________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૧ (૧) મનોયોગદુષ્પણિધાન :
સામાયિક દરમ્યાન શ્રાવક ક્ષમાદિ ચાર ભાવોની વૃદ્ધિ થાય તે રીતે સ્વાધ્યાયાદિમાં દઢ પ્રણિધાનપૂર્વક યત્ન કરે છે. આમ છતાં મનોયોગ સ્વાધ્યાયથી અન્યત્ર જાય અથવા સ્વાધ્યાયમાં મન વર્તતું હોય, છતાં ક્ષમાદિની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ યત્ન ન થાય તો લક્ષ તરફ જવાના સુપ્રણિધાનથી વિપરીત મનોયોગ છે, તેથી સામાયિકમાં મનોયોગદુપ્પણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી, શ્રાવક આ પ્રકારના મનોયોગદુષ્પણિધાનને અનાભોગાદિથી કરે તો અતિચારની પ્રાપ્તિ થાય. અને જાણવા છતાં મનદુષ્પણિધાનના નિવર્તન માટે યત્ન ન કરે તો વ્રતભંગ થાય. (૨) વચનયોગદુષ્મણિધાન :
વળી, સામાયિક કાળ દરમ્યાન શ્રાવક સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યોમાં જ વચનયોગને પ્રવર્તાવે છે, જેના દ્વારા સમભાવની વૃદ્ધિ થાય છે. આમ છતાં અનાભોગાદિથી સમભાવની વૃદ્ધિનું કારણ ન બને તે રીતે સ્વાધ્યાયાદિથી અન્યત્ર વચનયોગ પ્રર્વતે અથવા સ્વાધ્યાયાદિમાં પણ સમભાવની વૃદ્ધિના પ્રણિધાનમાં અતિશયતા થાય તે રીતે વચનયોગમાં યત્ન ન કરે, પરંતુ સમભાવની વૃદ્ધિનું કારણ ન બને તે રીતે સ્વાધ્યાયાદિમાં વચનયોગને પ્રવર્તાવે તો વચનદુપ્રણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય. વળી, અનાભોગ, સહસાત્કારથી વચનદુપ્પણિધાન થાય તો અતિચારની પ્રાપ્તિ કહેવાય અને વચનદુપ્પણિધાન છે તેમ જાણવા છતાં તેના પરિવાર માટે યત્ન કરવામાં ન આવે તો સામાયિક વ્રતમાં ભંગ થાય છે. (૩) કાયયોગદુષ્મણિધાન :
વળી, સામાયિક દરમ્યાન શ્રાવક કાયયોગને સ્થિર કરીને ગૌતમ આદિ મહામુનિઓ જે રીતે આસનવિશેષમાં બેસીને ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા હતા તેનું સ્મરણ કરીને તે રીતે સ્વશક્તિ અનુસાર ઉચિત આસનમાં બેસે અને કાયાથી પણ સ્થિર રહે તે રીતે યત્ન કરે છે કાયમુર્તિ સ્વરૂપ છે. તે કાયમુર્તિ દ્વારા શ્રાવક સમભાવની વૃદ્ધિ કરે છે અને કોઈક પ્રયોજનથી કાયાની ચેષ્ટા કરવાની હોય ત્યારે કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ ચક્ષુથી જીવોનું અવલોકન કરે અને જીવ ન દેખાય તો યતનાપૂર્વક પૂજીને કાયાને તે પ્રમાણે પ્રવર્તાવે; જેથી સમભાવની હાનિ થાય નહિ. આમ છતાં અનાભોગાદિથી કાયાની કોઈક ચેષ્ટા થાય તો તે ચેષ્ટા સામાયિકની પરિણામની વૃદ્ધિને અનુકૂળ નહિ હોવાથી કાયદુપ્પણિધાનરૂપ બને. વળી, અનાભોગ, સહસત્કારથી કાયદુપ્રણિધાન થાય તો તે સામાયિકનો અતિચાર છે અને કાયદુષ્મણિધાનના પરિવારમાં ઉપેક્ષા કરવામાં આવે તો સામાયિક વ્રતનો ભંગ છે.
(૪) અનાદર :
પ્રબળ પ્રમાદ આદિ દોષને કારણે તે પ્રકારે કોઈક રીતે સામાયિકને કરે અને જેવો સામાયિકનો કાળ પૂરો થાય કે તત્ક્ષણ જ સામાયિકને પારી લે, તે સામાયિકની ક્રિયા દરમ્યાન અનાદર નામનો દોષ છે.