________________
મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા
૧૦૭ પૂર્વોક્ત વર્ણિત દુર્મિક્ષ થયો. જે કાંઈ મનોજ્ઞ ભોજન સૂરિજીને પ્રાપ્ત થાય છે તે ભોજન બાલ સાધુઓને આપે છે. ત્યારે બાલસાધુઓએ વિચાર્યું આ સારું નથી. કારણ ગુરુ ક્ષય પામતાં અમારી શી ગતિ થશે. જેણે આધારે કુલ હોય તે પુરુષનું રક્ષણ કરવું જોઈએ. નાભિભાગ નાશ થયે આરા નિરાધાર થઈ જાય છે. મદ ઝરી ગયું હોય, જરાથી શરીર જર્જરીત થયું હોય, દંત મુશુલ ડગમગ થતા હોય તેવાં વૃદ્ધ હસ્તપતિને જે ધારણ કરી રાખે છે- સાચવે છે, તે યૂથ સનાથ રહે છે.
બંને બાલ મુનિઓએ પરસ્પર વિચાર્યું કે નવીન આચાર્યને અપાતો અંજન પ્રયોગ ભીંતના ઓઠે રહેલાં આપણે સાંભળ્યો છે, તે પ્રયોગ કરીએ અને એ પ્રમાણે અંદરોઅંદર નક્કી કરી, સાંભળવા પ્રમાણે કરતાં તે પ્રયોગ સિદ્ધ થઈ ગયો. અને તે અંજનયોગથી અદ્રશ્ય થઈ ચંદ્રગુપ્તના ભોજન મંડપમાં બંને ગયાં. રાજાના બંને પડખે બેઠા. રાજાના ભોજનને જમી રોજ બંને પાછા ફરે છે. પ્રમાણોપેત - પ્રમાણસર ભોજન થતાં વૈદ્યો અજીર્ણના ભયથી રાજાને વધારે જમવા દેતા નથી. પણ એકના ભોજનમાં ત્રણ ત્રણ જમવાથી રાજા ઘણો દુર્બલ થઈ ગયો. તે ચાણક્ય કહ્યું શું? તમારે પણ દુષ્કાળ છે. જેથી દુબળા થઈ ગયા છે. ચંદ્રગુણે કહ્યું વાત તો સાચી છે. પણ એ આર્ય ! હું કારણ જાણતો નથી. પણ હું ભોજનથી તૃપ્ત થતો નથી.
ત્યારે ચાણક્ય વિચાર્યું નક્કી કોઈ વચ્ચે સિદ્ધપુરુષ આવી આના આહારને ગ્રહણ કરતો લાગે છે. બીજા દિવસે ઈંટનો ભુક્કો ભોજન મંડપમાં ચારે કોર નાંખ્યો તેમાં બાલવયવાળા બે જણનાં પગલાં પડતા દેખાયા. તેનાથી ખબર પડી કે નાની વયવાળા બે સિદ્ધપુરુષો અહીં આવતાં લાગે છે. બીજા દિવસે દ્વાર બંધ કરી ધુમાડો કર્યો તેનાથી તેમનું અંજન ગળી ગયું. એથી રાજાના બંને પડખે બેઠેલા ક્ષુલ્લક સાધુ દેખાયા. એમને મને એઠ ખવડાવી અપવિત્ર કર્યો. એથી તેમના ઉપર વૈમનસ્ય (મન દુઃખ) થયું.
ચંદ્રગુપ્તનું દુષ્ટમન દેખી ચાણક્ય કહ્યું તમે દુભાઓ છો કેમ ? તમે બાલસાધુ સાથે ભોજન કર્યું એથી આજે ખરેખર તમે શુદ્ધ બન્યા છો. સાધુઓ સાથે એક જ થાળીમાં જમવાનું વળી કોને મળે? તેથી તમે જ કૃતાર્થ છો. તમારો જન્મ સફળ છે, તેમજ ધન્ય પુણ્યશાળી પરમપવિત્ર છો, અને તમને પ્રાપ્ત સામગ્રી પ્રશંસવા લાયક બની છે. જે સામગ્રીને તમે તે બાલમુનિ સાથે જમ્યા. આ જીવલોકમાં એઓ કૃતાર્થ છે, કે જેઓ ભોગોને છોડી બાલપણામાં દીક્ષા અંગીકાર કરે છે.
- કારણ કે જિનેન્દ્ર ધર્મમાં કહ્યું છે કે બાલ મુનિઓને ધન્ય છે. જેઓએ બાલપણામાં ચારિત્ર સ્વીકાર્યું છે. અરે ! ઘાસ ને પારા માં, આક્રોશ – ગાળ ને રસયુક્ત મીઠા શબ્દમાં ભેદભાવ વગરનાં, તેઓએ પ્રિય-સરસમીઠા વિયોગ ક્યારે જોયો નથી (કારણ તેમને પ્રિય અપ્રિય કશું છે જ નહિ) IIકરા
એમ ચંદ્રગુપ્તને અનુશાસન કરી સમજાવી બાલસાધુઓને વિદાય કર્યા.
ચાણક્ય પોતે આચાર્ય પાસે જઈને કહ્યું કે આપનાં શિષ્યો જો આ પ્રમાણે કરશે તો બીજે ક્યાં સારું જોવા મળશે? તેથી તમે એમને આવું કરતાં રોકો.
ત્યારે સૂરીએ ચાણક્યને કહ્યું કે ભદ્ર ! શું તું શ્રાવક થઈને આત્માને વગોવે છે? “તું શ્રાવક છે”