SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૮) स्याप्युत्पातेन गमनस्यैवालोचनानिमित्तस्य परामर्शात्, यतनाय विहितेन नभोगमनेनापि दोषाभावात्। अत एव च यतनाया ग्रामानुग्रामं विहरता गौतमस्वामिनाऽष्टापदारोहावरोहयोर्जवाचारणलब्धिं प्रयुज्य तच्चैत्यवन्दने निर्दोषता। तद्वन्दनं चोक्तमुत्तराध्ययननिर्युक्तौ → चरमसरीरो साहू आरुहइ णगवरंण अन्नोति । एयं तु उदाहरणं कासीय तहिं जिणवरिंदो ॥१॥ सोऊण तं भगवतो गच्छइ तहिं गोयमो पहितकित्ती। आरूझंतंणगवरं पडिमाओ वंदइ जिणाणं ति॥२॥ [गा.२९०२९१] भगवं च गोअमो जंघाचरणलद्धीए लूतातंतुमिणिस्साए उर्ल उप्पइओ'त्ति चूर्णिः । પ્રતિભાવંદનમાં અનારાધનાની અસિદ્ધિ પૂર્વપક્ષ-અસ્તુ!ત્યારે ભલે ચૈત્યનો અર્થજ્ઞાનને બદલે પ્રતિમાકરો, છતાં પણ પ્રતિમા વંદનીયતો સિદ્ધ થતી જ નથી. કેવી રીતે? જુઓ! સૂત્રમાં ‘તસ્સ ટાણસ્સ' ઇત્યાદિ જે કથન છે, ત્યાં તલ્સમાં રહેલા તત્” (“તે') શબ્દથી તેની નિકટપૂર્વમાં રહેલા પદના અર્થનો બોધ થાય છે. ‘તસ્સ' ઇત્યાદિપદથી સૂચિત આલોચનાયોગ્ય સ્થાનતરીકે નિકટપૂર્વની નંદીશ્વરવગેરેમાં રહેલી પ્રતિમાઓને વંદનની વાત જ આવે છે. અને આ આલોચનાસ્થાન હોવા છતાં આલોચનાન કરવાથી અનારાધના બતાવી છે. તેથી સિદ્ધ થાય છે કે, પ્રતિમાને વંદન અનારાધનારૂપ છે. તેથી પ્રતિમા વંદનીય નથી. ઉત્તરપઃ - “તત્પદથી નિકટપૂર્વમાં રહેલા પદનું જ સ્મરણ થાય એવો નિયમ નથી. પરંતુ જે પદ “ત પદસાથે સંબંધિત થવાની યોગ્યતા ધરાવતું હોય, તે પદ દૂર પડ્યું હોય તો પણ તે પદસાથે જ ‘તત્' પદનો સંબંધ થાય. અહીં તસ્સમાં રહેલા તત્’ પદથી ‘ઉત્પાતથી ગમન'નો જ બોધ થાય છે કેમકે ચૈત્યવંદનનો સંબંધ સંભવી શકતો નથી. આગમમાં ક્યાંય ચૈત્યવંદનઅંગે આલોચનાનું વિધાન કર્યું નથી અને યતનાપૂર્વક કરાયેલા આકાશગમન સ્થળે કોઇ દોષ બતાવ્યો નથી. અહીં ઉત્પાતથી ગમન કરી કરેલા ચૈત્યવંદનાસ્થળે અનારાધના અને આલોચનાની વાત કરી. અન્યત્ર યતનાપૂર્વકના આકાશગમનાદિપૂર્વકના ચૈત્યવંદનવગેરે સ્થળે અનારાધના કે આલોચનાની વાત ન કરી. આ અન્વયેવ્યતિરેકથી સિદ્ધ થાય છે કે, અહીં (નંદીશ્વરાદિમાં ઉત્પાતથી ગમન અને ચૈત્યવંદનાસ્થળે) લબ્ધિથી ઉત્પાતદ્વારા જે ગમન કર્યું, તે જ અનારાધના અને આલોચનાનું સ્થાન છે. શંકા - આગમમાં એવું કોઇ સ્થાન આવે છે ખરું, કે જ્યાં જંઘાચારણઆદિલબ્ધિના ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કર્યું હોય છતાં આલોચનાઆદિની વાત ન આવી હોય? સમાધાનઃ- હા, જુઓ!જયણાપૂર્વક ગામોગામ વિચરતાવિચરતા અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધર પોતાની જંઘાચારણ લબ્ધિથી અષ્ટાપદ પર્વતપર ચઢ્યા અને ભરત ચક્રવર્તીએ ભરાવેલા ચોવીશ તીર્થકર વગેરેનાં મનોરમ્ય પ્રતિમાઓને વંદન કરી નીચે ઉતર્યા. આ અંગેનો ઉત્તરાધ્યયન નિર્યુક્તિમાં આ પ્રમાણે પાઠ છે - ભગવાન મહાવીર સ્વામીએ એકવાર સમવસરણમાં ફરમાવ્યું કે, “ચરમશરીરી(=તે જ ભવમાં મોક્ષે જનાર) જ પર્વતોમાં શ્રેષ્ઠ એવા અષ્ટાપદ પર્વત પર ચડી શકે છે. અચરમ શરીરીઓનહીં.' /૧/પ્રભુની આ પાવન પ્રરૂપણાનું પાન કરી મહાયશસ્વી ગણધર ગૌતમસ્વામી ડોલી ઉઠ્યા. ગૌતમસ્વામીને પોતાના મોક્ષની તીવ્ર ઉત્કંઠા તો હતી જ. તેથી આ સાંભળી તરત જ ગૌતમસ્વામી અષ્ટાપદપર્વતપર ગયા અને જંઘાચારણ લબ્ધિ હોવાથી સૂર્યના કિરણોનું આલંબન લઇ ઉપર ચઢ્યા. તથા ત્યાં રહેલી જિનપ્રતિમાઓને નમ્યા./ર. આગમના આ પાઠમાં જંઘાચારણ લબ્ધિથી ઉર્ધ્વગમન અને ચૈત્યવંદનની વાત આવી. પણ ક્યાંય અનારાધના કે આલોચના-પ્રતિક્રમણની વાત આવી નથી. તેથી સિદ્ધ થાય છે કે ચેત્ય=પ્રતિમા. આ પ્રતિમાનંદન અનારાધનારૂપ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy