SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મૂળશુદ્ધિ ભાગ-૧ સ્કંધ નિકલે છે, તેમાંથી શાખાઓ પ્રગટે છે તેમાંથી ઉપશાખા પણ ઉગે તેના પછી ફૂલ ફળ અને રસ ઉપજે છે. એમ ધર્મનું મૂળ વિનય છે. જેનાથી શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ કીર્તિ અને શ્રુત હાથમાં આવે છે. એટલે જિનધર્મ દુર્લભ વસ્તુ છે, તેની પ્રાપ્તિનો ઉપાય છે સાધુ સેવા માટે એવું વિધાન કરવામાં આવ્યું છે. कायव्वं ताव दिट्ठाणं अब्भुट्ठाणं ससंभमं । अंजलीपग्गहो सम्म, आसणस्स पणामणं ॥७४॥ आसणाभिग्गहो चेव, विहाणेण य वंदणं । ठाणट्ठियाण कालम्मि भत्तीए पज्जुवासणा ॥५॥ इंताणं सम्मुहं जाणं, गच्छंताणं अणुव्वए । काएणं अट्ठहा एसो विणओ ओवयारिओ ॥७॥ કાય, વચન, મનનાં ભેદથી વિનય ત્રણ પ્રકારે છે. મુનિજનોને દેખતા જ અતિઆદરથી સંભ્રમપૂર્વક ઉભા થવુ. ૧. હાથ જોડવા. ૨. આસન આપવું ૩. આસન આપવાનો અભિગ્રહ લેવો. ૪. વિધિપૂર્વકદ્વાદશાવર્ત વંદન કરવું. ૫. બે અવનત એક યથાજાત, બાર આવર્ત, ચાર શીર્ષાવંદન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ એકવાર નીકળવું. આ પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ કૃતિકર્મ (વંદન) થાય છે. જે આ પચ્ચીશમાંથી એક પણ આવશ્યક ને વિરાવે છે તે વંદન કરવા છતાં નિર્જરાનો ભાગી બનતો નથી. ગુરુને જે આવશ્યકથી પરિશુદ્ધ વંદન કરે છે તે જલ્દીથી નિર્વાણ નહિ તો વૈમાનિક દેવ તો થાય જ. મકાનમાં રહેલાં મુનિઓ પાસે યોગ્ય સમયે બેસવું ભક્તિથી સેવા કરવી (૬) આવતાં હોય ત્યારે સામે જવું. (૭) અને જતા હોય ત્યારે વળાવા જવું (૮) આ કાયાથી ઔપચારિક આઠ પ્રકારનો વિનય કહ્યો II૭૪ હવે વચન વિનયનું પ્રતિપાદન કરવા સારુ દોઢ ગાથા કહે છે. भासियव्वं हियं वक जं परिणामसुंदर । मियं थेवेहिं वण्णेहिं सहावमहुरं तहा ॥७७॥ पुव्वं बुद्धीए पेहेत्ता भासियव्यं सुहासियं ॥७५पू०॥ હિતકારી વાક્ય બોલવું જોઈએ. જે પરિણામે સુંદર થોડા અક્ષરવાળું અને સ્વભાવથી સુંદર હોવું જોઈએ. તથા બોલતા પહેલા બુદ્ધિથી વિચારી નિર્દોષ વચન બોલવું. કહ્યું છે કે, બુદ્ધિથી જોઈ ઉભય લોકમાં નિર્દોષ વચન બોલવું કે જે સ્વ-પરને ક્યારેય પીડા ના ઉપજાવે, એટલે કે હું જે બોલી રહ્યો છું તેનાથી હલકી - લઘુતા નહીં થાય ને, અને પરભવમાં આત્મા દુઃખી નહીં બને ને એવો વિચાર કરી પછી બોલવું. ll૭૮૭૮
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy