________________
મૂળશુદ્ધિ ભાગ-૧ કાલભાચાર્ય કથા
૧૩. લોકો દોષિત ભક્ત પાન બનાવા લાગ્યા.
એવું અપૂર્વ કરતા દેખી સાધુઓએ ગુરુને વાત કરી અને તપાસ કરતાં રાજાનો અભિપ્રાય જાણી પર્યુષણ પહેલાં જ મહારાષ્ટ્ર દેશમાં ભૂષણ સમાન પ્રતિષ્ઠાન નગર ભણી વિહાર કર્યો અને ત્યાં જણાવ્યું કે અમે ન આવીએ ત્યાં સુધી પર્યુષણ કરતાં નહિ. ત્યાં વળી પરમ શ્રાવક શાતવાહન રાજા છે. તે સૂરિને આવતાં જાણી વાદળાં ના આગમનની ઉત્કંઠા રાખતો મોર જેમ વાદળા આવતા હર્ષઘેલો બને તેમ તે ઘણો જ હર્ષ પામ્યો. અનુક્રમે આચાર્યશ્રી ત્યાં આવતાં સપરિવાર ચતુર્વિધ સંઘ સાથે સામે આવ્યો. અને ભાવપૂર્વક વંદન કર્યું. અને સ્તુતિ કરતાં બોલ્યો કે... “ભવ્યકમલોને બોધ પમાડનાર ! મોહ અંધકારના પ્રસારને દૂર કરવામાં સૂર્યસમાન ! અભિમાનનાં શિખરે નર્તન કરનાર પરવાદી રૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહસમાન ! નમતાં રાજાઓનાં મુગુટમણિઓના કિરણોથી જેમનાં ચરણ કમલ ચમકી રહ્યા છે. જિનશાસનની ઉન્નતિ કરવામાં મશગૂલ બનેલાં, કલિયુગના કલેક રૂપ મલને દૂર કરવા માટે પાણી સમાન! વર્તમાન શ્રત દરિયાનો પાર પામેલા ! ફેલાતા/આત્મા તરફ સરકતાં દર્પકંદર્પ રૂપી સાપનું શિર છેદવામાં તીક્ષ્ણ કુહાડી સમાન ! સર્વગુણોનાં નિવાસ સ્થાન ! કરુણામાં તત્પર ! શ્રેષ્ઠ ચારિત્રવાળાં યુદ્ધ વગરના ! સજજનો જેમનું નામ લે છે, એવાં પુરુષોત્તમ ! હે મુનિનાથ ! આપને મારા પ્રણામ! (૮૩)
એમ રાજાએ સ્તુતિ કરી. આચાર્ય ભગવંતે પણ રાજાને ધર્મલાભ આપતાં કહ્યું કે,
“કલિકાલની કાલિમાના ઘેરા (ગાઢ) પડને ધોવા માટે અનુપમ પાણીનાં ધોધ સમો, સઘળાય દુઃખોના પર્વત સમૂહને પીસી નાંખવા સારુ ઈન્દ્રનાં વજસમાન, ચિંતામણી, કલ્પવૃક્ષ, કામઘટ, કામધેનું, વિ. થી અધિક માહાસ્યવાળો, ભવસમુદ્ર તરવા માટે જહાજ સમો, સ્વર્ગ અને મોક્ષ માટે અડચણભૂત નરક રૂપી ભૂગલને ભાંગવા માટે ઘણ સરખો તેમજ જિનેન્દ્ર અને ગણધરે ઉચ્ચારેલો એવો ધર્મલાભ હે રાજનું ! તને હો !
* ધામધૂમથી સામૈયું કરી નગર પ્રવેશ કરાવ્યો. બધા જિનાલયો વાંદી સાધુ યોગ્ય વસતિમાં વસ્યા. દરરોજ શ્રમણ સંઘથી બહુમાન અને શાતવાહન રાજાથી સન્માન પામતાં વિદ્વાન વર્ગથી સેવાતાં, સર્વજનોથી વંદન કરાતાં, ભવ્ય જીવોને બોધ પમાડવામાં તત્પર બનેલાં આચાર્યશ્રીને પર્યુષણનો સમય આવ્યો.
રાજા વડે આચાર્ય મ.સા.ને વિનંતી કરાઈ કે આ મહારાષ્ટ્ર દેશમાં ભાદરવા સુદ પાંચમે ઈન્દ્ર યાત્રા છે, તેથી મારે લોકને અનુસરવું પડે તેનાં લીધે વ્યાકુલતાનાં-કાર્યમાં વ્યસ્ત રહેવાના કારણે જિનપૂજા વિ. થઈ શકે નહિ તેથી કૃપા કરી છઠની પર્યુષણા રાખો.
સૂરી બોલ્યા - “મેરુ ચુલા ચાલે, સૂરજ પશ્ચિમમાં ઉગે, તો પણ પર્યુષણા પાંચમની રાતને ઓળંગે નહિ
આગમમાં કહ્યું છે કે – મહાવીર પ્રભુએ વર્ષાકાલનાં એક મહીનાને વીસ દિવસ ગયે છતે પજુસણ કરેલ. તેજ પ્રમાણે ગણધરો પણ, જેમ ગણધરો તેમ તેમના શિષ્યો પણ, તેમની જેમ અમારા ગુરુ પણ અમારા ગુરુની જેમ અમે પણ વર્ષાકાલમાં પર્યુષણા કરીએ છીએ પણ તે રાત્રિને