SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા કહ્યું. આ ચારથી ત્રણગણા તેજવાળી હોવાથી દેખવી દુઃશક્ય છે માટે. કુમારે કહ્યું છતાં મને દેખાડ. સ્વાભાવિક સૂર્યની મૂર્તિની જેમ દુઃખે દેખી શકાય તેમ છે, તે પણ કુમાર પાસે આવતા સ્વભાવિક રૂપવાળી થઈ ગઈ, તેને દેખી સર્વ કન્યાઓને રાગ થયો. આશ્ચર્ય પામેલા યક્ષે વિચાર્યું આ આનીજ છે. માટે કન્યાઓને પૂછયું આ પતિ તમને ગમે છે. હા, તાત ! આપની મહેરબાની, મનોરથે કહ્યું અને અત્યંત ગુણવાળી પહેલી પત્ની છે. તેણીનો વિનય કરનારને જ આ પરણે છે. કન્યાઓ બોલી, મોટી બહેનનો વિનય કરવામાં શું વાંધો? યક્ષે આપી. ચંદ્રશેખરને બોલાવી ઠાઠ માઠથી વિવાહ કર્યો. યહો કન્યાઓને મહાદાન આપ્યું. ત્યારે રૈલોક્યદેવીએ કહ્યું હે તાત! મારી માતા (સોટી બહેનને) શું આપશો. ત્યારે યક્ષે મુદ્રારત્ન આપ્યું. એમાં ચિંતામણી છે. તેથી હર્ષથી તેને ગ્રહણ કર્યું. યક્ષને સન્માની ચંદ્રશેખર ગયો. તે કન્યાઓએ વિદ્યાના પ્રભાવથી વાસભવન વિદુર્યો. ત્યાં તેમની સાથે વિલાસ કરી કુમાર સુઈ ગયો, એ અરસામાં ભવિતવ્યતાના યોગે, અમારી બેન શું કરે છે... તે માટે વિદ્યાનો ઉપયોગ ર્યો. ત્યારે અવલોકિની વિદ્યાથી રૈલોક્યદેવીએ દેખ્યું કે “અવધિ પૂરો થયો પણ હજી મારો ભરથાર આવ્યો નથી. તેથી સવારે હું અનશન લઈશ. “એમ નિશ્ચય કરી મલિન પાંચ વસ્ત્રો ધારણ કરનારી કાઉસગ્નમાં રહેલી, બાલપડિતાને જોઈ. જો સવારે આર્યપુત્ર ત્યાં નહિં જાય તો આ મહાનુભાવ ચોક્કસ અનશન લેશે. એમ વિચારી યક્ષ પાસે ગઈ. સર્વ બીના કહી. યક્ષે પણ આ વાત બરાબર છે,” એમ જાણી કહ્યું કે હે વત્સ ! તું જલ્દી જ સવાર થવા આવી છે. પોતાનો નોકર ધરણીધર નામનો યક્ષ તેમની સહાયમાં આવ્યો તેણે પણ મહાવિમાન વિકવ્યું. તેમા રત્ન, મણિ, મોતી, વિદ્યુમ, સોનું વિગેરે ભર્યું અને સુતેલાજ કુમારને વિમાનમાં ચઢાવ્યો. પરિવાર સાથે તે કન્યાઓ પણ ચઢી. ધરણીધરે આંગલીથી ધારી વિમાનને ઉપાડ્યું તે વેગથી જવા લાગ્યું. ત્યારે ઘૂઘરીના અવાજથી કુમાર જાગી ગયો, આ શું? એમ કૈલોક્યસુંદરીને પૂછયું તેણીએ પણ સર્વ હકીકત જણાવી. ત્યારે ગામ નગરાદિ દેખતો જલ્દી પોતાના નગર પહોંચ્યો. સાધ્વીના વસતિમાં કાઉસગ્નમાં રહેલી બાલપડિતાને જોઈ. રૈલોક્યદેવીએ તેની ઉપર દેવદૂષ્ય વસ નાંખ્યું ત્યારે સંભ્રમથી કાઉસગ્ગ પાલી ઉપર જોયું વિમાન દેખી સંભ્રમથી અંદર ચાલી ગઈ. આ શું છે? એમ સાધ્વીઓને પૂછ્યું. સાધ્વીઓએ કહ્યું તારા તપપ્રભાવે દેવ આવ્યો લાગે છે. એટલામાં વિમાન નીચે ઉતર્યું અને સૂરજ ઉગ્યો. વિમાનમાંથી નીચે ઉતરી નિસીપી કહી ઉપાશ્રયમાં પેસી સાધ્વીઓને કન્યાઓએ પ્રણામ કર્યા. અને બાલપંડિતા પોતાના પતિને દેખી સંભ્રમથી ઉભી થઈ, સામે આવી કુમારે તે કન્યાઓને બાલપંડિતાના પગમાં પાડી. તે સાંભળી રાજાદિનગરજનો, માં બાપ વિ. સ્વજનવર્ગ ત્યાં આવ્યો. ત્યારપછી ધરણીધરને જવાની રજા આપી. દેવદિની સર્વ દ્રવ્ય લઈ મહાવૈભવથી પોતાના ઘેર ગયો. વધામણી શરુ થઈ. વણિકપુત્રોના પરિવારે કુમારને તેમનો વૃત્તાંત પુછયો, ત્યારે કુમાર કાંઈ ઉત્તર આપતો નથી. તેટલામાં વિદ્યા પ્રભાવથી વાસ્તવિકતાં જાણી રસમાં ભંગ ન પડે તે માટે તૈલોક્યદેવીએ ઉત્તર આપ્યો કે આર્યપુત્ર
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy