SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૫૩ ૨૩-શાસનમાલિન્ગનિષેધ અષ્ટક આ રીતે શાસન પ્રભાવક જીવ સમ્યક્ત્વને જ પામે છે, નહિ કે મિથ્યાત્વને. સાધુ પ્રવચનાદિ દ્વારા શાસનપ્રભાવના કરે છે. કહ્યું છે કે-(૧) પ્રાવચનિક (૨) ધર્મકથી (૩) વાદી (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યાવાન (૭) સિદ્ધ (૮) કવિ. આ આઠ પ્રભાવકો કહ્યા છે. (૧) પ્રાવચનિક=પ્રવચન એટલે દ્વાદશાંગી, તે જેમની પાસે અતિશયપૂર્વક હોય તે પ્રાવચનિક, અર્થાત્ યુગપ્રધાન આગમધર. (૨) ધર્મકથી-જેમની ધર્મકથા એટલે કે વ્યાખ્યાનશક્તિ સુંદર હોય તે ધર્મકથી. જે ક્ષીરાશ્રવ વગેરે લબ્ધિસંપન્ન હોવાથી પાણી ભરેલા વાદળ જેવી ધ્વનિપૂર્વક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની રૂપ ચાર પ્રકારની લોકના મનને આનંદકારી ધર્મકથા કરે તે ધર્મકથી. (૩) વાદી-(૧) વાદી (૨) પ્રતિવાદી (૩) સભ્ય (૪) સભાપતિ એવી ચાર પ્રકારની સભામાં પ્રતિપક્ષના એટલે વિરોધીપક્ષના ખંડનપૂર્વક સ્વપક્ષના સ્થાપન માટે જે અવશ્ય બોલે તે વાદી. નિરુપમ વાદલબ્ધિ યુક્ત હોવાથી વાચાળવાદીઓના સમૂહવૂડે પણ જેની વાણી પરાસ્ત (નિસ્તેજ) ન થાય તે વાદી. (૪) નૈમિત્તિક-જે ત્રાકાળના લાભ-અલાભને જણાવનાર શાસ્ત્રને જાણે તે નૈમિત્તિક, અર્થાત્ સારી રીતે નિશ્ચયપૂર્વક ભૂતકાળ વગેરે ત્રણે કાળને જે જાણે તે નૈમિત્તિક. (૫) તપસ્વી=અક્રમ વગેરે વિપ્રકૃષ્ટ તપ કરનાર જે હોય તે તપસ્વી. (૬) વિદ્યાવાન-જેમને પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાદેવીઓ કે શાસનદેવતા સહાયકરૂપે હોય તે વિદ્યાવાન, જેમકે વજસ્વામી. (૭) સિદ્ધ-અંજન, પાદલેપ, તિલક, ગુટિકા, સકલજીવોનું આકર્ષણ, વૈક્રિયલબ્ધિ વગેરે સિદ્ધિઓ વડે જે સિદ્ધ થયા હોય તે સિદ્ધ, એટલે કે જેમની પાસે ઉપર્યુક્ત સિદ્ધિ હોય તે સિદ્ધ. (૮) કવિ-નવી નવી રચનાની ચતુરાઇ યુક્ત, અત્યંત પરિપક્વ, અને ૨સાદાર-૨સના આસ્વાદ વડે સજ્જનોના હૃદયને આનંદ કરાવનારી, સમસ્ત ભાષાની વિદ્વત્તાયુક્ત અને સુંદ૨ એવી ગદ્ય-પદ્ય-૨ચનાઓ વડે જે વર્ણન કરે તે કવિ. આ પ્રાવચનિક વગેરે આઠે શાસનને—પ્રવચનને પ્રભાવિત કરતા હોવાથી પ્રભાવક કહેવાય છે. શાસન=પ્રવચન સ્વયં પ્રકાશક સ્વભાવવાળું છે. તેને દેશ-કાળ વગેરેને ઉચિત પ્રવૃત્તિવડે સહાય ક૨વા દ્વારા પ્રકાશિત (પ્રભાવિત) કરે તેથી પ્રભાવક કહેવાય. તે પ્રભાવકોનું જે કાર્ય તે પ્રભાવના. શાસનપ્રભાવના સમ્યક્ત્વને નિર્મળ કરે છે. (પ્રવચન સારોદ્ધાર ૯૩૪) શ્રાવક કૃપાતાનો ત્યાગ કરીને વિધિપૂર્વક જિનબિંબ પ્રતિષ્ઠા અને યાત્રા કરવાવડે, વિધિપૂર્વક જિન મંદિરે જવું અને જિનપૂજા કરવી વગેરેથી, અથવા સાધુ, સાધર્મિક, ગરીબ વગેરેનું ઉચિત ક૨વાપૂર્વક ભોજન આદિથી શાસનપ્રભાવના કરે. (૩) सम्यक्त्वस्वरूपमाह प्रक्षीणतीव्रसंक्लेशं प्रशमादिगुणान्वितम् । > निमित्तं सर्वसौख्यानां, तथा सिद्धिसुखावहम् ॥४॥ ‘સંજ્ઞેશો’ અનન્તાનુવધિષાયોયન વૃત્તિ:- ‘પ્રક્ષીો' નિ:સત્તાતાં ત:, ‘તીવ્ર' ટ:, क्षणो यस्मिंस्तत्तथा, यतोऽनन्तानुबन्ध्युदये तन्न भवतीति, यदाह- "पढमिल्लयाण उदए, नियमा संजोय
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy