SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ 138 પ્રતિમાશતક કાવ્ય-૯૧) असाहू एस खलु तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिए' ति॥ [सूत्रकृताङ्ग २/२/३४] अत्र व्याख्यासाम्प्रतं धर्माधर्मयुक्तं तृतीयस्थानमाश्रित्याह-'अहावरे' इत्यादि, अथापरस्तृतीयस्थानस्य मिश्रकाख्यस्य विभङ्गोविभाग:-स्वरूपमाख्यायते, अत्र चाधर्मपक्षेण युक्तो धर्मपक्षो मिश्र इत्युच्यते। तत्राधर्मस्येह भूयिष्ठत्वादधर्मपक्ष एवायं द्रष्टव्यः । एतदुक्तं भवति-यद्यपि मिथ्यादृष्टयः काञ्चित्तथाप्रकारांप्राणातिपातादिनिवृत्तिं विदधति, तथाप्याशयाशुद्धत्वादभिनवे पित्तोदये सति शर्करामिश्रक्षीरपानवदूषरप्रदेशवृष्टिवद्विवक्षितार्थासाधकत्वान्निरर्थकतामापद्यते, ततो मिथ्यात्वानुभावाद् मिश्रपक्षोऽप्यधर्मपक्ष एवावगन्तव्य इत्येतदेव दर्शयितुमाह- 'जे इमे भवंति' इत्यादि। ये इमेऽनन्तरमुच्यमाना:-अरण्ये चरन्तीत्यारण्यिका:-कन्दमूलफलाशिनस्तापसादयो, ये चावसथिकाः- आवसथ:गृहं, तेन चरन्तीत्यावसथिकाः गृहिणः, ते च कुतश्चित्पापस्थानान्निवृत्ता अपि प्रबलमिथ्यात्वोपहतबुद्धयस्ते यद्यप्युपवासादिना महता कायक्लेशेन देवगतय: केचन भवन्ति, तथापि ते आसुरीयेषु स्थानेषु किल्बिषिकेषुत्पद्यन्ते, इत्यादि सर्वं पूर्वोक्तं भणनीयं यावत्ततश्च्युत्वा मनुष्यभवप्रत्यायाता एलमूकत्वेन तमोऽन्धतया जायन्ते, तदेवमेतत् स्थानमनार्यमकेवलमसम्पूर्णमनैयायिकमित्यादि यावदेकान्तमिथ्याभूतं सर्वथैतदसाध्विति। तृतीयस्थानस्य मिश्रकस्यायं विभङ्गो विभागः स्वरूपमाख्यातमित्युक्तान्यधर्मधर्ममिश्रस्थानानि॥ साम्प्रतं तदाश्रिताः स्थानिनोऽभिधीयन्ते - यदि वा प्राक्तनमेवान्येन प्रकारेण विशेषिततरमुच्यते इति થાવત્ તેઓ ત્યાંથી ચ્યવીને ફરીથી એડમૂક તરીકે અથવા અંધરૂપે મનુષ્યલોકમાં પાછા આવે છે. આ સ્થાન અનાર્ય અકેવળ યાવત્ અસર્વદુઃખ પ્રક્ષીણમાર્ગ છે. એકાંતે મિધ્યારૂપ છે, અસાધુ છે. આ પ્રમાણે ત્રીજા મિશ્ર સ્થાનનો વિભંગ કહ્યો છે. [૨/૨/૩૪] અહીં વ્યાખ્યા આ પ્રમાણે છે-હવે ધમધર્મયુક્ત ત્રીજા સ્થાનને આશ્રયી કહે છે અહાવરે” ઇત્યાદિ, હવે અન્ય ત્રીજા સ્થાનના વિભાગનું સ્વરૂપ કહેવાય છે. અહીં અધર્મપક્ષસહિતના ધર્મપક્ષને મિશ્ર કહ્યો છે. તેમાં પણ અધર્મપક્ષની પ્રચૂરતા હોવાથી વાસ્તવમાં આ અધર્મપક્ષ જ છે. આ તાત્પર્ય છે. જો કે મિથ્યાષ્ટિજીવો કાંઇક તેવા પ્રકારે પ્રાણાતિપાત=જીવહિંસાનથી કરતા. તોપણ મિથ્યાત્વનાકારણે આશય(=મનના પરિણામો) અશુદ્ધ છે. તેથી જેમ નવું પિત્ત ઉછાળા મારતું હોય ત્યારે ખાંડવાળું દૂધ પીવું નિરર્થક છે, અથવા જેમ ઉખર ભૂમિમાં વરસાદનું પડવું અર્થહીન છે. તેમ જીવહિંસાનો એ ત્યાગ પણ વિવક્ષિત ધર્મની પ્રાપ્તિવગેરે પ્રયોજનને સિદ્ધ કરવામાં સફળ બનતો ન હોવાથી નિરર્થક જ છે. તેથી મિથ્યાત્વના પ્રભાવથી મિશ્રપક્ષ પણ અધર્મપક્ષ જ છે, તેમ સમજવું. આ બતાવવા જ કહે છે – “જે ઇમે ભવંતિ' વગેરે આ અરણ્ય=વનમાં રહેતા કંદમૂળ-ફળ વગેરે આરોગનારા તાપસ વગેરે તથા આવસથsઘરમાં રહેતા ગૃહસ્થો વગેરે કોઇક પાપસ્થાનનું સેવન નહીં કરતાં હોય, તો પણ તેઓ પ્રબળ મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિવાળા છે. અને જો કે તેમાંથી કેટલાક ઉપવાસ વગેરે મોટાકાયક્લેશથી દેવગતિ પામે છે. તો પણ તેઓ અસુર સંબંધી સ્થાનોમાં કિલ્બિષિક દેવોમાં ઉત્પન્ન થાય છે. વગેરે પૂર્વોક્ત વિગત સમજવી. યાવત્ ત્યાંથી(કિલ્બિષિક દેવલોકમાંથી) ચ્યવી મનુષ્યભવમાં પાછા આવે છે, ત્યારે તેઓ બકરાતુલ્ય મૂંગા થાય છે અને કર્મના તથા અજ્ઞાનતાના અંધકારમાં અંધ બનીને અટવાય છે. તેથી આ સ્થાન અનાર્ય છે, અકેવળ છે, સંપૂર્ણ નથી. નયાયિકનથી. વગેરે-થાવત્ એકાંતે મિથ્યારૂપ છે. સર્વથા અસુંદર છે. આ પ્રમાણે ત્રીજા મિશ્રસ્થાનના વિભાગનું સ્વરૂપ કહ્યું છે. આ પ્રમાણે અધર્મ-ધર્મ અને મિશ્ર સ્થાનોનું સ્વરૂપ બતાવ્યું. અધાર્મિક મનુષ્યોનું જીવન હવે આ સ્થાનોને આશ્રયીને રહેલા સ્થાની(=જીવો)નું સ્વરૂપ કહેવાય છે. અથવા પૂર્વોક્ત સ્થાનો જ અન્ય
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy