________________
૨૭૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૮, ૧૯ ભાવાર્થ :
પૂર્વ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાધુને પરના ઉગના પરિવાર માટે શક્ય યત્ન કરવો જોઈએ. તેથી કાયિક કે વાચિક જે શક્ય હોય તે યત્ન કરીને પરના ઉદ્વેગનો પરિહાર કરવો જોઈએ, પરંતુ જો કાયાથી કે વચનથી પરના ઉદ્વેગનો હેતુનો પરિહાર થઈ શકે તેમ ન હોય તો ભાવથી પરના ઉદ્વેગના પરિવાર માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કઈ રીતે ભાવથી યત્ન કરવો જોઈએ ? એથી કહે છે –
સામેના જીવને અપ્રીતિ નિમિત્તક પાપબંધ થશે અને તેનું અહિત થશે તે જોઈને તેના અહિતના પરિહાર માટે દયાળુ સ્વભાવ રાખીને પ્રયત્ન કરવો જોઈએ. અને તેના અપ્રીતિના પરિવાર અર્થે કાયિક-વાચિક શક્ય પ્રયત્ન કરવા છતાં તેવા પ્રકારના સંયોગોની વિષમતાના કારણે તેની અપ્રીતિનો પરિવાર ન થાય તોપણ તેના વિચિત્ર સ્વભાવને કારણે પોતાને લેશ પણ અરુચિ ન થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ; કેમ કે પરની અપ્રીતિના પરિવાર માટે કરાયેલા યત્નનું ફળ પોતાના ભાવને અનુરૂપ જ થાય છે, તેથી જો તેના વિચિત્ર સ્વભાવને કારણે સહેજ પણ ચિત્તમાં અરુચિ થાય તો તનિમિત્તક પોતાને કર્મબંધ થાય છે, પરંતુ તેની અપ્રીતિના પરિહાર માટે કરાયેલા યત્નથી નિર્જરારૂપ ફળ થતું નથી, તેથી નિર્જરાના અર્થી સાધુએ શક્તિ અનુસાર કાયિક, વાચિક યત્ન કર્યા પછી પરની અપ્રીતિનો પરિહાર ન થાય તો ભાવથી પોતાના ચિત્તના ક્લેશના પરિવાર અર્થે ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે કોઈપણ અનુષ્ઠાનનું કર્મબંધ કે નિર્જરારૂપ ફળ અધ્યવસાય અનુસાર થાય છે, તેથી પરની અપ્રીતિના પરિવાર અર્થે કાયિક-વાચિક યત્ન કર્યા પછી પોતાનાં ભાવનું રક્ષણ ન થાય તો પરની અપ્રીતિના પરિહાર અર્થે કરાયેલ યત્નનું નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થઈ શકે નહિ. II૧૮/૨૮૭માં અવતરણિકા :
તથા – અવતરણિકાર્ચ -
અને – સૂત્ર :
શચે વદિગ્ગાર: T૦૧/૨૮૮ાા.
સૂત્રાર્થ:
અશક્યમાં=પોતાનાથી ન થઈ શકે તેવા અનુષ્ઠાનમાં, બહિચ્ચાર કરવો જોઈએ=અપ્રયત્ન કરવો જોઈએ. I૧૯/૨૮૮II ટીકા :'अशक्ये' कुतोऽपि वैगुण्यात् समाचरितुमपार्यमाणे तपोविशेषादौ क्वचिदनुष्ठाने 'बहिश्चारो'