SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૫૦, ૫૧ ૩૦૩ ટીકા : ‘युक्तस्य' शास्त्रप्रसिद्धप्रमाणसमन्वितस्य लोकपरिवादाविषयस्य स्वपरयो रागानुत्पादकस्य 'उपधेः' वस्त्रपात्रादिलक्षणस्य 'धारणा' उपभोगः, उपलक्षणत्वात् परिभोगश्च गृह्यते, यथोक्तम् - “ધારીયા ૩વપોનો પરિદરVT દોઃ પરિમોનો તા૨૨૦" વૃદમણે ર૩૬૭, ૨૨૭૨] T૧૦/૩૨૧ ટીકાર્ય : યુચ્છ'.. રિમો શાસ્ત્ર પ્રસિદ્ધ પ્રમાણથી યુક્ત લોકના પરિવારના અવિષય લોકની નિંદાને અવિષય અને સ્વ-પરના રાગના અનુત્પાદક એવી વસ્ત્ર-પાત્રાદિ લક્ષણ ઉપધિને સાધુએ ધારણ કરવી જોઈએ=ઉપભોગ કરવી જોઈએ અને ઉપલક્ષણ હોવાથી પરિભોગનું ગ્રહણ થાય છે. જે કારણથી કહેવાયું છે – “ધારણાથી ઉપભોગ છે અને પરિહરણા પરિભોગ છે=વસ્ત્રાદિનું પ્રયોજન ન હોય ત્યારે ઉપયોગ ન કરવો, પરંતુ પાસે રાખવારૂપ પરિહરણા એ પરિભોગ છે. II૧૯on" (બૃહત્કલ્પભાષ- ૨૩૬૭, ૨૩૭૨) li૫૦/૩૧૯iા ભાવાર્થ : સાધુએ આત્માના અસંગ સ્વભાવને પ્રગટ કરવા અર્થે સર્વથા અપરિગ્રહ સ્વભાવથી આત્માને ભાવિત કરવા માટે ધર્મનાં ઉપકરણો સિવાય કોઈ વસ્તુને ધારણ કરવી જોઈએ નહિ. ધર્મનાં ઉપકરણો પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પ્રમાણથી યુક્ત ધારણ કરવા જોઈએ, પરંતુ જે પ્રમાણે પોતાને અનુકૂળ જણાય તે પ્રમાણે નાના-મોટા વસ્ત્રાદિ ધારણ કરવા જોઈએ નહિ. વળી, લોકમાં નિંદાનો વિષય બને તેવાં પણ વસ્ત્રાદિ ધારણ કરવા જોઈએ નહિ. વળી, પોતાને કે બીજાને વસ્ત્ર-પાત્રાદિ પ્રત્યે રાગ થાય તેવાં સુંદર વસ્ત્ર આદિ ધારણ કરવા જોઈએ નહિ. શાસ્ત્રમર્યાદા અનુસાર ગ્રહણ કરાયેલાં તે વસ્ત્રાદિનો પણ પરિભોગ સંયમની વૃદ્ધિનું કારણ ન હોય ત્યારે કરવો જોઈએ નહિ, માત્ર પોતાની પાસે રાખવા જોઈએ અને સંયમની વૃદ્ધિનું પ્રયોજન જણાય ત્યારે જ પરિભોગ કરવો જોઈએ. જેથી તે વસ્ત્ર-પાત્રાદિ ધર્મનાં જ ઉપકરણ છે તેવો પરિણામ રહે છે, પરંતુ આ મારો પરિગ્રહ છે તેવો લેશ પણ ભાવ થતો નથી. જો તેવી યતના ન કરવામાં આવે તો તે વસ્ત્રાદિ પ્રત્યે પરિગ્રહનો પરિણામ થાય છે. માટે સાધુએ સદા યતનાશીલ રહેવું જોઈએ; જેથી અપરિગ્રહ સ્વભાવ વૃદ્ધિ પામે. પ૦/૩૧લા અવતરણિકા - તથા - અવતરણિકાર્ય - અને –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy