________________
૨૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૧૮ અવતરણિકા :
एतदेवाह - અવતરણિતાર્થ :
આને જ=પરની અપ્રીતિના પરિહારને જ, કહે છે – સૂત્ર :
માવત: પ્રયત્નઃ Tી૧૮/૨૮૭ી સૂત્રાર્થ -
ભાવથી પ્રયત્ન કરવો જોઈએ પરની અપીતિનાં પરિવાર અર્થે પોતાના ઉત્તમ અધ્યવસાયરૂપ ભાવથી પ્રયત્ન કરવો જોઈએ. ll૧૮/૨૮૭l ટીકા :_ 'भावतः' चित्तपरिणामलक्षणात् 'प्रयत्नः' परोद्वेगाहेतुतायामुद्यमः कार्यः इति, अयमत्र भावः - यदि कथञ्चित् तथाविधप्रघट्टकवैषम्यात् कायतो वचनतो वा न परोद्वेगहेतुभावः परिहर्तुं पार्यते तदा 'भावतो'ऽरुचिलक्षणात् परोद्वेगं परिहर्तुं यत्नः कार्यः, भावस्यैव फलं प्रति अवन्ध्यहेतुत्वात् । उक्तं ૨ – "अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि ।
परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ।।१७२।।” [योगदृष्टि० ११८] इति ।।१८/२८७।। ટીકાર્ચ -
માવત: ' તિ | ભાવથી=ચિતના પરિણામરૂપ ભાવથી પ્રયત્ન કરવો જોઈએ પરના ઉદ્વેગમાં અહેતુ થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અહીં=ભાવથી પ્રયત્નના વિષયમાં, આ ભાવ છે. જો કોઈક રીતે તેવા પ્રકારના સંયોગના વૈષમ્યથી કાયાથી અથવા વચનથી પરના ઉદ્વેગના હેતુભાવનો પરિહાર થઈ ન શકે તો અરુચિરૂપ ભાવથી પરના ઉદ્વેગના પરિહાર માટે યત્ન કરવો જોઈએ અર્થાત્ પરની અનુચિત પ્રવૃત્તિ જોઈને પોતાને લેશ પણ અરુચિ ન થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ; કેમ કે ફલપ્રાપ્તિ પ્રત્યે=પરની અપ્રીતિના પરિહારના ફલરૂપ નિર્જરાતી પ્રાપ્તિ પ્રત્યે, પોતાના ભાવનું જ અવંધ્ય હેતુપણું છે. અને કહેવાયું છે –
“સમાન પણ અનુષ્ઠાનમાં અભિસંધિથી=અધ્યવસાયથી ફલ ભિન્ન છે આથી અધ્યવસાયથી ફલ પ્રાપ્ત થાય છે આથી, અહીંઅનુષ્ઠાનના વિષયમાં ખેતીમાં પાણીની જેમ અધ્યવસાય જ પ્રધાન છે. II૧૭૨ાા” (યોગદષ્ટિ. ૧૧૮)
કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૮/૨૮૭ના