SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ મૂળશુદ્ધિ ભાગ-૧ * અન્ય બોલ્યો - નૂતન વર્ષાકાળમાં પૂર્ણ ભરેલી શીઘગતિવાળી, ગિરીનદીને એક દિવસે તૈયાર થતાં માખણથી પાળ બાધી હું રોકી શકું છું. આટલી બધી મારી પાસે ગાયો છે. માટે મારા નામે મંજીરા વગાડો. (૧૨) બીજો બોલ્યો - જાતિવંત ઘોડાના તે દિવસે જન્મેલાં કિશોર વછેરા) નાં વાળથી આકાશતળ ઢાંકી દઉં, એટલા બધા મારી પાસે ઘોડા છે. તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૪) બીજો બોલ્યો - મારી પાસે બે જાતની શાલિ છે, પ્રસૂતિકા અને ગર્દભિકા નામનાં બે રત્નો રૂપે પ્રસિદ્ધ છે. અને જેમ જે છેદવામાં આવે તેમ તે પુનઃ ઉગે છે. માટે મારા નામે ઢોલ વગાડો. (૧૫) બીજો બોલ્યો - મારી પાસે પુષ્કળ ધન રોકડું છે. તેથી હું સદા ચંદનની સુગંધથી વાસિત રહું છું મારે કોઈ દિવસ પરદેશ જવું પડતું નથી. હું કોઈ પણ વખત = ક્યારેય દેવું કરતો નથી, અને મારી પત્ની સદા મારે આધીન છે, તેથી મારા નામે ઢોલ વગાડો. (૧૬) - એ પ્રમાણે તેમની સમૃદ્ધિ જાણી દ્રવ્યના સ્વામી પાસે યથેચ્છિત દ્રવ્યને, ગોધન સ્વામી પાસે એક દિવસનું માખણ, અશ્વપતિ પાસે એક દિવસે જન્મેલાં ઘોડા, ધાન્યના સ્વામી પાસે શ્રેષ્ઠ ચોખા માંગ્યા. એ પ્રમાણે ભાંડાગાર અને કોઠાગાર ને ભર્યા, સ્વસ્થચિત્તે રાજ્યને પાળવા લાગ્યો. એક વખત મહાભયંકર બાર વરસનો દુષ્કાળ પડ્યો, ભુખથી સુકાયેલા પ્રાણીઓના) મૃતકલેવરોથી ધરતી છવાઇ, જીવતા માણસોને ચાલવાનું મુશ્કેલ થઈ ગયું. માણસો જ માણસોને ખાય છે. એવું જાણી ભયથી કાંપતા લોકોએ ગામમાંથી પરગામ જવાનું બંધ કરી દીધું. પરિવારવાળી સ્ત્રી ભોજન માંગતા પોતાના છોકરાને છોડી જીવવાની ઝંખનાથી અન્ય દેશમાં જાય છે. કોઈ સ્વજીવનમાં લુબ્ધ બનીને કુલ શીલને મુકી અતિરૌદ્ર પરિણામવાળી પોતાનાં સંતાનને જ મારીને ખાવા લાગી. કોઈક સાત્ત્વિક સ્ત્રી પોતાનાં મરેલાં બાલકનાં મોઢામાં અતિસ્નેહ અને મોહવશથી આહાર નાંખે છે. કોઈ સ્ત્રી રડતા બાળકને ભોજન માંગતા ક્રોધે ભરાઈ ભુખથી ઉગ - ઉચાટ પામેલી ઘા કરીને હણે છે. ભરતાર પોતાની ઘરવાળીને મૂકી જાય છે અને પત્ની પોતાનાં ભરથારને મૂકી જવા લાગી. ભિક્ષાચરોને કહ્યું પ્રાપ્ત થતું નથી. ઘેર ઘેર ભમતાં સાધુ અને ગૃહસ્થોનું છુપાયેલ અન્ન પણ ચોરો હરી જાય છે. ને બીજું શું કહીયે. દારુણ દુર્ભિક્ષના કારણે પાટલિપુત્રમાં સર્વ અસ્તવ્યસ્ત થઈ ગયું. આવાં અનાગત દુષ્કાળને જ્ઞાનથી જાણી ત્યાં વિહાર કરતાં પધારેલા જંઘાબલક્ષીણ થવાનાં કારણે ત્યાં જ વર્ષાકાલ રહેવાની ઈચ્છાવાળા શ્રીવિજયસૂરિએ અન્ય આચાર્યને પોતાનાં પદે સ્થાપ્યાં. અને એકાંતમાં વિશેષ ઉપદેશ આપ્યો. બાલ અને વૃદ્ધ સાધુઓથી ભરપૂર ગચ્છને તેમની સાથે અન્ય સુભિક્ષ દેશમાં મોકલ્યો. પણ બે બાલ સાધુઓ આચાર્યના સ્નેહથી પાછા વળ્યા. વાંદીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુએ કહ્યું તમે સારું ન કર્યું. અહિં માતા પુત્રના સંબંધને નહિ ગણે તેવો ભારે દુષ્કાળ પડવાનો છે. માટે પાછા જતાં રહો. તેઓએ કહ્યું તમારા ચરણ કમલની સેવા કરતાં જે થવું હોય તે થાય, પણ અમો આપને નહિ છોડીએ, તેથી સૂરિએ ત્યાં રાખ્યા.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy