________________
૧૭૨
મૂળશુદ્ધિ ભાગ-૧
ધણી ઉપર ઘણોજ રાગ છે. તેથી જો તને “અસંતોષ ન થાય તો આપું” રાજશ્રી બોલી બાપુજી મને તો ઘણો હરખ થશે. તેથી પિતાજી આપ મારી બહેનના મનના કોડ પૂરો. શેઠ બોલ્યા આમ છે, તો આ કમલશ્રી તારા ખોળામાં મૂકી. હવે તુંજ સંભાળ -
રાજશ્રી બોલી આપનો ખુબ ખુબ આભાર, શેઠે દેવધરને કહ્યું - તારા ઉપર રાગવાળી આણીનો હાથ ગ્રહણ કર. “જેવી પિતાશ્રીની આજ્ઞા' એમ કહી સ્વીકૃતિ આપી. શેઠે ભારે ઠાઠમાઠથી લગ્ન કરાવ્યા. રાજશ્રી અને કમલશ્રીને સરખા આભરણો વિ. આપ્યા. જમાઈ પાસે મોટો ધંધો કરાવ્યો. ઘણું ધન ઉપાર્જન કર્યું. પૂર્વે પ્રાપ્ત થયેલુ ધન જિનાલય વિ. માં વાપરવા લાગ્યો.
આ બાજુ લગ્ન દિવસે આમંત્રિત કમલશ્રીની બેનપણી મતિ સાગરમંત્રીની પુત્રી પાશ્રીએ દેવધરને દેખી બેનપણીની આગળ પ્રતિજ્ઞા કરી કે હે હલા ! જો ભાગ્ય યોગે દેવધર મને પરણે તો ભોગ ભોગવીશ, નહિ તો આ જન્મમાં મારે નિયમ સમજ. તેવી પ્રતિજ્ઞા સાંભળી બેનપણીઓએ તેની માતા પ્રિયંગુસુંદરીને વાત કરી અને તેણીએ મતિસાગર મંત્રીને વાત કરી. . તેણે પણ શેઠને બોલાવી દેવધરને ગૌરવપૂર્વક પદ્મશ્રી આપી. મોટા ઠાઠથી લગ્ન કરાવ્યા. મંત્રીએ ત્રણેને સરખા ઘરેણા વિ. આપ્યા, ત્યાર પછી મંત્રી રાજાને પ્રણામ કરાવા સારુ વહુવરને લઈ ગયો. રાજાએ સન્માન કરી ઉત્તમ આસન આપ્યું.
દેવધરનું રૂપ દેખી રાજાનું મન હરખાયું, એટલામાં એણીનો વર લાવવાનો સમય થઈ ગયો છે, એ જણાવવા માટે ઘરેણાથી સજાવી, રાજાને નમસ્કાર કરવા કીર્તિમતી રાણીએ પુત્રી દેવશ્રીને મોકલી. રાજાએ ખોળામાં બેસાડી તેણીના યોગ્ય વર માટે રાજા મનમાં વિચારે છે. તેટલામાં ભારે અનુરાગના વશ થઈ ડોલતા તારલાવાળી તથા કટાક્ષવાળી આંખોથી વારંવાર દેવધરને નિરખતી પુત્રીને રાજાએ જોઈ. તેથી રાજાએ વિચાર્યું. “આ આની ઉપર અત્યંત અનુરાગવાળી દેખાય છે. અને આ દેવધર રૂપાદિ ગુણ વડે શ્રેષ્ઠ છે. આ બિચારી ઇચ્છિત વર મેળવીને સુખ ભોગવે” એમ વિચારી રાજાએ મતિસાગરને કહ્યું આ દેવશ્રી ગુણરત્નના દરિયાં એવાં તમારા જમાઈને આપી. મસ્ત્રીએ કહ્યું મોટી મહેરબાની, તેથી મોટા વિસ્તારપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું, ચારેને ઘરેણાં વિગેરે આપ્યા અને નરકેસરી શત્રુ રાજાની સીમા સંધીનો પ્રધાન દેશ આપ્યો. ત્યાં તેના વિષે દેવધરે પોતાના મહંતો - પ્રતિનિધિઓ ગોઠવી દીધા. અને પોતે રાજાએ આપેલા સર્વ સામગ્રીથી પૂર્ણ સાતમાળના મહેલમાં રહેલો પત્નીઓ સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ અનુભવતો કાલ પસાર કરે છે.
આ બાજુ નરકેસરી રાજાએ સાંભળ્યું કે મારી સંધિનો-સીમાડોનો દેશ પોતાના જમાઈ એક વાણીયાને આપી દીધો છે. ત્યારે ક્રોધાગ્નિની ભડભડતી જવાલાથી ભયંકર મોઢાવાળો નરકેસરી રાજા પોતાના પરિજનને કહેવા લાગ્યો. જુઓ તો ખરા... ભામંડલ રાજાની આપણાં ઉપર કેવી તિરસ્કાર બુદ્ધિ છે. જેણે આપણા સંધિપાલક તરીકે ભિલ્લને સ્થાપ્યો છે. તેથી તે દેશને લુંટી કાઢો, જેથી ફરીવાર આવું ન કરે. બોલતાની સાથે આખોય દેવધરનો દેશ લુંટી કાઢ્યો