SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધમાં ભાવયોગ પ્રધાનકારણ भवेदपि शुभाशुभत्वलक्षणो मिश्रभावः । न तु मनोवाक्काययोगनिबन्धनाध्यवसायरूपे भावकरणे=भावात्मकयोगे। अयमभिप्रायः-द्रव्ययोगो व्यवहारनयदर्शनेन शुभाशुभरूपोऽपीष्यते, निश्चयनयेन तु सोऽपि शुभोऽशुभो वा केवलः समस्ति, यथोक्तचिन्तादेशनादिप्रवर्त्तकद्रव्ययोगानामपि शुभाशुभरूपमिश्राणां तन्मतेनाभावात् । शुभाशुभ(मनोवाक्कायद्रव्य-इति तत्र टीकायाम्) योगनिबन्धनाध्यवसायरूपे तु भावकरणे=भावयोगे शुभाशुभरूपो मिश्रभावो नास्ति, निश्चयनयदर्शनस्यैवागमेऽत्र विवक्षितत्वात् । न हि शुभान्यशुभानि वाऽध्यवसायस्थानानि मुक्त्वा शुभाशुभाध्यवसायस्थानरूपस्तृतीयो राशिरागमे क्वचिदपीष्यते, येनाध्यवसायरूपेषु भावयोगेषु शुभाशुभत्वं स्यादिति भावः । तस्माद् भावयोग एकस्मिन् समये शुभोऽशुभो वा भवति, न तु मिश्रः, ततः कर्मापि तत्प्रत्ययं पृथक् पुण्यरूपं पापरूपं वा बध्यते न तु मिश्ररूपमिति स्थितम् । एतदेव समर्थयन्नाह - 'झाणं सुभमसुभं वा न उ मीसं जं च झाणविरमे वि। लेसा सुभाऽसुभा वा सुभमसुभं वा तओ कम्मं ॥ [ गा० १९३७] ध्यानं यस्मादागमे एकदा धर्मशुक्लध्यानात्मकं शुभं, आर्त्तरौद्रात्मकमशुभं वा निर्दिष्टं, न तु शुभाशुभात्मकं, यस्माच्च ध्यानोपरमेऽपि लेश्या तैजसीप्रमुखा शुभा कापोतीप्रमुखा वाशुभा एकदा प्रोक्ता, न तु शुभाशुभरूपा, ध्यानलेश्यात्मकाश्च भावयोगास्ततस्तेऽप्येकदा शुभा अशुभा वा भवन्ति, न तु मिश्राः । ततो भावयोगनिमित्तं कर्माप्येकदा पुण्यात्मकं शुभं बध्यते, पापात्मकमशुभं वा बध्यते, न तु मिश्रमपि । अपि च- 'पुव्वगहियं च कम्मं परिणामवसेण मीसयं नेज्जा । इयरेयरभावं वा सम्मामिच्छाइ न उ गहणे' ।। [ गा० १९३८ ] 'वा' इति । अथवैतदद्यापि सम्भाव्यते यत्, पूर्वं गृहीतं=पूर्वं बद्धं मिथ्यात्वलक्षणं कर्म परिणामवशात् पुञ्जत्रयं कुर्वन् मिश्रतां=सम्यग्मिथ्यात्वपुञ्जरूपतां नयेत्=प्रापयेदिति । इतरेतरभावं वा नयेत् सम्यक्त्वं मिथ्यात्वं चेति । इदमुक्तं भवति-पूर्वबद्धान् मिथ्यात्वपुद्गलान् विशुद्धपरिणामः सन् संशोध्य सम्यक्त्वरूपतां नयेत्, अविशुद्धपरिणामस्तु रसमुत्कर्षं नीत्वा सम्यक्त्वपुद्गलान् मिथ्यात्वपुञ्जे सङ्क्रमय्य ભાવકરણમાં મિશ્રપણું નથી. અને અહીં–આગમમાં નિશ્ચયનયમતની જ વિવક્ષા છે. આગમમાં ક્યાંય શુભ કે અશુભ અધ્યવસાયસ્થાનોને છોડી શુભાશુભમિશ્ર અધ્યવસાયસ્થાનરૂપ ત્રીજા વિકલ્પવાળા અધ્યવસાયસ્થાનો બતાવ્યા નથી. તેથી અધ્યવસાયરૂપ ભાવયોગમાં મિશ્રપણું આવી શકતું નથી. તેથી એ અધ્યવસાયને કારણે કર્મ પણ પુણ્ય કે પાપ રૂપ જ બંધાય છે, પણ મિશ્રરૂપ બંધાતું નથી એમ નિર્ણય થાય છે. [ગા. ૧૯૩૬] આ વાતનું જ સમર્થન કરતા કહે છે– ‘ધ્યાન શુભ કે અશુભ છે, પણ મિશ્ર નથી. તથા ધ્યાન પૂર્ણ થયા પછીની લેશ્યા પણ શુભ કે અશુભ જ છે. તેથી કર્મબંધ પણ શુભ કે અશુભ જ છે.' આગમમાં એક કાળે ધર્મ કે શુક્લરૂપ શુભધ્યાન અથવા આર્ત્ત કે રૌદ્રરૂપ અશુભ ધ્યાન જ બતાવ્યું છે. પણ કચાંય શુભાશુભમિશ્ર ધ્યાન બતાવ્યું નથી. અને ધ્યાનના વિરામમાં લેશ્યા પણ તેજોલેશ્યાવગેરે શુભ કે કાપોતવગેરે અશુભ લેશ્યા જ એક કાળે હોય છે. પણ મિશ્રલેશ્યા એક કાળે ન હોય. આમ ધ્યાન કે લેશ્યારૂપ ભાવયોગો એક કાળે શુભ કે અશુભ જ છે, મિશ્રરૂપ નથી. તેથી એક કાળે કર્મ પણ શુભ કે અશુભ જ બંધાય, પણ મિશ્ર બંધાય નહિ. [ગા. ૧૯૩૭] વળી– ‘પૂર્વે ગ્રહણ કરેલા કર્મોને પરિણામના વશથી મિશ્ર બનાવી શકાય, અથવા સમ્યક્ત્વ કે મિથ્યાત્વવગેરે ઇતરેતરભાવ પમાડી શકાય, પણ ગ્રહણમાં નહિ.' વા=અથવા એમ હજી સંભવી શકે કે, પૂર્વમાં બંધાયેલા મિથ્યાત્વકર્મને પરિણામના કારણે ત્રણ પુંજમાં ફેરવતી વખતે સમ્યગ્—મિથ્યાત્વરૂપ મિશ્રરૂપમાં ફેરવે અથવા સમ્યક્ત્વરૂપ કરે અને મિથ્યાત્વરૂપ પણ કરે, અથવા ઇતરેતરભાવ કરે. અર્થાત્ વિશુદ્ધપરિણામવાળો જીવ પૂર્વે બંધાયેલા મિથ્યાત્વના દલિકોને સંશુદ્ધ કરી સમ્યક્ત્વરૂપે કરે, અને અવિશુદ્ધ પરિણામવાળો જીવ રસને વધારવા દ્વારા સમ્યક્ત્વના દલિકોને મિથ્યાત્વના પુંજમાં સંક્રમાવી મિથ્યાત્વરૂપ કરે. આમ અર્ધશુદ્ધ 431
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy