________________
અષ્ટક પ્રકરણ
૨પર
૨૩-શાસનમાલિત્યનિષેધ અષ્ટક
મિથ્યાત્વ મોહનીય કર્મને જ બાંધે છે– અન્ય પ્રાણીઓને વિષે જે મિથ્યાત્વ મોહનીય કર્મ પોતે ઉત્પન્ન કર્યું છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ જ બાંધે છે, નહિ કે અન્ય શુભકર્મ.
અતિશય બાંધે છે– નિકાચિત આદિ રૂપે બાંધે છે.
પૂર્વપક્ષ- સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વકર્મને ન બાંધે. કારણ કે મિથ્યાત્વ કર્મ મિથ્યાત્વના કારણે જ (=મિથ્યાત્વ અવસ્થામાં જ) બંધાય.
ઉત્તરપક્ષ શાસન માલિન્ય ઉત્પન્ન કરવાના અવસરે મિથ્યાત્વનો ઉદય થવાથી તે જીવ મિથ્યાદષ્ટિ જ છે. આથી મિથ્યાત્વકર્મનો બંધ થાય. (૧-૨)
उक्तविपर्यये गुणप्रतिपादनायाहयस्तून्नतौ यथाशक्ति, सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह, तदेवाप्नोत्यनुत्तरम् ॥३॥
ત્તિ - “તુ' : પુનઃ પ્રા, ‘ઉનતી' પ્રમાવાયા, શાસનતિ વત, “યથાવત' सामर्थ्यानुरूपम्, वर्तते इत्यनुवर्तते, तत्र साधुः प्रावनिकत्वादिना शासनोन्नतौ वर्तते, यदाह- "पावयणी' धम्मकही', वादी नेमित्तिओ तवस्सी य । विज्जा सिद्धो य कवी', अद्वेव पभावगा भणिया५ ॥१॥" श्रावकस्तु कार्पण्यपरिहारतो विधिमता जिनविम्बस्थापनयात्राकरणेन जिनभवनगमनजिनपूजनादिना साधुसाधर्मिककृपणाधुचितकरणपुरस्सरभोजनादिना वेति, 'सोऽपि' शासनप्रभावकः प्राणी, न केवलं शासनमालिन्यकारी स्वव्यापारानुरूपं फलमासादयति शासनप्रभावकोऽपि स्वव्यापारानुरूपमेव फलमवाप्नोतीत्यपिशब्दार्थः, 'सम्यक्त्वहेतुतां' शासनोन्नतिकरणेन सम्यग्दर्शनलाभस्य निमित्तभावम्, 'अन्येषां' आत्मव्यतिरिक्तप्राणिनां समुपजनितशासनपक्षपातानाम्, 'प्रतिपद्य' स्वीकृत्य, 'इह' इत्यस्मिन् जन्मनि, 'तदेव' सम्यक्त्वं न तु मिथ्यात्वम्, 'आप्नोति' आसादयति, 'अनुत्तरं' सर्वोत्तमं क्षायिकमित्यर्थ इति ॥३॥
ઉક્તથી (=શાસનમાલિચથી) વિપરીતમાં ( શાસન પ્રભાવનામાં) થતા ગુણોનું પ્રતિપાદન કરવા માટે કહે છે
શ્લોકાર્થ– જે જીવ જૈનશાસનની પ્રભાવનામાં યથાશક્તિ પ્રવર્તે છે તે પણ આ જન્મમાં અન્ય પ્રાણીઓના સમ્યકત્વમાં નિમિત્ત બનીને અનુત્તર સમ્યકત્વને જ પામે છે. (૩).
ટીકાર્થ– તે પણ– કેવળ શાસનની મલિનતા કરનાર પ્રવૃત્તિને અનુરૂપ ફળને મેળવે છે એવું નથી, કિંતુ શાસન પ્રભાવક પણ પોતાની પ્રવૃત્તિને અનુરૂપ ફળ પામે છે.
અન્ય પ્રાણીઓના સમ્યકત્વમાં નિમિત્ત બનીને પોતાનાથી અન્ય જે પ્રાણીઓને શાસન પ્રત્યે પક્ષપાત થયો છે તે પ્રાણીઓના શાસનપ્રભાવના દ્વારા સમ્યગ્દર્શનના લાભનું નિમિત્ત બનીને.
અનુત્તર=સર્વોત્તમ, અર્થાત્ સાયિક. १५. प्रवचनी धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । विद्यावान् सिद्धश्च कविरष्टैव प्रभावका भणिताः ।