SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ મૂળશુદ્ધિ ભાગ-૧ ત્યારે જનગામિની સ્વસ્વભાષામાં પરિણામ પામનારી વાણીવડે ભગવાને ધર્મ કહેવાનો પ્રારંભ કર્યો. આ અરસામાં ઈજે વિચાર્યું “ધિક્કાર હો ! આ રાજા જે ખોટો ગર્વ કરે છે. તેથી બોધ પમાડ” એમ વિચારી ઈન્દ્ર ઉત્તુંગ અને શ્વેત કાન્તિવાળો, મણિકંચન અને રત્નથી શોભિત શરીરવાળો ઐરાવણ હાથી રચ્યો. જેને આઠ મુખ બનાવ્યા. એક એક મુખમાં આઠ આઠ દંતશૂળ અને દરેક દાંત ઉપર આઠ-આઠ વાવડીઓ, દરેક વાવડીઓમાં આઠ-આઠ કમળ, દરેક કમળના આઠ-આઠ દળ-પાંદડા દરેક દળે આઠ-આઠ સુરમ્ય નાટકો વિદુર્વા, સામાનિક, દોગંદક, ત્રણપર્ષદા, સુસજજ અંગરક્ષકો, લોકપાળો, સેનાપતિ અને સાત પ્રકારનાં સૈન્ય, સર્વે પ્રકીર્ણક દેવો, આભિયોગિક, કિલ્બિષિકો અને અપ્સરાના સમૂહથી પરિવરેલો ચારે તરફથી દેવેન્દ્રની ઋદ્ધિથી દીપતો-શોભતો ત્યાં આવીને પ્રદક્ષિણા કરી તે હાથીના અગ્રપદ નમાવે છે. તે બે પગ શક્ર પ્રભાવથી ત્યાંજ ખેંચી-ખૂંપી ગયા. જે આજે પણ દેખાય છે. એથી ગજાગ્રપદ' એવું પર્વતનું નામ થયું અને ભક્તિભરિત અંગવાળા ઈન્દ્ર પ્રભુ પદકમળને નમીને અભૂતગુણની આ પ્રમાણે સ્તુતિ કરી. 1. ભવસમુદ્રમાં ડુબતાં પ્રાણીઓને તારવામાં જહાજ સમા, સુરેન્દ્ર અસુરેન્દ્ર વૃન્દથી વંદિત ! મુનીન્દ્ર ! (૧૧૪) દુર્જય કામદેવને જિતનારા ! મોહમલ્લનું બળ હરનારા, હાથમાં રહેલ મુક્તાફળની જેમ ત્રણ લોકને જોનારા, દુષ્ટ અષ્ટકર્મરૂપી વૃક્ષની કઠિન ગાંઠને છેદવામાં તીક્ષ્ણ કુઠારસમા, ત્રણ લોકના તિલક ડે જિનેન્દ્ર ! તમારાં પાદકમળને હું નમસ્કાર કરું છું. માનસિક અને શારીરિક અનેક દુઃખથી પીડાતા એવા અમોને શિવસુખ આપવા દ્વારા પ્રસાદ-મહેર કરો ! (૧૧૭). એમ સ્તુતિ કરી ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઇન્દ્ર નિજસ્થાને બેઠો અને ધર્મ સાંભળવા લાગ્યો. તે દેખી દશાર્ણભદ્ર રાજા સંવેગ પામ્યો અને એમ વિચારવા લાગ્યો “આને સુંદર ધર્મ કર્યો છે જેથી આવી ઋદ્ધિ મળી છે.” મને ધિક્કાર હો. ખોટો ગર્વ કરવાથી- ઘમંડ રાખી તૃણ અને થી પણ આત્માને હલકો કર્યો.” આની અને મારી ઋદ્ધિમાં ઘણું અંતર છે. તેથી શા માટે અજ્ઞાની એવા મેં આત્માને ખેદ પમાડ્યો ? જે સંસારમાં આવા અપમાન દેખવા પડતા હોય તે સંસારથી શું પ્રયોજન ? એથી તપસંયમમાં ઉદ્યમ કરું. એમ વિચારી જિનેશ્વરને નમી કહેવા લાગ્યો. તે પ્રભુ ! જો હું યોગ્ય હોઉં તો મને દીક્ષા આપો. અતુલ સંવેગ રસવાળો જાણીને ભગવાને તરત મુનીઓ દ્વારા ઉપાસિત મહાન દીક્ષા આપી. તે દેખી ઇન્દ્ર તે રાજાને પગે પડ્યો અને કહ્યું આ તો મારી શક્તિ નથી. આપ જીત્યા. પચાસ હજાર રથ, સાતસો રાણીઓ છોડી ઘોર તપ કરી દશાર્ણભદ્ર રાજા મોક્ષે સીધાવ્યા. તે ગામમુખી પુત્રે પણ રાજાની દીક્ષા દેખીને સંવેગ પામી જિનેશ્વર પાસે પ્રવ્રજયા સ્વીકારી. - પરમ પવિત્ર અને કુદરતી રીતે પ્રકૃતિથી શુભભાવ પેદા કરનાર તીર્થ સ્વરૂપ એવા ગજાગ્રપદ પર્વત ઉપર આર્યમહાગિરિએ ચૈત્યોને વાંદી વિસ્તૃત શિલાતલ ઉપર ઉત્તમ સત્ત્વશાલી આત્માઓજ આચરી શકે તેવું પાદપોપગમન અનશન કર્યું, અને સ્વર્ગે સીધાવ્યા. એમ દર્શનશુદ્ધિના નિમિત્તે આર્યમહાગિરિએ દ્રવ્યતીર્થની સેવા ભક્તિ કરી. (ઇતિ આર્યમહાગિરિ કથા સમાપ્તમ્)
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy