________________
13)
પ્રતિમાશતક કાવ્ય-૯૦
वा स चेगसमयमि। होज्जा ण उ उभयरूवो कम्मं पितओ तयणुरूवं'। [गा. १९३५] 'मिथ्यात्वाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः' तत्त्वार्थ ८/१] इति पर्यन्ते योगाभिधानात् सर्वत्र कर्मबन्धहेतुत्वस्य योगाऽविनाभावाद् योगानामेव बन्धहेतुत्वमिति कर्म योगनिमित्तमित्युच्यते। स च मनोवाक्कायात्मको योग एकस्मिन् समये शुभोऽशुभो वा भवेद्, न तूभयरूपः, अत: कारणानुरूपत्वात् कार्यस्य कर्मापि तदनुरूपं शुभम् पुण्यरूपं अशुभं वा=पापरूपं बध्यते, न तु सङ्कीर्णस्वभावमुभयरूपमेकदैव बध्यत इति । प्रेरकः प्राह- 'नणु मणवइकायजोगा सुभासुभावि समयम्मि दीसंति। दव्वंमि मीसभावो न उ भावकरणमि'॥ [गा. १९३६] ननु मनोवाक्काययोगाः शुभाशुभाश्च मिश्रा इत्यर्थः, एकस्मिन् समये दृश्यन्ते, तत्कथमुच्यते सुहो असुहो वा एगसमयम्मिति' तथाहि - किञ्चिदविधिना दानादिवितरणं चिन्तयत: शुभाशुभो मनोयोगः तथा किमप्यविधिनैव दानादिधर्ममुपदिशत: शुभाशुभो वाग्योग:, तथा किमप्यविधिनैव जिनपूजावन्दनादिकायचेष्टां कुर्वतः शुभाशुभ: काययोग इति। तदेतदयुक्तम् । कुतः ? इत्याह - ‘दव्वमी'त्यादि । इदमुक्तं भवति-इह द्विविधो योगो-द्रव्यतो भावतश्च । तत्र मनोवाक्काययोगप्रवर्तकानि द्रव्याणि, मनोवाक्कायपरिस्पन्दात्मको योगश्च द्रव्ययोगः, यस्तु एतदुभयरूपयोगहेतुरध्यवसाय:, स भावयोगः। तत्रशुभाशुभरूपाणां यथोक्तचिन्तादेशनाकायचेष्टानांप्रवर्तके द्विविधेऽपि द्रव्ययोगे व्यवहारनयदर्शनविवक्षामात्रेण નિમિત્તે છે, અને યોગ એક સમયમાં એક જ છે, પણ ઉભયરૂપ નથી. તેથી કર્મ પણ તેને અનુરૂપ જ છે.”
કર્મબંધમાં ભાવયોગ પ્રધાનકારણ ‘મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ બંધના હેતુઓ છે. અહીંયોગને સૌથી છેલ્લે બતાવ્યો છે, કારણ કે સર્વત્ર કર્મબંધની હેતુતા યોગને અવિનાભાવી છે. (અર્થાત્ કર્મબંધના બીજા હેતુઓની હાજરીમાં પણ યોગ હોય અને બીજા હેતુઓ ન હોય તો પણ યોગના કારણે કર્મબંધ થાય છે. યોગના અભાવમાં જ કર્મબંધનો અભાવ છે.) તેથી મુખ્યતયા યોગો જ કર્મબંધના હેતુ છે. તેથી સૂત્રમાં કર્મને યોગનિમિત્તક કહ્યું છે. મન-વચન-કાયરૂપ યોગ એક સમયે શુભ કે અશુભ એકરૂપ જ હોય, પણ શુભ-અશુભ એમ ઉભયરૂપ સંભવતો નથી. અને કાર્ય હંમેશા કારણને અનુરૂપ હોય છે. તેથી કાર્યભૂત કર્મ પણ એક કાળે તે યોગને અનુસારે પુણ્ય કે પાપરૂપ જ બંધાય છે, પણ સંકીર્ણકમિશ્રરૂપ બંધાતું નથી. [ગા. ૧૯૩૫] પ્રેરક પ્રશ્ન કરે છે- “નનુ, મન-વચન-કાય યોગો એક સમયે શુભાશુભ પણ દેખાય છે. દ્રવ્યમાં મિશ્રભાવ હોય છે. પણ ભાવકરણમાં નહિ.”
શંકાઃ- મનો-વાક-કાય યોગો શુભાશુભમિશ્ર એક સમયે દેખાય છે, તેથી તેનો નિષેધ કેમ કરો છો? જેમકે કંઇક અવિધિથી દાનવગેરે કરવાનું વિચારનારાને શુભાશુભ મનોયોગ છે. તે જ પ્રમાણે અવિધિથી દાનવગેરેનો ઉપદેશ આપનારાને શુભાશુભ વાગ્યોગ છે. તથા કંઇક અવિધિથી જ જિનપૂજાવગેરે ચેષ્ટા કરનારાને શુભાશુભમિશ્ર કાયયોગ છે. સમાધાનઃ- આ વાત બરાબર નથી. યોગ બે પ્રકારે છે... દ્રવ્યથી અને ભાવથી. મનવચનકાયાના યોગોને પ્રવૃત્તિ કરાવતા પુલ દ્રવ્યો અને મનવચનકાયાના પરિસ્પંદરૂપ યોગ દ્રવ્યયોગ છે. અને આ બન્ને પ્રકારના યોગમાં કારણભૂત અધ્યવસાય ભાવયોગ છે. તેમાં તમે કહ્યું તેમ, વિચાર, ઉપદેશ અને ચેષ્ટાનું શુભાશુભમિશ્રપણું બન્ને પ્રકારના દ્રવ્યયોગમાં વ્યવહારનયના મતની વિવક્ષાથી જ છે. તેથી તે રૂપે મિશ્રપણું છે. પરંતુ મનો-વાકકાયયોગમાં કારણભૂત અધ્યવસાયરૂપ ભાવયોગમાં મિશ્રતા નથી. આમ વ્યવહારનયના દર્શનથી દ્રવ્યયોગ મિશ્રરૂપ પણ હોઇ શકે. નિશ્ચયનયથી તો પૂર્વોક્ત વિચાર, ઉપદેશ અને ચેષ્ટામાં પ્રવર્તતાદ્રવ્યયોગ પણ કાં તો શુભ છે, કાં તો અશુભ છે, પણ શુભાશુભમિશ્રરૂપ નથી. કારણ કે તે શુભ કે અશુભ મનવચન વગેરે યોગમાં કારણભૂત અધ્યવસાયરૂપ