SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૦૫ મંકોડાની રાખ કરી દીધી. આ માણસ નગરનાં રક્ષક તરીકે ઠીક છે. એમ ચાણક્યના મનમાં લાગ્યું. રાજમહેલમાં જઈ બોલાવીને તેને તલા૨ક્ષક પદે સ્થાપ્યો. તેણે સર્વ ચોરોને બોલાવી વિશ્વાસ પમાડીને કહ્યું કે આ તો આપણું રાજ્ય છે. ઈચ્છા મુજબ લહેર કરો. બીજા દિવસે બધા ચોરોને સપરિવાર ભોજન માટે નિમંત્રણ આપ્યું અને જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે દ્વાર બંધ કરી આગ લગાડ઼ી સર્વનો નાશ કર્યો. એમ નગર નિરુપદ્રવી થયે છતે હવે મારાથી અધિક કોણ છે એમ વિચારતાં પૂર્વે કાર્પેટિક થઈને ફરતો હતો ત્યારે એક ગામમાં ભિક્ષા ન મળી હતી તે યાદ આવ્યું, તેથી મનમાં ક્રોધે ભરાયો. અને ગામડીયા માણસોને આદેશ કર્યો કે તમારાં ગામમાં આંબા અને વાંસ છે. આંબા કાપી વાંસને ચારે તરફ વાડ બનાવો. ત્યારે પરમાર્થથી અજ્ઞાત ગામડીયોએ આંબાનું રક્ષણ કરવું' આવો રાજ આદેશ હોવો જોઈએ. આવું વિચારી વાંસોને છેદી આંબાની ચારે કોર વાડ કરી. ‘તમે તો રાજઆજ્ઞાથી વિરુદ્ધ કામ કર્યું.' એવાં ગુનાનો આરોપ લગાડી સપરિવાર તેમજ પશુ વિગેરે સર્વને દ્વાર બંધ કરી આખું ગામ બાળી નાંખ્યું. એક વખત (દ્રવ્ય) કોશનું નીરક્ષણ કરતાં સર્વ ભંડાર શૂન્ય-તિજોરીના તળીયા ઝાટક થયેલા દેખ્યાં, કોશને પૂરવાં કુટ પાસાઓ બનાવ્યાં. સોનામહોરથી ભરેલાં સુવર્ણ થાળ અને તે પાસાઓ પોતાનાં માણસને આપ્યા. અને નગરમાં ફરતો પુરુષ કહેવા લાગ્યો જે મને જીતે તે આ થાળ લઈ જાય અને હું જીતું તો એક સોનામહોર આપવી. થાળના લોભે ઘણાં લોકો રમે છે. પણ પુરુષની ઈચ્છા પ્રમાણે પાસાં પડતાં હોવાનાં કારણે કોઈ જીતતું નથી. ચાણક્યે વિચાર્યું આ રીતે ધન ભેગું કરવામાં લાંબો સમય લાગી જશે, માટે બીજો કોઈ ઉપાય વિચાર કરું. શું ઉપાય કરું ? હા હા યાદ આવ્યું સર્વ શ્રીમંત કૌટુંબિકને (મદિરા) પીવડાવું. તેથી તેઓ પોતાની સાચી પરિસ્થિતિ જણાવશે. કારણ કે – ક્રોધે ભરાયેલો, આતુર, વ્યસનને પ્રાપ્ત થયેલો, રાગને વશ થયેલો, મત્ત અને મરતો માણસ, આ બધા સ્વભાવિક પરિસ્થિતિને પ્રગટ કરનારાં હોય છે. એમ વિચારી કૌટુમ્બિકોને નિમંત્રીને મદિરા પીવડાવી પણ પોતે ન પીધી. જ્યારે બધાં દારુનાં નશામાં પરાધીન થયાં ત્યારે તેમનાં ભાવની પરીક્ષા કરવા પહેલાં પોતે બોલ્યો. મારે ગેરુના રંગેલા બે વસ્ત્રો છે, સોનાનું કમંડલ છે અને ત્રિદંડ છે. તેમજ રાજા મારે વશ છે. આવી ઋદ્ધિ હોવાથી મારા નામે ઢોળ વગાડ. (૧૬૦) । તેની ઋદ્ધિને નહિં સહન કરનાર એક બોલ્યો કે “હાથીનું મદોન્મત્ત બચ્ચું હજાર યોજન ચાલે તેનાં પગલે પગલે લાખ લાખ સોનામહોર મુકું આવી મારી ઋદ્ધિ છે.” તેથી મારા નામે ઝાલર (ઢોળ) વગાડો. (૧૬૧) ત્યારે બીજો કહેવા લાગ્યો એક આઢક = (૪ શેર) તલ વાવવાથી તે સારી રીતે પાકીને (ઘણાં સેંકડો પ્રમાણ) તેનાં જેટલાં તલ ઉતરે તેટલા લાખ ટાંક = (સિક્કાઓ) મારી પાસે છે. તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૨)
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy