SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ જલથી તે તાપને દુર કરો. ઘણુ શું કહીએ હે કરુણાનાં સાગર ! અમારા ઉપર કરુણા કરી પાપને હરનારા તમારા ચરણ કમળનાં વંદનનો લાભ આપો. (૬૯), ત્યારે કાલકસૂરિ શકરાજાને સ્વરૂપ જણાવી ભરૂચ ગયા. મોટા આંડબર થી પ્રવેશ કરાવી ભાવથી બલમિત્ર ઈત્યાદિએ વંદન કર્યું. અને સૂરિપુરંદરે ભવ નિર્વેદ જગાડનારી દેશના આપી. તુચ્છ ધાન્યનાં ઢગલા/ફોતરાં જેવો સંસાર અસાર છે. વિજળી જેવી લક્ષ્મી ચંચલછે. તારુણ્ય ઊંધા રસ્તે જનારનું વોળાવું કરનાર છે. ભોગ ઉપભોગ દારુણ દુઃખ દેનારાં રોગસમાં છે. ધન માનસિક અને શારીરિક ખેદનું કારણ છે. ઈષ્ટજનનો સંયોગ મહાશોક કરાવનાર છે. અને આયુનાં દળિયાં ક્ષણે ક્ષણે ક્ષય પામે છે. આવી પરિસ્થિતિ હોવાથી તે ભવ્ય જીવો ! ઉત્તમ કુલાદિયુક્ત મનુષ્યભવ પ્રાપ્ત કરી પ્રમાદ કરવો ન જોઈએ. સર્વ સંગનો ત્યાગ કરવો. દેવાધિદેવને વાંદવા, સુગુરુને સેવવાં, સુપાત્રમાં દાન આપવું, નિદાન ન કરવું, પંચ નમસ્કાર ગણવા, જિનાલયમાં પૂજા સત્કાર કરવો. બાર ભાવનાઓ ભાવવી, પ્રવચન નિંદા દૂર કરવી, સુગર પાસે દુષ્કાર્યની આલોચના કરવી, બધા પ્રાણિઓ સાથે ક્ષમા કરવી, પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, મનથી ખરાબ ચિંતવવું નહિ, યથાશક્તિ તપ ચારિત્ર (પૌષધવિ.) કરતા રહેવું, દુર્દાત ઇંદ્રિયોનું દમન કરવું, શુભ ધ્યાન ધરવું, એમ કરવાથી સંસાર ધારા ટૂટશે અને થોડા જ કાલમાં મોક્ષ મળશે. આ સાંભળી બલભાનુને દીક્ષાનાં ભાવ જાગ્યા. તેથી મસ્તકે હાથ જોડી વિનવવા લાગ્યો. હે નાથ ! દુઃખી એવાં મને સંસાર કારાવાસથી બહાર કાઢો. ઉત્તમ પુરુષ દ્વારા લેવાયેલી દીક્ષા માટે યોગ્ય હોઉં તો સંસારથી ડરેલા મને દીક્ષા આપો. આપ મોડું ના કરો. કુમારનો નિશ્ચય જાણી સ્વજનોને પૂછી તે જ ઘડીએ દીક્ષા આપી. રાજા વિ. પર્ષદા આચાર્ય મ. સા.ને નમીને ઘરે ગયા. સાધુઓ પોતાનાં અનુષ્ઠાનમાં રત રહેતાં અને રાજાને દરરોજ ભક્તિભાવથી સૂરીશ્વરને નમસ્કાર કરતા જોઈ નગરવાસીઓ જિનધર્મથી ભાવિત બન્યા. “જેવો રાજા તેવી પ્રજા' આ કહેવત સાચી ઠરી, પણ તેવું નગર દેખી દુભાયેલા મનવાળાં રાજપુરોહિતે રાજાની આગળ તે સૂરીશ્વરની હયાતીમાં જ કહ્યું કે હે દેવ ! બાહ્ય આડંબરમાં હોંશીયાર અપવિત્ર આ પાખંડીઓથી શું વળવાનું ? આ સાંભળી સૂરિએ અનેક યુક્તિથી પુરોહિતને નિરુત્તર કરી દીધો. ત્યારે અનુકૂલ વચનોથી રાજાને ભંભેરવાનું શરું કર્યું. એ (સૂરિ સાધુ) મહાતપસ્વી છે. સર્વગુણોનું ઘર, મહાસત્ત્વશાળી, દેવ દાનવોથી પણ પૂજાયેલાં, ત્રિભુવનમાં પણ ગૌરવશાલી છે. તેથી હે રાજન્ ! જે માર્ગે આ સાધુ ભગવંતો ચાલે તે માર્ગમાં તમારે ચલાય નહિ. કારણ કે એમનાં પગલાં ન ઉલ્લંઘાય, તેમાં મોટી આશાતના લાગે, દુર્ગતિ થાય તેથી ગુરુને વિદાય કરો. " આ વચનોથી ભમરાઈ જવાનાં કારણે રાજાને તે પુરોહિતની વાત સાચી લાગી ગઈ. પણ કેવી રીતે એમને વિદાય કરવા? પુરોહિત - અષણા કરાવો. પુરોહિતનાં કહેવા પ્રમાણે નગરમાં અનેષણા ફેલાવી નગરજનો પણ “આધાકર્મ વિ. થી વધારે લાભ થાય છે” એમ માની
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy