SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૫૧ ૨૩-શાસનમાલિ નિષેધ અષ્ટક केषां मिथ्यात्वहेतुत्वात् ? केषां मिथ्यात्वजनकत्वादित्याह- 'अन्येषां' आत्मव्यतिरिक्तानां, ये हि तस्यासदाचारेण जिनशासनं हीलयन्ति तेषाम्, 'प्राणिनां' जीवानाम्, 'धुवं' अवश्यतया, 'बनात्यपि' स्वात्मप्रदेशेषु सम्बन्धयत्यपि न केवलं तेषां तज्जनयति, 'तदेव' मिथ्यात्वमोहनीयकर्मैव यदन्यप्राणिनां जनितं न त्वन्यच्छुभं कर्मान्तरम्, 'अलं' अत्यर्थम्, निकाचनादिरूपेण, 'परं' प्रकृष्टम्, 'संसारकारणं' भवहेतुम्, 'विपाकदारुणं' दारुणविपाकम्, 'घोरं' भयानकम्, 'सर्वानर्थविवर्धनं' निखिलप्रत्यूहहेतुम् । ननु सम्यग्दृ ष्टिर्न मिथ्यात्वं बध्नाति मिथ्यात्वहेतुकत्वात् मिथ्यात्वप्रकृतेः, अत्रोच्यते, शासनमालिन्योत्पादनावसरे मिथ्यात्वोदयान्मिथ्यादृष्टिरेवासावतो मिथ्यात्वबन्ध इति ॥१-२॥ ત્રેવીસમું શાસનમાલિ નિષેધ અષ્ટક(આ અષ્ટકમાં શાસનની હીલનામાં નિમિત્ત બનવાથી થતા દોષોને અને શાસનની ઉન્નતિ કરવાથી થતા લાભોને જણાવીને શાસન હીલનાનો ત્યાગ અને શાસનની ઉન્નતિ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.) ધર્માર્થીએ પારમાર્થિક ભાવશુદ્ધિ કરવી જોઇએ એમ કહ્યું. હવે પારમાર્થિક ભાવશુદ્ધિને ઇચ્છતા ધર્માર્થીએ શાસનમાલિન્યની સર્વથા (બધી જ રીતે) રક્ષા કરવી જોઇએ, અન્યથા મહાન અનર્થ થાય એમ જણાવતા ગ્રંથકાર કહે છે– શ્લોકાર્થ– જે અજાણતાં પણ શાસનના માલિન્યમાં વર્તે છે (=માલિન્ય થાય તેવી પ્રવૃત્તિ કરે છે, તે જેનશાસનના માલિન્ય દ્વારા અવશ્ય અન્ય પ્રાણીઓના મિથ્યાત્વનો હેતુ બને છે. (૧) અને પોતે પણ પ્રકૃષ્ટ સંસારનું કારણ, વિપાકે દારુણ, ભયંકર અને સર્વ અનર્થોને વધારનાર મિથ્યાત્વમોહનીય કર્મને જ અતિશય બાંધે છે. (૨) ટીકાર્થ જે અજાણતાં પણ જે શ્રમણ વગેરે કોઇપણ, અજાણતાં પણ શાસન માલિન્યમાં વર્તે છે તે મિથ્યાત્વ કર્મ બાંધે છે, તો પછી જે જાણી જોઇને શાસનમાલિન્યમાં વર્તે છે તે મિથ્યાત્વ કર્મ બાંધે છે તેમાં તો શું કહેવું ? શાસનના માલિચમાં લોકવિરુદ્ધ આચરણ દ્વારા જેનશાસનના માલિન્યમાં પ્રવર્તે છે તે મિથ્યાત્વકર્મ બાંધે છે. કહ્યું છે કે-“છકાયની દયાવાળો પણ સાધુ (આહાર-વિહાર પ્રગટ કરે તો) આહારમાં, નિહારમાં (=મલ વિસર્જન કરવામાં) અને જુગુપ્સિત ઘરોમાંથી પિંડ ગ્રહણ કરવામાં બોધિને દુર્લભ કરે છે.” (ઓઘ નિર્યુક્તિ-૪૪૩) મિથ્યાત્વનો હેતુ બને છે જેને શાસન વિષે વિપરીત સમજણ ઉત્પન્ન કરે છે. અન્ય પ્રાણીઓના=સાધુ આદિના અસદ્ આચારથી જે જીવો જિનશાસનની હીલના કરે છે તે અન્ય જીવોના. પોતે પણ- કેવળ અન્યજીવોના મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે (=અન્ય જીવોના મિથ્યાત્વકર્મને બંધાવે છે) એવું નથી. કિંતુ પોતે પણ મિથ્યાત્વ કર્મ બાંધે છે. =મિથ્યાત્વકર્મના દલિકોને પોતાના આત્મપ્રદેશોમાં સારી રીતે બાંધે છે. (એકમેક કરે છે.)
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy