SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ મૂળશુદ્ધિ ભાગ-૧ વિમાનમાં જલ્દી આવી ગયા છે. તેઓ તો સ્થલમાર્ગથી પ્રસ્થિત થયા હોવાથી થોડો કાલ પછી આવશે. અહો ! મારી પ્રિયાની કેવી વચન ચતુરાઈ છે, તેથી કુમાર ઘણો ખુશ થયો. * દરરોજ લોકો પોતાના પુત્ર માટે પૂછવા લાગ્યા, ત્યારે બાલપંડિતા નિમિત્તે આપેલા ચિંતામણી રત્નના પ્રભાવે કુમારે યક્ષને યાદ કર્યો. તેજ પળે યક્ષ હાજર થયો. યક્ષે કહ્યું કયા કારણે હું યાદ કરાયો ? કુમારે કહ્યું તમારી પુત્રીએ આપેલો જવાબ નિસ્તાર પામી શકાતો નથી. માટે તમને યાદ કર્યા છે. તો હું જલ્દી સર્વને લઈને આવું છું. યક્ષે તે પ્રમાણે કર્યું. એ પ્રમાણે આલોકમાં જ દાન ફળથી પ્રાપ્ત ચિંતામણીના પ્રભાવે સર્વ ઇચ્છા પૂરી થઈ. અને જિનસાધુ પૂજામાં તત્પર બનેલો દીનાદિને દાન આપતો સર્વ પ્રકારે પૂર્વે ચિંતવેલા પોતાના મનોરથને પૂરતો પંચ વિષયક સુખ અનુભવતો તેનો ઘણો કાલ વીતી ગયો. યોગ્ય પુત્રો થયા. એક વખત વિચરતાં શીલસાગરસૂરિ પધાર્યા. તેમને વાંદવા સ્ત્રીઓ સાથે દેવદિન્ન ગયો. વંદન કરીને શુદ્ધ ભૂમિએ બેઠો. સૂરિએ ધર્મ દેશના શરૂ કરી. સામગ્રી પ્રાપ્ત થયે છતે ધર્મમાં યત્ન કરવો જોઇએ. જો ભવ્યલોકો ! ભવરૂપી ભયંકર સમુદ્રમાં ફસાયેલા જીવોને મનુષ્યપણું, આર્યદેશ વિ.સામગ્રી સુખથી પ્રાપ્ત થતી નથી. પૂર્વનાં શુભ કર્મોથી આ સામગ્રીને પ્રાપ્ત કરી આપણે ધર્મમાં મન લગાડવું જોઈએ. તે ધર્મ બુદ્ધિશાળીઓએ બે પ્રકારનો કહ્યો છે. ત્યાં સુધી “અનંતા દુઃખો, રાગાદિની પરંપરા, કર્મની ઉત્પત્તિ, જન્મની પરંપરા, સર્વ વિડમ્બના, માણસો આગળ દીન વચનો બોલવા પડે, દુર્ગતિની પ્રાપ્તિ, રોગોનો પ્રાદુર્ભાવ અને બહુ કલેશવાળો ભયંકર સંસાર છે.” જયાં સુધી જિનેશ્વરે ભાખેલો સધર્મ જીવોએ પ્રાપ્ત કર્યો ન હોય. ત્યારે કોઈક દૈવયોગથી સદ્ધર્મ પ્રાપ્ત થાય છે. ત્યારે પાપનો નાશ કરી જીવો અનંત આનંદથી ભરેલી, સર્વ દુઃખથી રહિત એવી પરમગતિને પામે છે. (૬૪). | દીક્ષાની ભાવના થતાં દેવદિ ગુરુને કહ્યું કુટુંબને સ્વસ્થ કરી આપની પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું તું થોભીશ નહિ. “હું પણ એમજ ઈચ્છું છું” એમ કહી ઘેર જઈ મોટા પુત્ર ધનપતિને ઘરનો ભાર સોંપ્યો. જિનાલયોમાં અષ્ટાદ્વિકા મહોત્સવો કરાઈ રહ્યા છે, સાધુ સાધ્વી સમુદાયને વહોરાવી રહ્યા છે, સાધર્મિકોની ભક્તિ થઈ રહી છે. દીન, અનાથ વિ.ને દાન અપાઈ રહ્યા છે. એમ જોરદાર ઠાઠમાઠથી પત્નીઓ સાથે ગુરુ પાસે સંયમ સ્વીકાર્યો. ગુરુએ હિતશિક્ષા આપી. , ભો ! અહીં પણ પ્રશમ અમૃતને પીનારા દીક્ષિત જીવો નિબંધ સુખથી પૂર્ણ થાય છે. તે ભાગવતી દીક્ષા અત્યારે તમે પ્રાપ્ત કરી લીધી છે. હવે તો માત્ર અપ્રમત્તપણે સતત યત્ન કરવાનો છે. જે ભવસમુદ્રને પાર પામતા નથી. તે અધન્ય અધમપુરુષ છે. જે પાર પામે તે ઉત્તમ પુરુષ છે. સાધ્વીઓએ “ઇચ્છા મોડણસઠી' એમ કહ્યું ત્યારે તે સાધ્વીઓને શીલમતિ પ્રવર્તિનીને સોંપી. બન્ને પ્રકારની શિક્ષા લીધી. આયુપર્યત નિરતિચાર ચારિત્ર પાળ્યું. અનશન વિધિથી મરી બારમા દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષ પામશે. તેથી આપત્તિ પામેલા ઉપર લવણાધિપતિ સુસ્થિત દેવ પ્રસન્ન થયો, અને ગુરુનું સાન્નિધ્ય કરાવ્યું, તે સર્વ દાનનું ફળ છે.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy