________________
મૂળશુદ્ધિ ભાગ-૧ ભીમ અને મહાભીમની કથા
. ૨ ૩ ભાવતીર્થની સેવામાં “ભીમ અને મહાભીમ'નું ઉદાહરણ...
ભીમ અને મહાભીમની કથા આકાશતલને ચુંબન કરતા જ્યાં ચઢવું મુશ્કેલ છે એવા સેંકડો શિખરોવાળો, વિવિધવૃક્ષના વનખંડથી મંડિત-સુશોભિત મેખલાવાળો, ભમતા ભીષણ જંગલી જાનવરોવાળો અનેક ગુફામાં વસતા ભિલ્લ સમૂહવાળો, સંચરણ કરતા હાથીના જૂથવાળો, નર્મદા નદીના પ્રવાહનું ઉત્પત્તિસ્થાન, ઝરણાના ઝંકારથી દિશાને બહેરી કરનાર, વાંદરાના હુપાહુપથી પ્રચુર અવાજવાળો, મોર અને કોયલના અવાજથી વ્યાપ્ત-વાચાલ-મુખરિત એવો વિંધ્યાચલ પર્વત છે.
તેનાં વિષમ અધોભાગમાં તળેટીમાં વસકલંકી નામે ચોરપલ્લી છે. તેમાં ચોરોના અધિપતિ ભીમ અને મહાભીમ બે ભાઈ વસે છે. તેઓ સમ્યગ્દષ્ટિવાળા હોવા છતાં અવિરતિવાળા પ્રાણીવધ વિગેરેમાં આસક્ત પ્રાયઃ ચોરીથી વૃત્તિ ચલાવે છે. એક વખત સાર્થની સાથે અનિયત રીતે વિહાર કરતાં સૌમ્યતાથી ચંદ્ર સરખા, તપતેજની દીપ્તિથી સૂર્યસમાન, ક્ષમા ધારવામાં પૃથ્વી જેવાં, ગંભીરતામાં સમુદ્ર જેવાં, સ્થિરતામાં મેરુપર્વત સમાન, નિરાલંબપણામાં ગગનતળ જેવા, દુઃખસંતાપથી તપ્ત ભવ્યપ્રાણીઓનાં સંતાપ હરવામાં મેઘ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન, તે કાલમાં વર્તનાર શ્રુતના પારગામી, પરોપકારમાં દત્તચિત્તવાળા, જાણે મૂર્તિમાન જિનધર્મ હોય એવા સાધુઓથી પરિવરેલા ધર્મઘોષસૂરિ' પલ્લીમાં પધાર્યા.
આ અવસરે આકાશ તમાલપત્ર સરખા કાળા વાદળાઓથી વ્યાપ્ત થઈ ગયું. ભારેગર્જનાથી જાણે આભ ફૂટવા લાગ્યું. વિજળી ચમકારા મારવા લાગી. મુશળધારે પાણી પડવા લાગ્યું. નદીઓ ઘોડાપુરથી ગાંડીતુર બની ગઈ. માર્ગો કાદવથી ભીનાં થઈ ગયા, નદી-નાળા મોટા માર્ગો પણ પાણીથી ભરાઈ ગયા, ઇન્દ્રગોપ = ગોકળગાય, વિગેરે સુંવાળા જીવ જંતુઓ ભમવા લાગ્યા, અને પૃથ્વી નવાંકુરોથી વ્યાપ્ત થઈ ગઈ છે તેવા પ્રકારની વરસાદની શોભા જોઈ વિરાધના ટાળવા ગુરુએ સાધુને તેજ પલ્લીમાં વર્ષાકાળ નિમિત્તે વસતિની ગવેષણા કરવા કહ્યું !
સાધુઓ પલ્લીમાં આવ્યા. મધ્યમ વયના માણસને પૂછયું, અહીં અમને કોઈ વસતિ આપનાર છે? વસતિ માટે પલ્લિપતિનું ઘર બતાવ્યું. તેઓ તમારા ભક્ત છે. પલ્લીપતિને ઘેર ગયા. બે ભાઈઓએ દેખ્યા, “અહો ! અસંકલ્પિત ઘર આંગણે કલ્પવૃક્ષ ઉગ્યો ! અચિંતિત ચિંતામણીનો સંયોગ થયો ! અકામિત કામધેનુનો સમાગમ થયો ! અપ્રાર્થિત કામઘટ મળ્યો ! એમ વિચારતા હર્ષથી વિકસિત નેત્રવાળા પગમાં પડ્યા. અને કહ્યું અમારે યોગ્ય કામકાજ જણાવો. ત્યારે સાધુઓએ કહ્યું કે “અમને ગુરુમહારાજે ચોમાસું રહેવા યોગ્ય વસતિ નિમિત્તે મોકલ્યા છે !” શું અહીં કોઈ ઉપાશ્રય બીજો છે ? “અહો ! આપે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો” એમ કહેતાસાધુને ઉપાશ્રય દેખાડ્યો. ત્યાં આવી સૂરિ અને સાધુ ભગવંતો સ્વધર્મ-યોગમાં મસ્ત-પરાયણ બન્યા. અને પલિપતિઓ તેમની ભક્તિમાં રત થઈ કાળ પસાર કરવા લાગ્યા. ક્યારેક મુનિવરના વદનથી નીકળતા મધુર સ્વાધ્યાયને સંવેગથી ભાવિત મનવાળા અમૃતના ઘૂંટડાની જેમ પીએ છે.