________________
૭૧
મૂળશુદ્ધિ ભાગ-૧
દેવધર કથા થતું નથી. તે ધૂળ સમાન છે.
તેથી મૂચ્છથી સંગ્રહી રાખવાથી શું ફાયદો ? તેણે પણ કહ્યું આ પરિસ્થિતિમાં ક્યો ઉપાય છે ? રાજશ્રીએ કહ્યું શેઠપુત્રી કમલશ્રીને પરણો. જેથી સર્વ કામ થઈ જશે. તેને કહ્યું મારે તને મૂકીને અન્યની જરૂર નથી. રાજશ્રી બોલી હે નાથ ! ગુણ દોષની વિચારણામાં જે ઘણાં ગુણવાળુ હોય તે કરવું જ જોઈએ.જો તારો આવો આગ્રહ હોય તો કહો, તે ક્યા ઉપાયથી મેળવવી ? રાજશ્રી બોલી તમારે તો તે પરિચિત જ છે. માટે ફળ વિ. થી ખુશ કરો. હું પણ વિભૂષાથી રાજી કરીશ જેથી કહ્યુ છે કે –
અન્નપાનથી છોકરીને, વિભૂષાથી યુવતિને, વેશ્યાને ઉપચારથી વૃદ્ધાને સેવાથી વશકરવી, અને કમલશ્રી બાલા અને યૌવનના મળે છે, માટે આવી રીતે જ વશ થશે. તે સારું કહ્યું - એપ્રમાણે અંગીકાર કરીને દેવધર તેણીને ફળ વિ. આપવા લાગ્યો. તેથી દેવધરની પાછળ પાછળ તેનાં ઘેર જાય છે. અને રાજશ્રી દરરોજ તેને વિભૂષિત કરે છે. - શણગારે છે સુંદર ઢબથી મેકઅપ કરી આપે છે.
ઘેર ગયેલી એવી તેણીને (કામશ્રીને) માતાએ પૂછયું ? તને ફલ વિ. કોણ આપે છે ? તને કોણ વિભૂષિત કરે છે ? દેવધર ફળાદિ આપે છે અને બાઈ રાજશ્રી વિભૂષિત કરે છે. આ દેવધર અને બાઈ કોણ છે ? એક વખત દેવધર સાથે આવતી પુત્રીને દેખી તેની માતા બોલી હે બેટી ! તું તો આખો દિવસ આની પાછળજ પડેલી દેખાય છે. તો શું તું આની સાથે લગ્ન કરવાની છે? તે બોલી એમાં કોઈ સંદેહ નથી. જો મને તું બીજાને આપીશ તો હું આપઘાત કરીશ.
માતાએ કહ્યું ગાંડી ! તેને તો બીજી ઘરવાળી છે, તે બોલી તે તો મારી બહેન છે. આના સિવાય મારે પૈસાદાર વર પણ ન જોઈએ. પુત્રીનો આગ્રહ જાણી શેઠે પણ હા પાડી કારણ કે દેવધર ગુણોમાં અજોડ છે. તેનું દારિદ્ર દૂર કરવામાં હું સાથ આપીશ. પણ આની સ્ત્રીને પ્રાર્થના કરું, સંપદાએ તહત્તિ કહી વાત સ્વીકારી. શેઠે દેવધરને ફરમાવ્યુ તારી પત્ની અમને દેખાડ. દેવધરે કહ્યું જેવી પિતાશ્રીની આજ્ઞા અને રાજશ્રીને બુમ પાડી અને તે આવી શેઠના ચરણે પડી. તું “અખંડ સૌભાગ્યવતી થા” એમ બોલી પોતાના ખોળામાં બેસાડી, બધી નારીઓ કરતા વધારે રૂપાદિની શોભા દેખી ધન શેઠ વિચારવા લાગ્યા....
ભારે અનુરાગમાં રક્ત, અનુપમ દેહવાળી એવી આ રાજશ્રીના સર્વ અંગને ભેટનારો તે દેવધર મારી પુત્રીને ક્યાંથી ઇચ્છવાનો હતો ? લાવણ્યની તલાવડી એવી આની સાથે જ રોજ રમે છે, તે દેવધર મારી પુત્રી રૂપાળી હોવા છતાં પણ ક્યાંથી તેણીને જોડે રમવાનો. આ પ્રતિકૂલ થાય તો મારી પુત્રી વિષયસુખ ક્યાંથી ભોગવવાની, મારી પુત્રી સાવ ગાંડી છે, જે આણીના પતિમાં મુગ્ધ (રાગી) બની છે. આનાથી શું? આમ વિચારવાથી શું થવાનું ? પહેલા એણીનો ભાવ તો પરખું પછી યથાયોગ્ય કરીશ. એમ વિચારી રાજશ્રીને કહ્યું બેટી ! મારી પુત્રીને તારા