SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૧ ‘નનુ’થી શંકા કરે છે મનોદુપ્રણિધાન આદિમાં સામાયિકનું નિરર્થકપણું હોવાથી અભાવ જ પ્રતિપાદન કરાયેલો થાય છે=સામાયિકનો અભાવ જ પ્રતિપાદન કરાયેલો થાય છે, અને સામાયિકના અભાવમાં માલિત્યરૂપ અતિચાર કેવી રીતે થાય ? અર્થાત્ અતિચાર થાય નહિ. આથી ભંગ જ છે. આ=મનોદુપ્રણિધાન આદિ, અતિચાર નથી. તે શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે, પરંતુ અનાભોગથી અતિચારપણું છે. ૯૦ - ‘નનુ’થી શંકા કરે છે – દ્વિવિધ-ત્રિવિધથી સાવઘનું પ્રત્યાખ્યાન સામાયિક છે અને ત્યાં=સામાયિકના પ્રત્યાખ્યાનમાં, મનોદુપ્રણિધાન આદિમાં પ્રત્યાખ્યાનનો ભંગ હોવાથી સામાયિકનો અભાવ જ છે અને તેના ભંગજનિત પ્રાયશ્ચિત્ત થાય=પ્રતિજ્ઞા કરાયેલા સાવદ્યના પરિહારનાં ભંગજનિત પ્રાયશ્ચિત્ત થાય. અને મનના દુષ્પ્રણિધાનનો પરિહાર કરવો દુષ્કર છે; કેમ કે મનનું અનવસ્થિતપણું છે. આથી સામાયિકના સ્વીકારથી સામાયિકનો અસ્વીકાર જ શ્રેયકાર છે એ પ્રમાણે ન કહેવું; જે કારણથી સામાયિક દ્વિવિધ-ત્રિવિધથી સ્વીકારાયેલું છે ત્યાં મન દ્વારા સાવદ્ય ન કરવું ઇત્યાદિ છ પચ્ચક્ખાણ છે એથી અન્યતરતા ભંગમાં પણ શેષનો સદ્ભાવ હોવાથી સામાયિકનો અત્યન્તાભાવ નથી અને મિથ્યાદુષ્કૃતથી મનોદુપ્રણિધાન માત્રની શુદ્ધિ છે; કેમ કે સર્વવિરતિ સામાયિકમાં પણ તે પ્રમાણે સ્વીકાર્યું છે=મનોદુપ્રણિધાન માત્રની શુદ્ધિ મિથ્યાદુષ્કૃતથી થાય છે એ પ્રમાણે સ્વીકાર્યું છે જે કારણથી ગુપ્તિના ભંગમાં મિથ્યાદુષ્કૃત પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. જેને કહે છે “અને બીજો અસમિત છું કઈ રીતે ? સહસા, અગુપ્ત હોવાથી" (આવશ્યક નિર્યુક્તિ, ગાથા ૧૪૩૯) એ પ્રમાણે સમિતિ આદિના ભંગરૂપ બીજો અતિચાર અનુતાપથી શુદ્ધ થાય છે, તેથી સામાયિકના સ્વીકારથી સામાયિકનો અસ્વીકાર શ્રેષ્ઠ નથી. વળી સાતિચાર અનુષ્ઠાનથી પણ અભ્યાસથી કાળ દ્વારા=કંઈક સમય પસાર થયા પછી નિરતિચાર અનુષ્ઠાન થાય છે એ પ્રમાણે સૂરિ કહે છે. જેને કહે “અભ્યાસ પણ પ્રાયઃ ઘણા જન્મોથી અનુસરાયેલો શુદ્ધ થાય છે.” (ષોડશક-૧૩/૧૩) ।।૩૧/૧૬૪॥ ભાવાર્થ: – - ܀ સામાયિકનો પરિણામ સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ આદિ સર્વભાવો પ્રત્યે સમભાવના પરિણામરૂપ છે અને શ્રાવક જ્યારે પ્રણિધાનઆશયપૂર્વક સામાયિક ગ્રહણ કરે છે ત્યારે સર્વભાવો પ્રત્યેના સમભાવના પરિણામ પ્રત્યેના તીવ્ર રાગપૂર્વક સંકલ્પ કરે છે કે આ પ્રકારના સમભાવના પરિણામમાં વૃદ્ધિ થાય એ પ્રકારે જ સામાયિક દરમ્યાન હું સર્વ ઉચિત ક્રિયાઓ કરીશ. તેથી સામાયિકના પરિણામના કાળ દરમ્યાન શ્રાવકનું ચિત્ત ક્રોધાદિ ચાર કષાયોના ઉન્મૂલનને અનુકૂળ ક્ષમા, માર્દવ, આર્જવ અને નિરીહિતારૂપ ચાર ભાવોની સતત વૃદ્ધિ થાય તે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક સર્વ ઉચિત ક્રિયામાં પ્રવર્તે છે. આમ છતાં, અનાભોગાદિથી ઉપયોગમાં સ્ખલના થાય તો પાંચ પ્રકારના અતિચારોમાંથી કોઈક અતિચારની પ્રાપ્તિ શ્રાવકને થઈ શકે છે તે બતાવવા અર્થે ઉપદેશક વ્રત આપ્યા પછી શ્રાવકને સામાયિકમાં થતા પાંચ અતિચારનું સ્વરૂપ બતાવે છે
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy