SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ મૂળશુદ્ધિ ભાગ-૧ આ અરસામાં અભિનવ શેઠના પુણ્ય સમૂહથી ચકિત થયેલા લોકોએ અવસર જાણી વિનયથી પૂછયું.આ નગરમાં વધારે પુણ્યવાળું કોણ છે? ભગવાને કહ્યું જીરણ શેઠ વધારે પુણ્યવાળો છે. ભગવન ! તેણે તો પારણુ નથી કરાવ્યું અને બીજાના ઘેર તો પાંચ દિવ્ય પ્રગટયા. ભગવાને કહ્યું જો એકક્ષણ માત્ર તેણે “પ્રભુનું પારણું થઈ ગયું છે” એવું ન સાંભળ્યું હોત તો ચોક્કસ કેવલજ્ઞાન પામત. બીજો ભાવ વગરનો હોવાથી તેને “પરલોકનું હિત કાંઈ પ્રાપ્ત નથી થયું. આ સાંભળી નગરજનો જીરણશેઠ ઉપર બહુમાન ધરતા કેવલીને નમી પોત પોતાના ઘેર ગયા. “અભિનવ શેઠ કથા સમાપ્ત હવે બીજા શ્લોકના ભાવાર્થને કહે છે તેના વિષે ધનસાર્થવાહની કથા કહે છે. . (ધનસાર્થવાહ કથાનક) જંબુદ્વીપનાં વિદેહક્ષેત્રમાં પવિત્ર પૂર્વ દિશામાં દેવનગર જેવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે, કુબેર જેવો ગુણનો ભંડાર એવો ધન નામે સાર્થવાહ છે. જે બોત્તેર કલામાં કુશલ છે. એક વખત કુટુંબ માટે જાગરણ કરે છે. ત્યારે રાત્રિના છેલ્લા પહોરે વિચાર આવ્યો કે જે માણસ ઘરમાંથી નીકળીને અનેક આશ્ચર્યથી ભરપૂર એવી પૃથ્વીને જોતો નથી તે કૂપમંડુક છે. જયાં સુધી ધૂર્તોથી વ્યાપ્ત અનેક ઘટનાથી ભરપૂર એવી પૃથ્વી માણસ વડે પવિત્ર કરાતી નથી ત્યાં સુધી તે માણસને મોજ મજા પાંડિત્ય, વાણીમાં ચતુરાઈ અનેક દેશભાષાનું જ્ઞાન અને અન્ય પણ સારું પ્રાપ્ત થતુ નથી. તેથી પૃથ્વીપીઠ જોવા હું જાઉં અને પોતાના હાથે કમાયેલા ધનથી શ્રેષ્ઠ કીર્તિ ફેલાવું. સામગ્રી તૈયાર કરાવી ઘોષણા કરાવી કે “સાર્થવાહ વસંતપુર જાય છે.” જેણે સાથે આવવું હોય તેને બધી રીતે સંભાળશે. ત્યારે ઘણા માણસો તૈયાર થઈ ગયા. ધર્મઘોષસૂરીએ જવાની ઇચ્છા હોવાથી સ્વરૂપ જાણવા સાધુને મોકલ્યા. સાધુને જોઈ સાર્થવાહે ભક્તિથી | આદરપૂર્વક આવવાનું કારણ પૂછયું, ત્યારે સાધુએ બધી વાત કરી સાર્થવાહે ખુશ થઈને કહ્યું. જો સાર્થમાં જવાની ઇચ્છા હોય તો સાર્થના પડાવમાં રહો અને મારી રાહ જુઓ. ત્યારે કોઈક સાર્થવાહને ભેટ દેવા કેરીનો થાળ ભરી ત્યાં આવ્યો. સાર્થવાહ પણ સાધુને આપવા લાગ્યો. ત્યારે સાધુએ કહ્યું મહાભાગ ! કંદમૂલ ફલવિગેરે સચિત્ત હોવાથી અમારે ના ખપે. સંક્ષેપથી કધ્ય અકથ્ય. સમજાવી સાધુ સૂરિ પાસે ગયા. સાધુએ વૃત્તાંત કહ્યો, ત્યારે ગુણના દરિયા સૂરિભગવંત પાંચસો સાધુઓ સાથે ત્યાં આવ્યા. સર્વ સાથે તૈયાર થતા પ્રસ્થાન કર્યું. બધા લોકો સુખેથી ચાલે છે. સાર્થવાહ ખામી રાખ્યા વગર બધાની સંભાળ રાખે છે. અનુક્રમે એક મોટા ભયંકર જંગલમાં આવ્યા. ત્યાં વૃક્ષઘટાથી તડકો તો સાવ ઢંકાઈ ગયો છે. વળી ભારતકથા જેમ અર્જુન, ભીમ, નકુલથી શોભિત છે, તેમ આ વન અર્જુનવૃક્ષ અને ભયંકર નોળીયાથી યુક્ત છે, જેમ સપુરુષની મૂર્તિ સુંદર ચિત્રવાળી હોય છે તેમ સુંદર ચિત્તાવાળું, ખરાબનટનું નાટક ખરાબ નાટ્યશાળાવાળું હોય છે તેમ આ મૃગલાવાળું છે. જેમ જિનાલયની ભૂમિ હરતાં ફરતાં શ્રાવકોવાળી હોય છે,
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy