SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્ર.) “ભાયવ્યું" એનો બે વાર પ્રયોગ કેમ કર્યો. ? ઉત્તર→ શ્લોક જુદા જુદા હોવાથી. પૂર્વાર્ધ કહ્યું હવે ઉત્તરાર્ધ કહે છે, મન વિનયને અર્ધશ્લોકથી કહે છે. ૧૪૯ दुट्टट्ठ चित्तं निरुभेत्ता उदीरे कुसलं मणं ॥७८उ० ॥ આર્નરૌદ્ર ધ્યાનથી મનને રોકી ધર્મ ધ્યાનમાં મનને જોડવું જોઈએ. જે કારણે કહ્યું છે કે... આ સુંદર ચિત્તરૂપી રત્નની તું રક્ષા કર. કારણ કે આ શ્રેષ્ઠ અભ્યન્તર ધન છે. ધર્મ અધર્મ, સુખ, દુ:ખ બધા આના આધારે રહેલા છે. જ્યારે આ નિઃસ્પૃહ થઈ બાહ્યભ્રમને છોડી સ્થિર બને ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ભક્ત બની સ્તુતિ કરનાર અને ક્રોધે ભરાઈ નિંદાકરનાર આ બંને સામે આવે ત્યારે સમભાવવાળું ચિત્ત બનશે, તો તને પરમ સુખ મળશે. સ્નેહ સભર સ્વજન અને અપકારી શત્રુઓ ઉપર તુલ્યભાવ જાગશે, ત્યારે પરમસુખ થશે. શબ્દાદિ ઈન્દ્રિયોનાં શુભ-અશુભ વિષયોમાં મનની રેખા ન ફરે ત્યારે પરમ સુખ થશે. ગોશીર્ષ ચંદનનો લેપ કરનાર અને કરવતથી કાપનાર ઉપર ભેદભાવ નહિ રહે ત્યારે પરમસુખ. પાણી સમા સંસારી પદાર્થોથી ચિત્તકમલ નિર્લેપ બનશે ત્યારે પરમસુખ, સ્ત્રીઓનાં ઉત્તમ લાવણ્યથી મનોહર અંગો દેખાયે છતે ચિત્ત નિર્વિકારી રહેશે ત્યારે પરમસુખ થશે. અતુલ સત્ત્વ દ્વારા અર્થકામથી ચિત્ત હરીને-દૂર હટાવીને ધર્મમાં રત બનશે ત્યારે પરમસુખ. રાજસિક, તામસ ગુણોથી મુક્ત બનેલ ચિત્ત સ્થિર સમુદ્ર સમાન તરંગ વગરનું બનશે ત્યારે પરમસુખ થશે. (તરંગ – નવી અસાર કલ્પનાઓ કરવી.) મૈત્રી કારૂણ્ય માધ્યસ્થ અને પ્રમોદ ભાવનાથી ઉદાર બનેલું મન જ્યારે માત્ર મોક્ષના લક્ષ્યવાળું બનશે ત્યારે પરમ સુખ થશે. છેલ્લે ફરીથી મન શબ્દનું ગ્રહણ દુષ્ટ અદુષ્ટ એમ બે પ્રકારનું મન છે. તેનું સૂચન કરવા સારુ કર્યું છે. ૭૮॥ ઈતિ ઉત્તરાર્ધ હવે બાકીના કૃત્યનું પ્રતિપાદન કરવા માટે ૬ શ્લોક કહે છે :जहा जहा महाणम्मि आढिया होंति साहुणो । सव्वं सव्वपयत्तेण कुज्जा कायव्वयं तहा ॥ ७९ ॥ જે રીતે સાધુઓ મહાજનને વિષે આદરવાળા થાય, તે રીતે સર્વ પ્રયત્નથી કરવું જોઈએ. એટલે કે “મહાજન વર્ગ વ્યવહારુ છે” એવું સાધુને લાગે. गुणा बहुमाणं वण्णवायं वए फुडं । जहा गुणाणुरागेण लोगो मग्गं पवज्जई ॥८०॥
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy