે ભીમ મહાભીમને બોલાવી આચાર્ય મહારાજ કહે છે, કે કાલે વિહાર માટે સારો દિવસ છે, તેથી તે ભદ્ર ! સંસારનું અસારપણું, ઇન્દ્રિયોનું ચંચલપણું, વિષયોનું ક્ષણમાત્રરમ્યપણું, આયુ:પ્રદેશોનું સતત ભંગુરપણું, પાપાચરણને દુર્ગતિ ગમનનું કારણ વિચારી, કાંઈક સર્વવિરતિ (પ્રમુખ) ઈત્યાદિ વિરતિને ગ્રહણ કરો, ત્યારે ભીમ અને મહાભીમ કહેવા લાગ્યા. મરુસ્થલમાં કલ્પવૃક્ષ, ચપ્પાલના ઘેર ઐરાવણ હાથી, દારિદ્રવાળાને ઘેર રત્નવૃષ્ટિ ક્યાંથી હોય? તેમ અમારા જેવા પ્રાણીઓને આવી સામગ્રી હે ગુરુદેવ ! ક્યાંથી હોય ? એમ બોલીને કહ્યું કે જે અમારે ઉચિત હોય તે આપ જ કહો. ત્યારે ગુરુએ રાત્રિભોજન વિરમણવ્રત આપ્યું અને તેનાં દોષો બતાવ્યા. રાત્રિમાં રાક્ષસ વિગેરે પૃથ્વી ઉપર ચારે બાજુ ફરે છે. અને રાત્રે જમનાર તેઓ સ્પષ્ટ આપણું ભોજન એઠું કરે છે. અને આહારમાં કીડી આવે તો બુદ્ધિનો નાશ કરે, માખીથી ઉલ્ટી થાય, જૂ થી જલોદર રોગ થાય, કરોળિયો કોઢ રોગ કરે, વાળથી સ્વરભંગ થાય, કાંટો અને લાકડુ ગળામાં ફસાય છે. ભોજન કરતાં શાકમળે વીંછીં આવી જાય તો તાળવું વીંધાઈ જાય, ભાજન ધોવામાં કુંથુઆ વિગેરે જીવો હણાય. ઘણું શું કહ્યું - આ રાત્રિભોજનનાં દોષોને વર્ણવા કોઈ સમર્થ નથી. નિશીથભાષ્યમાં પણ કહ્યું છે કે ...... પ્રાસુક દ્રવ્ય હોવા છતાં કુંથુઆ, નિલફૂલ વિ. રાત્રે દેખાવા મુશ્કેલ છે, માટે પ્રત્યક્ષજ્ઞાની પણ રાત્રિભોજન પરિહરે છે. જો કે દીવા વિગેરે ના અજવાળામાં કીડી વિગેરે દેખાય, પણ રાત્રિભોજનથી મૂળવ્રતની વિરાધના થતી હોવાથી અનાચીણે કહ્યું છે. એ પ્રમાણે અનુશાસન (હિતશિક્ષા) અને રાત્રિભોજન વિરમણવ્રત આપી સૂરિએ સવારે વિહાર કર્યો. ત્યારે તલવાર લઈ બન્ને ભાઈ સીમાડા સુધી ગયા. ત્યારે પાછા ફરતાં તેઓને ગુરુએ
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy