SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલભાચાર્ય કથા ૧ ૩ ૧ શ્રી શ્રમણ સંઘની આશાતનાં વિ.થી જીવો જે દુઃખ પામે છે તે કહેવા કેવલી ભગવંત જ સમર્થ છે. જેણે મોટું પાપ કર્યું હોય, સંઘનું માને નહિ તેની સાથે અમારે વાત પણ ન કરાય. છતાં પણ ઘણાં પાપના ભારથી આક્રાન્ત દુઃખાગ્નિની ભયંકર જવાલાથી બળતાં તને દેખી કરુણાથી હું કહું છું કે તું નિંદા અને ગર્તાપૂર્વક આલોચના કરી પ્રાયશ્ચિત્ત કર, જેથી દુષ્કરતપ ચારિત્રમાં રક્ત બની હજી પણ દુઃખ સમુદ્રથી તરી જઈશ. એમ કરુણાથી કહેવા છતાં અતિ સંકલિષ્ટ કર્મનાં લીધે ચિત્તમાં વધારે દુભાયો. તે દેખી સૂરીએ કહ્યું એક વાર છોડી દઉં છું અને આ દેશથી નીકળી જા. સૂરિનું વચન સાંભળી તે રાજાઓએ દેશથી તેને કાઢી મૂક્યો અને દુખી ને દીન બનેલો ભમવા લાગ્યો. મરીને તે કર્મનાં કારણે અનંતકાલ ભમશે. ત્યાર પછી સૂરિનાં સેવાકારી શાહીને મહારાજપદે સ્થાપી શેષ શાહીઓ સામંત તરીકે રાજય સુખ ભોગવવા લાગ્યા. શકકુલથી આવેલાં હોવાથી શક કહેવાયા. એ પ્રમાણે શક સપનો વંશ ઉત્પન્ન થયો. - સૂરીશ્વરજીના ચરણ કમલમાં ભ્રમરની જેમ લીલા કરતા તથા જિનશાસનની ઉન્નતિ કરવામાં તત્પર બની કાલ પસાર કરવા લાગ્યા. (૫૭) કાલ જતાં શક કુલ નો નાશ કરી વિક્રમાદિત્ય નામે માલવ રાજા થયો. (જે ગર્દભિલ્લમો જ પુત્ર હતો.) વિસ્મયકારી આચરણથી ચારે તરફ કીર્તિ ધ્વજ ફેલાયો. જેને પરાક્રમથી ઘણાં રાજાઓને આક્રાન્ત કરી દીધાં. પોતાનાં સત્ત્વથી યક્ષને આરાધી ત્રણ વરદાન પ્રાપ્ત કર્યા. જેના દ્વારા શત્રુ મિત્રનો ભેદભાવ કર્યા વગર દાન ગંગાનો ધોધ વહેતો કર્યો. પુષ્કલદાન પ્રવાહથી પૃથ્વીનાં સઘળાં માણસોને ઋણ વગરનાં કરી પોતાનો સંવત પ્રવર્તાવ્યો. તેનો વંશ ઉખેડી ઉજૈની નગરીનો શક રાજા થયો. જેની સામતરાજાઓ સેવા કરવા લાગ્યા. વિક્રમ સંવતથી ૧૩૫ વર્ષ થયે છતે તેનો સંવત ફેરવી પોતાનો શક સંવત સ્થાપ્યો. શક કાલ જણાવા માટે પ્રાસંગિક વાત કરી. હવે પ્રકૃત કથા સંબંધ કહીએ છીએ. સૂરિએ ફરીથી બેનને સંયમમાં સ્થાપી અને આલોચના કરી સ્વયં ગણપુરાને વહન કરવા લાગ્યા. આ બાજુ ભરૂચ નામનું નગર છે જેમાં સૂરીનાં ભાણેજો બલમિત્ર અને ભાનુમિત્ર રાજા તથા યુવરાજ છે. તેઓની બેન ભાનુશ્રી તેમનો પુત્ર બળ ભાનુકુમાર છે. પરદેશથી સૂરિને આવેલા જાણી મતિસાગર નામના પોતાનાં પ્રતિનિધિને ઉજ્જૈની મોકલ્યો. ત્યાં જઈને તેને શકરાજા પાસે આગ્રહકરી સ્વદેશમાં સુરિને લઈ જવાની હા પડાવી, સૂરિ પાસે જઈ વંદન કરીને વિનંતિ કરી કે હે ભગવંત ! બલમિત્ર અને ભાનુમિત્ર હાથ, ઢીંચણ અને લલાટને ભૂમિએ લગાડી ભક્તિ થી આપને પ્રણામ કરે છે. અને હાથ જોડી અંજલિ કરી વિનવે છે કે તમારા વિરહ રૂપી સૂર્યનાં પ્રચંડ કિરણોથી અમે સંતાપ પામેલા છીએ. તેથી આપનાં દર્શન રૂપી વાદળાથી ઉદ્ભવેલા દેશના ૧.૨ પર્યાવાથી નામથી વિક્રમાદિત્ય રાજાની પ્રસિદ્ધિ કેટલાક ઈતિહાસકાર માને છે. (કાલકાચાર્ય કથા સંગ્રહ) (બળ-વિક્રમભાનુ-આદિત્ય = વિક્રમાદિત્ય).
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy