SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ અભિનવ શ્રેષ્ઠિ કથાનક ૧૮૭ દેવાંગનાના રૂપને ઝાંખુ પાડનારી એવી સુંદર રૂપ લાવણ્ય વાળી કન્યાઓ મળી તે આલોકમાં દાનનું ફળ છે. પંચવર્ષી-સુકુમાલ (પંચવર્ણ - સુકુમાલતાથી યુક્ત) સઘન-મનોહર અનેક દેવદૂષ્યો પ્રાપ્ત થયા તે આલોકના દાનનું ફલ છે. (૭૧) ચિંતામણી વેઠ્ય, વ્રજ, કર્કેતન વિ. રત્નો મળ્યા તે આલોકમાં દાનનું ફળ છે. મણિ મુકતાફળ વિદ્યુમ, સોનુ વિ. વિવિધ દ્રવ્યોનો રાશિ પ્રાપ્ત થઈ તે આલોકમાં દાનનું ફળ છે. પંચ વિષયક અનુપમ ભોગ મળ્યા અને અસામાન્ય કીર્તિ અને ફેલાઈ તે આલોકમાં જ દાનનું ફળ છે. એ પ્રમાણે આ લોકમાં દાનનું અતુલ્ય ફળ છે માટે અહો ! મહાનુભાવો ! શક્તિ પ્રમાણે દાન આપો “દેવદિન્ન કથા સમાપ્ત” (અભિનવ શ્રેષ્ઠિ કથાનક ) આ જંબુદ્વીપના દક્ષિણ ભારતના મધ્યખંડમાં વૈશાલી નામે નગરી છે. અભિમાની શત્રુ રાજા રૂપ જંગલી સિંહનો નાશ કરવામાં મોટા શરભ સમાન અઢાર ગુણરાજીનો ચટક રાજા છે. ત્યાં જીર્ણશેઠ અને અભિનવ શેઠ દારિદ્ર અને ઐશ્વર્યના મંદિર એવા બે વાણીયા હતા. ક્યારેક ત્રિભુવનેશ્વર વીરપ્રભુ છદ્મસ્થ પર્યાયમાં વિચરતા વિચરતા ત્યાં પધાર્યા. ચૌમાસામાં એક ઉપાશ્રયમાં ચાર માસના ઉપવાસ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જીરણ શેઠે જોઈને ભક્તિથી પ્રણામ કર્યા. આજે હું કૃતાર્થ થયો. મારું જીવન સફળ થયું, કારણ કે આજે પાપરૂપી કાદવને દૂર કરવામાં પાણી સમાન એવાં ભગવાનના ચરણ યુગલમાં મને નમસ્કાર કરવા મળ્યા. એમ દરરોજ પ્રભુનાં ચરણ કમલને હાથ જોડી નમવા લાગ્યો. ક્ષણવાર સેવા કરે છે અને વિચારે છે કે પ્રભુ ખરેખર ચાર મહિનાના ઉપવાસ લઈને ઉભા રહ્યા લાગે છે. તેથી હંમેશા નિશ્ચલ દેહવાળા દેખાય છે. જે પ્રભુ પારણાના દિવસે મારા ઘેર પધારે તો હું મારી જાતને ધન્ય માનીશ. એમ વિચાર કરતા ચાર માસ વીતી ગયા. અને પારણાનો દિવસ આવી ગયો. ત્યારે વંદન કરી નત મસ્તકે વિનંતિ કરવા લાગ્યો કે હે ભગવનું ! “મારા ઘેર પારણું કરવાની કૃપા કરો !” એમ કહી ઘેર જઈ સામગ્રી તૈયાર કરાવી, રાહ જોઈને એક ચિત્તે ઉભો રહ્યો. “આ ભગવાન આવે છે” એમ વિચારતો ભગવાનને પારણુ કરાવી હું સફળ થઈશ, એમાં કોઈ સંદેહ નથી. જો મારા ઘેર પ્રભુ પધારે તો દુઃખરૂપી તરંગ સમૂહથી વ્યાપ્ત, ઘણી આપત્તિઓ રૂપી જલચર પ્રાણીઓનાં સમૂહવાળા સંસાર સમુદ્રથી હું તરી જઈશ. આ બાજુ જીરણ શેઠ વધતી જતી પરિણામની ધારાથી તેના રોમ રોમ ખડા થઈ રહ્યા છે. ત્યારે પ્રભુએ અભિનવ શ્રેષ્ઠિના ઘેર પ્રવેશ કર્યો. “દરેક પ્રાણીને આપેલુ દાન આલોકમાં જ ફળવાળું થાય છે,” આવી ભાવનાથી શેઠે ભગવાનને પારણું કરાવ્યું. તેજ પળે સુપાત્ર દાનના પ્રભાવે અજોડ પાંચ દિવ્ય પ્રગટ થયા. જીરણ શેઠ દુંદુભિનો અવાજ સાંભળી વિચાર મગ્ન થયો. - ત્યારે કોઈએ કહ્યું પ્રભુએ પારણું કર્યું, તે સાંભળી વધતા ભાવો અટકી ગયા. ત્યાં પાર્શ્વપ્રભુ તીર્થના કેવલી ભગવંત પધાર્યા.લોકો વાંદવા ગયા. કેવલી ભગવંતે પણ ભવસમુદ્રથી પાર પમાડવામાં નાવડી સમાન ધર્મદેશના આરંભી... ભો ભવ્યો ! ધર્મ જ શરણ છે. બીજુ બધુ નકામુ છે. સર્વ સાંસારિક સુખ-સામગ્રી, સ્વર્ગ, મોક્ષ બધુ સારી રીતે કરાયેલા ધર્મથી મળે છે. તે ચાર પ્રકારે છે. તે કરો, જેનાથી જલ્દી મોક્ષ પામશો.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy