________________
૨૬૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૧૭ અને પાખંડીરૂપ પરનીeગૃહસ્થ અને સાધુરૂપ પરની, અપ્રીતિરૂપ ઉગની અતુતા=અહેતુભાવ સેવવો જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે –
“ધર્મમાં ઉઘત પુરુષે સર્વનું અપ્રીતિક ન કરવું જોઈએ. એ રીતે સંયમ પણ શ્રેય છે અને એમાં પરની અપ્રીતિના પરિહારમાં વીર ભગવાન ઉદાહરણ છે. ૧૬૮
તે=વીર ભગવાન, તેઓની પરમ અબોધિનાં બીજ એવી અપ્રીતિને જાણીને ત્યાંથી–તાપસ આશ્રમથી, અકાળે પણ ગયા=ચાતુર્માસમાં પણ વિહાર કરી ગયા. ll૧૬૯
એ રીતે=જે રીતે ભગવાને પરની અપ્રીતિનો પરિહાર કર્યો એ રીતે, અન્ય પણ સાધુએ લોકની શક્ય અપ્રીતિક કાર્યનો સમ્યફ સદા નિયમથી પરિહાર કરવો જોઈએ. ઈતરમાં=પરની અપ્રીતિના પરિવારનું અશક્યપણું હોતે છતે સ્વતત્વની ચિંતા કરવી જોઈએ મારો જ અપરાધ છે એ પ્રકારે ચિંતા કરવી જોઈએ. I૧૭૦” (પંચવસ્તક ૧૧૧૪-૧૧૧૫-૧૧૧૬, પંચાશક૦ ૭/૧૪-૧૫-૧૬)
કઈ રીતે સ્વતત્વની ચિંતા કરવી જોઈએ ? તે “યથા'થી બતાવે છે –
“મારો જ આ દોષ છે જે કારણથી પૂર્વભવમાં શુભકર્મ અજિત કર્યું નથી, જેથી મારામાં લોક કુપ્રીતિ હદયવાળો થાય છે. અપરથા=અન્યથા, સહસા સ્વાર્થ પ્રત્યે વિમુખતાને પ્રાપ્ત કરીને આ રીતે અપાપ એવા મારા ઉપર કેવી રીતે મત્સરમય લોક થાય ? ૧૭૧” () i૧૭/૨૮૬il ભાવાર્થ -
સંયમજીવનમાં સાધુએ કોઈ નિમિત્તે પોતાનાથી ભિન્ન દર્શનના સાધુ હોય, પરદર્શનના સાધુ હોય, ગૃહસ્થ હોય કે અન્ય દર્શનના સંયમી હોય તેઓની પોતાના પ્રત્યે અપ્રીતિ ન થાય તેવો પ્રયત્ન શક્તિ અનુસાર કરવો જોઈએ, જેમ વીરભગવાને તાપસીના અબોધિના કારણભૂત અપ્રીતિના પરિહાર અર્થે ચોમાસામાં વિહાર કર્યો. તેમ સાધુએ શક્તિના પ્રકર્ષથી અપ્રીતિના પરિવાર માટે ઉદ્યમ કરવો જોઈએ. સર્વ ઉદ્યમ કરવા છતાં પરની અપ્રીતિનો પરિહાર ન થાય તો સાધુએ સ્વઅપરાધનું ચિંતવન કરવું જોઈએ.
કઈ રીતે ચિંતવન કરવું જોઈએ ? એથી કહે છે –
પૂર્વભવમાં મેં તેવું પુણ્ય ઉપાર્જન કર્યું નથી, તેથી યત્ન કરવા છતાં અન્ય જીવોની અપ્રીતિનો પરિહાર હું કરી શકતો નથી; કેમ કે યત્નથી કાર્ય ન થાય ત્યારે અવશ્ય તે કાર્યની નિષ્પત્તિને અનુકૂળ પુણ્યનો અભાવ છે એમ નક્કી થાય છે. વળી, મેં ભૂતકાળમાં પાપ ન બાંધ્યું હોત તો કોઈને મારા પ્રત્યે અપ્રીતિ થઈ શકે નહિ, તેથી નક્કી થાય છે કે પરની અપ્રીતિના કારણભૂત એવું પાપ મેં પૂર્વમાં બાંધ્યું છે. આ રીતે વિચારવાથી પોતાના ચિત્તમાં કોઈ ક્લેશ થતો નથી; પરંતુ ઉચિત પરિણામ થવાને કારણે ઘણાં કર્મોની નિર્જરા થાય છે અને જો તેમ વિચારવામાં ન આવે અને અપ્રીતિ કરનાર જીવનો વિચિત્ર સ્વભાવ છે તેના કારણે તે અપ્રીતિ કરે છે તેમ જોવામાં આવે તો તેના તે વિચિત્ર સ્વભાવને આશ્રયીને પોતાને જે પણ અલ્પ દ્વેષાદિ થાય. તનિમિત્તક અવશ્ય કર્મબંધ થાય છે. માટે કર્મબંધથી આત્માના રક્ષણ માટે સાધુએ સદા ઉચિત યત્ન કરવો જોઈએ. II૧૭/૨૮ફા