________________
૩૦૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૪૯, ૫૦ સૂત્રાર્થ :
સાધુએ તત્વ નો અભિનિવેશ કરવો જોઈએ. II૪૯/૩૧૮II ટીકાર્ચ -
'तत्त्वे' सम्यग्दर्शनज्ञानचारित्रानुसारिणि क्रियाकलापे 'अभिनिवेशः' शक्यकोटिमागते कर्तुमत्यन्तादरपरता, अन्यथा तु मनःप्रतिबन्ध एव कार्यः ।।४९/३१८ ।। ટીકાર્ય :
તત્ત્વ' વાર્ય / સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અનુસારી ક્રિયાકલાપરૂપ તત્ત્વમાં અભિનિવેશ કરવો જોઈએ શક્ય હોય તે કૃત્યમાં અત્યંત આદરપરતા રાખવી જોઈએ. અન્યથા વળી=શક્ય ન હોય તેમાં મનનો પ્રતિબંધ રાખવો જોઈએ=મનમાં વારંવાર અભિલાષ કરવો જોઈએ. II૪૯/૩૧૮ll ભાવાર્થ :સાધુએ સંયમજીવનમાં આત્માને વારંવાર ભાવિત કરીને તત્ત્વ પ્રત્યેનો અત્યંત પક્ષપાત કેળવવો જોઈએ. કેવા પ્રકારનો તત્ત્વનો પક્ષપાત કેળવવો જોઈએ ? એથી કહે છે –
આત્માની પારમાર્થિક અવસ્થા મુક્ત અવસ્થા છે. તે જ આત્માને માટે તત્ત્વ છે. તેની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ ત્રણ નિર્મળ પરિણતિ છે. તેની પ્રાપ્તિના ઉપાયભૂત જે ક્રિયાનો સમુદાય છે તેમાં જે ક્રિયા પોતે સુવિશુદ્ધ કરી શકે તેમ છે તે ક્રિયામાં તે પ્રકારે અત્યંત આદરપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. જેથી શીધ્ર સંસારનો ઉચ્છેદ થાય. અને જે ક્રિયાઓ હજુ સુઅભ્યસ્ત નથી, તેથી તે ક્રિયાઓ સમ્યક થઈ શકે તેમ નથી તેવી ક્રિયાઓ પ્રત્યે અત્યંત રાગ ધારણ કરવો જોઈએ. જેથી તે ક્રિયાને અનુકૂળ શક્તિ પ્રગટ થાય ત્યારે તેને પણ સેવીને સાધુ હિત સાધી શકે. II૪૯/૩૧૮ અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
યુwોપવિઘાર જાપ૦/રૂ93/
સૂત્રાર્થ:
યુક્ત ઉપધિને ધારણ કરવી જોઈએ. II૫૦/૩૧૯