________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૧ निस्तलस्थूलामलमुक्ताफलवच्छास्त्रलोचनबलेनालोकितसकलजीवादिवस्तुवादः, तथा 'महत्' शुद्धश्रद्धानोन्मीलनेन प्रशस्यं 'सत्त्वं' पराक्रमो यस्य स तथा, 'परं' प्रकृष्टं 'संवेगम्' उक्तलक्षणमागतः નારા ટીકાર્ચ -
સદ્ધશ્રવI'... ૩ નક્ષતઃ || આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સદ્ધર્મના શ્રવણથી= પારમાર્થિક ધર્મના શ્રવણથી, તર=શ્રોતારૂપી પુરુષ, વિગત કાલુષ્યવાળો છતો તત્વની પ્રાપ્તિનાં બાધક એવાં મિથ્યાત્વમોહાદિના માલિત્યથી રહિત છતો, આથી જ=મિથ્યાત્વમોહાદિના માલિત્યથી રહિત છે આથી જ, જ્ઞાતતત્વવાળો=હાથના તળિયામાં રહેલા સ્કૂલ નિર્મલ મુક્તાફળની જેમ સશાસ્ત્રરૂપી ચક્ષુના બળથી અવલોકન કર્યું છે સક્લ જીવાદિ વસ્તુવાદ જેને એવો જ્ઞાતતત્વવાળો, થાય છે અને મહાન શુદ્ધ શ્રદ્ધાના ઉભીલનને કારણે પ્રશસ્ય, એવું સત્વ=પરાક્રમ છે જેને તે તેવો
=મહાસત્વવાળો પર=પ્રકૃષ્ટ, પૂર્વમાં કહેવાયેલા લક્ષણવાળા સંવેગને પામેલો થાય છે. I૧II ભાવાર્થ :
અધ્યાય-૧, રમાં સામાન્યથી અને વિશેષથી જે ગૃહસ્થ ધર્મ બતાવ્યો એ રીતે, કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને ધર્મનું સ્વરૂપ બતાવે, તો તે શ્રોતા તે ધર્મના શ્રવણથી કેવા ગુણવાળો થાય છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે અને તેવા ગુણવાળો શ્રોતા શું કરે છે ? તે શ્લોક-૨માં બતાવે છે, તેથી શ્લોક-૧, ૨નો એકવાક્યતાથી સંબંધ છે.
વળી, જે શ્રોતા અત્યંત ધર્મનો અર્થ છે અને શ્રોતાની બુદ્ધિ અનુસાર જે ઉપદેશક શ્રોતાને પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે યથાર્થ ધર્મનું પ્રકાશન કરે છે તેનાથી તે શ્રોતાને જિનવચન અનુસાર ધર્મનું સ્વરૂપ આગમ, યુક્તિ અને અનુભવથી યથાર્થ દેખાય છે, તેથી તે શ્રોતાના ચિત્તમાં મિથ્યાત્વમોહનીયકર્મનું અને શુદ્ધધર્મને સેવવામાં પ્રતિબંધક ચારિત્રમોહનીયકર્મનું માલિન્ય દૂર થાય છે અને શાસ્ત્રવચનના પરમાર્થને તે શ્રોતા જાણનારો થયેલો હોવાથી, જેમ કોઈ પુરુષ હાથમાં રહેલા નિર્મળ મુક્તાફળને યથાર્થ જોઈ શકે છે તેમ શાસ્ત્રચક્ષુથી નિર્મળ થયેલી દષ્ટિવાળો તે પુરુષ જીવ-અજીવાદિ નવતત્ત્વના પારમાર્થિક સ્વરૂપને શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર યથાર્થ જાણનારો બને છે. અને જિનવચનનાં રહસ્યને પામેલ એવા તે શ્રોતાને શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે. અર્થાત્ આ જિનવચન અનુસાર, મારી ભૂમિકા અનુરૂપ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને, હું મારા હિતને સાધું એવી શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે. જેના કારણે તે શ્રોતા આત્મકલ્યાણના ક્ષેત્રમાં મહાપરાક્રમવાળો બને છે.
વળી, જિનવચનના પરમાર્થનો યથાર્થ બોધ થયો હોવાથી તે શ્રોતા પ્રકૃષ્ટ સંવેગના પરિણામને પામેલો બને છે અર્થાત્ સમ્યક પ્રકારે ધર્મને સેવીને સુસાધુ થવાની શક્તિનો સંચય કરીને અને અંતે વીતરાગ તુલ્ય થઈને સંસારનો અંત કરું એવા સંવેગના પરિણામવાળો થાય છે.