SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ક્ષમાદિ ગુણોની બહુમાન પૂર્વક સ્પષ્ટ એ રીતે પ્રશંસા કરવી જોઈએ કે ` જેથી ગુણાનુરાગથી લોકો માર્ગને (જ્ઞાનાદિને) સ્વીકારે. ૧૫૦ સાધુઓનું દર્શન શ્રેષ્ઠ છે. સાધુઓ તીર્થ રૂપે છે. તીર્થ લાંબાકાલે પાવન બનાવે છે. જ્યારે સાધુ સમાગમ જલ્દી તારે છે. સાધુના દર્શન વંદનથી પાપો નાશ પામે છે. પદાર્થ વિશેની શંકા ટળે છે.પ્રાસુક દાન દેવાથી નિર્જરા થાય છે. જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞમતમાં જે પરિશુદ્ધ શુભ જ્ઞાનની (સુખની) ગતિ (પ્રાપ્તિ) થાય છે. તેજ બોધિનું બીજ (કારણ) છે, જેમ રોહિÂય ચોરને થયું. अहापवत्तसुद्धाणं संताणं फासूयाण य । एसणिज्जाण कप्पाणं तिहा वि विहिणा सयं ॥ ८१ ॥ પોતાના માટે તૈયાર કરેલ તેમજ નીતિથી મેળવેલા ધનથી બનાવેલ તથા ઘરમાં રહેલું અશનાદિ હોય, જીવ વગરનું, બેતાલીશ દોષથી શુદ્ધ હોય તેમજ સાધુને કલ્પ્ય હોય તેનું જાતે જ ત્રણ કરણની શુદ્ધિપૂર્વક દાન કરે. સ્વયં - પોતાના હાથે જે દાન આપ્યું હોય તેજ ધનવાનનું ખરેખર ધન છે. “માટે જાતે જ સાધુ મહારાજને વહોરાવું જોઈએ.” સતાં= ઘરે રહેલું જ આપવું, અન્યથા ગામમાં પધારેલ - ભાઈ મહારાજ માટે ગરીબ બહેન શેઠપાસે એક પલ તેલ પ્રતિદાનથી (ઉછીનું) લાવે છે. પણ પાછું આપવાની શક્તિ ન હોવાથી પલ પ્રમાણનું તેલ આટલું વધી ગયું કે તેણીને શેઠના ઘેર નોકરાણી થવું પડ્યું. આવી રીતે દોષનો સંભવ હોવાથી ઉછીનું લાવી સાધુને ન વહોરાવવું. काले पत्ताण पत्ताणं धम्मसद्धा- कमाइणा । असणाईण दव्वाणं दाणं सव्वत्थसाहणं ॥८२॥ પ્રાપ્તાનાં- અવસરે ઘર આંગણે પધારેલા વિશિષ્ટ ગુણવાળા સાધુ ભગવંતોને ધર્મશ્રદ્ધા અને તે તે દેશમાં પ્રસિદ્ધ વસ્તુઓના ક્રમથી, આદિ શબ્દથી સત્કાર સન્માન સાથે (એટલે તે દેશમાં જે ઉત્તમદ્રવ્ય તરીકે પ્રસિદ્ધ હોય તે પહેલા લે પછી તેનાથી ઉતરતા દ્રવ્ય લેવા) અશનાદિ દ્રવ્યોનું કરેલું દાન સર્વ સિદ્ધિદાયક બને છે. અવસરે આપેલું ઘણાં ફળવાળું બને છે. કાળે આપેલ પદાર્થનું મોલ કરી શકાય તેમ નથી. અકાલે આપેલા તેનું (ભોજનનું) સાધુઓ ગ્રહણ કરે છતાં તેવું ફળ મળતું નથી.(૨૬૯) કહ્યું છે કે - પત્તાણું - સુપાત્રાણમ્ - વેચવું ખરીદવું વિગેરે આરંભ ક્રિયાથી નિવૃત્ત થયેલ તેમજ બીજા પાસે આરંભ નહિં કરાવનાર ધર્મમાં પરોવેલા મનવાળાને ધર્માર્થી ગૃહસ્થે દાન આપવું જોઈએ. ધમ્મસદ્ધા – વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી ‘અસણાઈણ' – કહ્યું છે શ્રાવકોએ અશન - ખાદિમ - સ્વાદિમં - પાન, યતિજનને હિતકારી એવા વસ્ત્ર – પાત્ર કાંબલી ઓઘો, વસતિ, પાટ ચારિત્રના વૃદ્ધિકારી અન્ય દ્રવ્યો પ્રીતિથી સાધુને વહોરાવવા, આવા ગુણવાળી વસ્તુ વહોરાવનારા ધન્ય છે. કહ્યું છે પ્રાયઃ શુભ મન વચન કાયાના ઉપયોગ સાથે “કરવું કરાવવું અનુમોદવું” ત્રણરૂપે
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy