SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૮) वाक्यस्यापि-वाक्यं साकांक्षपदसमुदायः 'इहं चेइआइं वंदइ'इत्यस्य 'अत्रस्थानि चैत्यानि वन्दते' इति हि वाक्यार्थः। स च चैत्यपदस्य ज्ञानार्थत्वे न घटते, भगवज्ज्ञानस्य नन्दीश्वरादिवृत्तित्वाभावात्। जगद्वृत्तित्वस्यान्यसाधारण्येनाविस्मापकत्वात् । फलेन नन्दीश्वरादिप्रतिपादकताया: प्रामाण्यनिर्णये च प्राग्भगवद्वचनानाश्वासेन मिथ्यादृष्टित्वप्रसङ्गादिति। वचनस्यापि-चैत्यशब्दस्य ज्ञानस्यैकत्वाद् ज्ञानार्थे चैत्यशब्दस्याविष्टबहुवचनस्य कुत्राप्यननुशासनात्, सिद्धान्तेऽपि तथापरिभाषणस्याभावात्, अन्यथा 'केवलनाणं' इत्यस्य स्थले 'चेइआई' इति प्रयोगापत्तेः। यदि वा, पूर्वभगवदुक्तार्थदर्शनस्थले एवेदृक् प्रयोगः स्यादिति कल्प्यते। तदा गर्भगृहस्थયોગાર્થ કરતા રૂઢાર્થ બળવાન છે. દા.ત. પંકજ શબ્દની વ્યુત્પત્તિ છે-“પંક=કાદવમાંથી ઉત્પન્ન થયેલું આ યોગાર્થ થયો. આ યોગાર્થના બળે તો શેવાળ પણ પંકજ બની શકે, કેમકે શેવાળ પણ કાદવમાંથી ઉત્પન્ન થાય છે. છતાં લોકો પંકજ' શબ્દથી માત્ર કમળ’ અર્થનો જ બોધ કરે છે, કેમકે “પંકજ' શબ્દ માત્ર કમળ’ અર્થમાં જ રૂઢ થયો છે. આમ અહીં પંકજ' શબ્દના યોગાર્થ કરતા રૂઢાર્થ બળવાન થયો. (જે શબ્દ સાંભળતા જે અર્થનું વ્યુત્પત્તિ વિચાર્યા વિના સહજ શીઘ સ્મરણ થાય છે, તે અર્થતે શબ્દનો રૂઢાર્થ છે. યોગાર્થકદેખાતાદીપક વગેરે શબ્દોનાતે-તે અર્થવ્યુત્પત્તિની રાહ જોયા વિના જ અત્યંત રૂઢ થઇ જવાના કારણે સહજ શીઘ યાદ આવી જતા હોય, તો તે અર્થ પણ તે શબ્દમાટે રૂઢાર્થ બની જાય, એમ લાગે છે.) બસ તે જ પ્રમાણે “ચૈત્ય' પદમાં પણ તમે કરેલી વિપરીત વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતા જ્ઞાનરૂપ યોગાર્થ કરતાં “જિનાલય'આદિરૂપ રૂઢાર્થ જ બળવાન છે. હવે, વાક્યસંબંધી તમારા અજ્ઞાનને દૂર કરીએ છીએ. વાક્ય=સાકાંક્ષ(=એકબીજાની અપેક્ષા રાખતાં) પદોનો સમુદાય. “અહં ચેઇયાઇ વંદ' એ વાક્યનો “અહીંના ચેત્યોને વંદે છે એવો વાક્યર્થ જ સંગત છે. ચેત્ય=જ્ઞાન અર્થ કરવામાં આ વાક્યર્થ સંગત થાય નહિ, કારણ કે “અહીંના ચેત્ય=જ્ઞાનને વંદે છે” એ વાક્યર્થમાં અહીંના જ્ઞાનને એટલે ક્યાંના જ્ઞાનને? ભગવાનનું જ્ઞાન ભગવાનમાં જ રહ્યું છે, એ કંઇ “અહીં એટલે ભરતક્ષેત્રમાં કે “ત્યાં એટલે નંદીશ્વર આદિમાં રહ્યું નથી. તેથી ચેત્યનો જ્ઞાન અર્થ કરવામાં વાક્યા સંગત થતો નથી. પૂર્વપક્ષ - અલબત્ત, ભગવાનનું જ્ઞાન ગુણરૂપે તો સમવાયસંબંધથી ભગવાનમાં જ રહ્યું છે. પરંતુ આ જ્ઞાન આ ભરતક્ષેત્ર અને તે નંદીશ્વરદ્વીપઆદિ બધા શેયપદાર્થોને વિષય બનાવે છે. અર્થાત્ નંદીશ્વરદ્વીપવગેરે બધા આ જ્ઞાનના વિષય બને છે. તેથી વિષયતાસંબંધથી જ્ઞાન નંદીશ્વર વગેરેમાં રહ્યું છે, તેમ પણ કહી શકાય. ઉત્તરપક્ષ - વિષયતાસંબંધથી ભગવાનનું જ્ઞાન જેમ નંદીશ્વરદ્વીપવગેરેમાં રહ્યું છે, તેમ ત્રણે યજગતમાં, અરે, અલોકમાં પણ રહ્યું છે. અર્થાત્ ભગવાનના જ્ઞાનના વિષય, જેમ ભરતક્ષેત્ર અને નંદીશ્વરવગેરે છે, તેમ આ આખું ય બ્રહ્માંડ અને અલોક પણ છે. તેથી નંદીશ્વરઆદિ વિષયક તેમનું જ્ઞાન કંઇ વિસ્મયકારક નથી. જે જ્ઞાન સર્વ જગતનો પ્રકાશ કરવા સમર્થ હોય, તે જ્ઞાન નંદીશ્વરઆદિનો બોધ કરાવે તેમાં આશ્ચર્યજનક શું છે? કરોડો રૂપિયાની ઉથલપાથલ કરનારા વેપારીની બે-પાંચ હજારની ઉથલપાથલથી વિસ્મય શું થાય? પૂર્વપક્ષ - અલબત્ત, ભગવાનનું જ્ઞાન વૈલોક્યપ્રકાશક છે, છતાં પણ તે જ્ઞાનના અનંત વિષયોના એક અંશરૂપ નંદીશ્વરાદિ દ્વીપો પણ આપણા જેવા છદ્મસ્થોના જ્ઞાનના વિષય બની શક્તા નથી. તેથી શ્રમણો જ્યારે નંદીશ્વર જાય છે, ત્યારે બધું જોયા પછી તેઓને ભગવાનના નંદીશ્વરવિષયક જ્ઞાનની યથાર્થતાની ખાતરી થાય છે. તેથી અહોભાવથી ભગવાનના જ્ઞાનને નમી પડે છે, કારણ કે આ જ્ઞાનની સત્યતાની ખાતરી ‘ભગવાનનું સર્વવસ્તુવિષયક જ્ઞાન યથાર્થ જ છે” એવો નિશ્ચય કરવા પ્રેરે છે. ઉત્તરપક્ષ - આમ નંદીશ્વરઆદિનાદર્શન કરવાથી ચારણશ્રમણોને ભગવાનના જ્ઞાનની સત્યતાની ખાતરી થાય છે. એમ કહેવામાં તો તાત્પર્ય એ આવીને ઊભું રહ્યું કે, જ્યાં સુધી તે શ્રમણોએ નંદીશ્વરના દર્શન કર્યા નહિ, ત્યાં
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy