SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્યના જ્ઞાન અર્થની અસંગતા છે महाव्याधितमृगापुत्रस्य यथोक्तस्य दर्शिनो गौतमस्याऽधिकारेऽपि तथाप्रयोगः स्यादिति किमसम्बद्धवादिना पामरेण सह विचारणया। स्यादेतत्, 'तस्स ठाणस्स'इत्यत्र तच्छब्दाव्यवहितपूर्ववर्तिपदार्थपरामर्शकत्वान्नन्दीश्वरादिचैत्यवन्दननिमित्तकालोचनाऽभावप्रयुक्ताया एवाऽनाराधनाया अभिधानाद् विगीतमेतद्। मैवम् । तच्छब्देन व्यवहितસુધી તે શ્રમણોને ભગવાનના જ્ઞાનની સત્યતાની ખાતરી ન હતી. અર્થાત્ ત્યાંસુધી તેઓ મિથ્યાત્વી હતા. શું આવું તાત્પર્ય નીકળે તે ઇષ્ટ છે? આમ ચૈત્યનો અર્થ જ્ઞાન કરવામાં વાક્યર્થમાં ઘણી અસમંજસતા ઊભી થાય છે. વળી તમને એકવચન, બહુવચનના પ્રયોગઅંગે પણ જ્ઞાન આપવું જરૂરી લાગે છે. ચૈત્યનો અર્થ જ્ઞાન કરવામાં “ચેત્ય'પદ બહુવચનમાં હોવાથી જ્ઞાન પણ બહુવચનમાં આવશે. પણ આગમમાં ક્યાંય જ્ઞાનનો બહુવચનમાં પ્રયોગ દેખાતો નથી. લોકમાં પણ જ્ઞાનઅર્થે બહુવચનનો પ્રયોગ થતો નથી. દા.ત. “તેમનામાં બહુ જ્ઞાન છે.” તેમજ બોલાય છે નહિ કે, તેમનામાં બહું જ્ઞાનો છે તેમ. વળી શાસ્ત્રમાં એવી પરિભાષા પણ મળતી નથી કે, જ્ઞાનઅર્થક ચૈત્યપદનો બહુવચનમાં પ્રયોગ કરવો. વળી આગમમાં બીજે ક્યાંય જ્ઞાન કે કેવળજ્ઞાનને બદલે ચેત્ય પદનો પ્રયોગ ઉપલબ્ધ થતો નથી. તેથી અહીં પણ ચૈત્યપદનો અર્થ જ્ઞાન કરવો સંગત નથી. પૂર્વપલઃ- ભગવાને જે પદાર્થનું પ્રથમ નિરૂપણ કર્યું હોય, તે પદાર્થનું પછી તેવું જ દર્શન થાય; ત્યારે ભગવાનના જ્ઞાનમાટે ચૈત્યપદનો પ્રયોગ કરાય છે. (ચારણશ્રમણોને ભગવાનના જ્ઞાનની સત્યતાની ખાતરી હતી જ. તેથી તેઓ સમકિતી જ હતા. પણ જ્યારે પ્રત્યક્ષદર્શનથી એ જ્ઞાનની સાંગોપાંગ સત્યતાનું સંવેદન થયું, ત્યારે અહોભાવ વધી જવાથી તેઓ એ જ્ઞાનને નમે છે. માટે જ આવા સ્થાનોએ જ જ્ઞાનમાટે ચૈત્યપદનો ઉલ્લેખ થાય છે, સર્વત્ર નહીં. તેથી નંદીશ્વરાદિ દ્વીપદર્શન વખતે ચારણશ્રમણોનું ભગવાનના ચૈત્યભૂત જ્ઞાનને નમવું તે અને આવા સ્થાને જ જ્ઞાન માટે “ચેત્ય'પદનો પ્રયોગ બંને સુયોગ્ય ઠરે છે.) ઉત્તરપક્ષ - આ દલીલ સાવ વાહિયાત છે. જો ભગવાનનું પ્રત્યક્ષઆદિથી યથાર્થ સિદ્ધ થયેલું જ્ઞાન જ ચૈત્યરૂપ હોય, તો (૧) ભગવાનનું બીજું જ્ઞાન ચૈત્યરૂપ અને વંદનીય નહિ બને તથા (૨) ભગવાને ગૌતમસ્વામી આગળ કર્મના વિપાકનું વર્ણન કરતી વખતે દૃષ્ટાંત તરીકે “મૃગાગ્રામ' નગરના વિજય નામના રાજાના “મૃગા' રાણીથી અવતરેલા “મૃગાપુત્રનું વર્ણન કર્યું. આ સાંભળીને ગૌતમસ્વામી તે મૃગાપુત્રને જોવા રાજાના મહેલમાં જાય છે. આ મૃગાપુત્રને ભોંયરામાં રાખવામાં આવ્યો હતો. ભોજનનો અવસર હોવાથી મૃગારાણી આહારલઇનેગૌતમસ્વામીને લઇને એ ભોયરામાં જાય છે. પણ તે પહેલા પોતાના મુખપર કપડું ઢાંકે છે. અને ગૌતમસ્વામી ભગવાનને મુખપર મુહપતી રાખવા વિનવે છે. ગૌતમસ્વામીએ પણ તે પ્રમાણે કર્યું. બન્ને ભોંયરામાં પહોંચ્યા, ભોંયરાનું બારણું ખોલતાની સાથે જ હાથી, ઘોડા વગેરેના ગંધાતા શબની દુર્ગધને પણ ટપી જાય તેવી તીવ્ર દુર્ગધ આવવા માંડી. ગૌતમસ્વામીએ મૃગાપુત્રનું શરીર જોયું - જાણે કે કંઇક હલનચલનવાળો માંસનો લોચો. કાન-નાકવગેરેની જગ્યાએ માત્ર કાણા જ હતા. શરીર આખું લોહી અને પરુથી રંગાયેલું હતું. જોવામાત્રથી કંપારી અને અરેરાટી છુટી જાય તેવી ભયંકર હાલત હતી. જેટલું પણ ભોજન ખાય તે બધું જ લોહી અને પરૂપે પરિણામ પામે. અને તીવ્ર આહારસંશાથી પીડાતો એ મૃગાપુત્ર આ પરુ પણ ચાટવા માંડે. કરુણાભંડાર ગૌતમસ્વામી આ દશ્ય વધુ સમય સુધી નીહાળી શક્યા નહિ) ભગવાને મૃગાપુત્રનું જેવું વર્ણન કર્યું હતું, સાંગોપાંગ તે પ્રમાણે સાક્ષાત્ નિહાળીને ગૌતમસ્વામી પાછા આવી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દે છે અને પરમાત્માના આ જ્ઞાન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. ઇત્યાદિ વાત આગમમાં આવે છે. અહીં પણ ભગવાનના જ્ઞાનની યથાર્થતાની સિદ્ધિ થઇ. તેથી અહીં પણ “ગૌતમસ્વામી (ભગવાનના જ્ઞાનરૂપ) ચેત્યને નમે છે એવો પ્રયોગ થવો જોઇતો હતો. પણ તેવો પ્રયોગ જોવા મળતો નથી. વળી સૂત્રમાં પણ ક્યાંય ચેત્યની તમે કહી તેવી પરિભાષા જોવા મળતી નથી. (તથા સ્વમતિથી પરમાત્માના જ્ઞાનના આ પ્રમાણે (૧) ચૈત્યરૂપ અને (૨) અચૈત્યરૂપ એમ બે વિભાગ પાડવા સારા પણ નથી. કેમકે તેમાં તીર્થકરની આશાતના છે.)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy