________________
અષ્ટક પ્રકરણ
૨૫૦
૨૩-શાસનમાલિત્યનિષેધ અષ્ટક
ઉત્તમ છે. ઉપાધ્યાયથી આચાર્ય અધિક ઉત્તમ છે. એમ ગુણોના સ્થાન આચાર્યાદિને જાણે છે. તથા આચાર્યની અમુક રીતે પૂજા કરવી ઉચિત છે. ઉપાધ્યાયની અમુક રીતે પૂજા કરવી ઉચિત છે, તથા ઉપાધ્યાયની પૂજાથી મહાફળ થાય, અને આચાર્યની પૂજાથી તેનાથી પણ અધિક મહાફળ થાય. એ પ્રમાણે સ્વરૂપ અને ફળની દષ્ટિએ આચાર્યાદિના સ્થાન-માનના અંતરને જાણે છે.
ગુણી પુરુષો પ્રત્યે બહુમાનવાળો- સ્થાન-માનના અંતરને જાણે છે તેથી જ સગુણીઓ પ્રત્યે પક્ષપાતવાળો છે.
અનુષ્ઠાનોમાં યથાયોગ્ય પ્રવૃત્ત– સ્થાન-માનના અંતરનો જાણકાર અને ગુણવાનો પ્રત્યે બહુમાનવાળો થયો છતો પણ કરવા યોગ્ય અનુષ્ઠાનોમાં યથાયોગ્ય પ્રવૃત્ત થયેલો છે.
કુચહનો ત્યાગ કરીને- મિથ્યાવાસનાનો ત્યાગ કરીને. સર્વત્ર સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ વિધિઓમાં. ભાવશુદ્ધિ પરિણામ શુદ્ધિ.
આવા જીવને જેનાથી ધર્મવ્યાઘાત ન થાય તેવી ભાવશુદ્ધિ હોય છે. ઉક્ત વિશેષણોના અભાવમાં તો अपारमार्थि माशुद्धि होय. (७-८)
ભાવશુદ્ધિ વિચાર નામના બાવીસમા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥२३॥ अथ त्रयोविंशतितमं शासनमालिन्यनिषेधाष्टकम् ॥ धर्मार्थिना सा भावशुद्धिविधेयेत्युक्तम्, अथ तामिच्छता शासनमालिन्यं सर्वथा रक्षणीयमन्यथा महानर्थ इति दर्शयन्नाह
यः शासनस्य मालिन्ये-ऽनाभोगेनापि वर्त्तते । स तन्मिथ्यात्वहेतुत्वा-दन्येषां प्राणिनां ध्रुवम् ॥१॥ बध्नात्यपि तदेवालं, परं संसारकारणम् । विपाकदारुणं घोरं, सर्वानर्थविवर्धनम् ॥२॥
वृत्तिः- 'यः' कोऽपि श्रमणादिः, 'शासनस्य' जिनप्रवचनस्य, 'मालिन्ये' लोकविरुद्धाचरणेनोपघाते, आह च- "छक्कायदयावंतो वि, संजतो दुल्लभं कुणइ बोहिं । आहारे नीहारे, दुगुछिए पिंडगहणे य" ॥१॥" 'अनाभोगेनापि' अज्ञानेनापि किंपुनराभोगेनापि, 'वर्त्तते' व्याप्रियते, 'स' प्राणी, तेन जिनशासनमालिन्येन करणभूतेन मिथ्यात्वहेतुर्विपर्यस्तबोधजनकः 'तन्मिथ्यात्वहेतुः' तत्त्वम्, अथवा तस्मिन जिनशासनविषये मिथ्यात्वभावहेतुत्वं मिथ्यात्वजनकत्वं 'तन्मिथ्यात्वहेतुत्वं' तस्मात् 'तन्मिथ्यात्वहेतुत्वात् १४. षटकायदयावानपि, संयतः दुर्लभं करोति बोधिम् । आहारे नीहारे जुगुप्सिते पिण्डग्रहणे च ।।१।।