SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 11 પ્રતિમાશતક કાવ્ય-૨) स्वाम्युक्तः, न प्रमत्तान्तः, इति श्रेणिकादीनां बहूनां प्रसिद्धं सम्यक्त्वं न स्वीकरणीयं स्याद् देवानांप्रियेण ! उक्तार्थप्रतिपादकं चेदं सूत्रमाचाराङ्गे पञ्चमाध्ययने तृतीयोद्देशके → जंसम्मति पासहा तं मोणंति पासहा, जं मोणंति पासहा तं सम्मति पासहा । ण इमं सक्कं सिढिलेहिं अदिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए धुणे सरीरगं । पंतं लूह च सेवंति वीरा सम्मत्तदंसिणो' [सू. १५५] त्ति । 'जं सम्मंति'-यत् सम्यक्त्वं-कारकसम्यक्त्वं, तद् मौनं-मुनिभावः । यच्च मौनं, तत् सम्यक्त्वम्=कारकसम्यक्त्वम्। इति वाचकाशयः। वृत्तिकारस्त्वाह (अर्थतः) → ‘से वसुमं सव्वसमन्नागयपण्णाणेणं अप्पाणेणं अकरणिजं पावकम्मं । तं णो अण्णेसिं'। [सू.१५५] इति प्राक्तनसूत्रे स वसुमान् अत्रारम्भनिवृत्तिरूपभाववसुसम्पन्नो मुनिः सर्वसमन्वागतप्रज्ञानरूपापन्नेनात्मना यदकर्तव्यं पापं कर्म तन्नो कदाचिदप्यन्वेष्यतीति । अर्थाद् यदेव सम्यक्प्रज्ञानं तदेव पापकर्मवर्जनं, यदेव च पाप-कर्मवर्जनं અનુરૂપ) મૈગમઆદિઅશુદ્ધનયો સ્વીકારવા જોઇએ. તેથી જ શિષ્ટએવું જૈનશાસન સર્વનયોને માન્ય રાખે છે. અને તેથી જ ચોથે ગુણસ્થાનકે રહેલા શ્રેણિક વગેરેમાં પણ સમ્યકત્વનો સ્વીકાર કરે છે. પરમશુદ્ધનિશ્ચયનય તો અપ્રમત્તસંયતમાં જ સમ્યકત્વ સ્વીકારે છે. કેમકે આ નય સમ્યકત્વ અને ચારિત્રને એકાત્મક જુએ છે. તેથી જો તમને પરમશુદ્ધ નિશ્ચયનય જ માન્ય હોય, તો તમે શ્રેણિકવગેરેને અને પ્રમત્તસંયત સુધીનાને સમ્યત્વી માની શકશો નહિ તેથી શાસ્ત્રમાં ઠેર ઠેર પ્રસિદ્ધ અને જૈનજગતમાં જાહેર એવાં શ્રેણિકવગેરેના સમ્યત્વનો અપલાપ કરવાની કુચેષ્ટા તમારે કરવી પડશે. શંકાઃ- પરમશુદ્ધ નય અપ્રમત્તમાં જ સમ્યકત્વનો સ્વીકાર કરે છે, એમ માનવામાં કોઇ પ્રમાણ છે? સમાધાન - અમારું કથન માત્ર ભેજાની પેદાશ છે, તેમ નથી. પરંતુ શાસ્ત્રના આધારે છે. આચારાંગ સૂત્રમાં આ વાત કરી જ છે. જુઓ આ રહ્યો તે પાઠ 5 જેને તું સમ્યક્ત તરીકે જુએ, તેને જ તું મૌન(=મુનિના ભાવ) તરીકે જો. જેને તું મૌન તરીકે જુએ, તેને જ તું સમ્યકત્વ તરીકે જો. આને(સમ્યક્તાદિ અનુષ્ઠાનને) શિથિલો, પુત્રઆદિના સ્નેહથી ભીના થનારાઓ, શબ્દાદિ વિષયોના રસાસ્વાદમાં ડુબેલાઓ, વક્ર સમાચારીવાળા પ્રમત્તો અને ઘસ્ને સેવનારાઓ આચરી શક્તા નથી. મુનિએ મૌનને સ્વીકારી કર્મ અને શરીરનું ધૂનન કરવું. આ વરમુનિઓ-સમ્યગ્દર્શીઓ પ્રાંત અને રુક્ષ આહાર આદિનું જ સેવન કરે છે. આ પ્રમાણે સૂત્રપાઠ છે. અહીંવાચકનો (વાચકવર ઉમાસ્વાતિજી મહારાજનો શ્રાવક મિસૂરમાં દર્શાવેલો) આશય એવો છે કે સમ્યત્વનો અર્થ કારકસમ્યત્વે કરવો. આચારાંગ સૂત્ર પર ટીકા રચનારા શ્રી શીલાંકાચાર્યનો મત આ પ્રમાણે છે ‘આ સૂત્રનો આગળનાં સૂત્ર સાથે સંબંધ છે. આગળનું સૂત્ર આ પ્રમાણે છે – તે વસુમાન સર્વસમન્વાગત પ્રજ્ઞાનથી યુક્ત થાય. અને અકરણીય પાપકર્મનું કદીપણ અન્વેષણ ન કરે.” વસુમાન=આરંભથી નિવૃત્તિરૂપ ભાવધનથી યુક્ત સાધુ. સર્વસમન્વાગતપ્રજ્ઞાન= સમ્યજ્ઞાન. આમ સમ્યપ્રજ્ઞા જ પાપકર્મના વર્જનરૂપ છે અને પાપકર્મનું વર્જન જ સમ્યપ્રજ્ઞારૂપ છે. (અર્થાત્ જે જ્ઞાન પાપકર્મનો ત્યાગ કરાવતું હોય, તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે. અને પાપકર્મનો ત્યાગ સમ્યજ્ઞાન હોય, તો જ થાય.) આ જ વાત ગત એક વિચક્ષાએ સમ્યક્તના ત્રણ ભેદ છે. (૧) રોચક જ જિનવચનમાં માત્ર રુચિ કરાવે-પ્રવૃત્તિ નહિ. અવિરત સમ્યક્વીનું સમ્યત્વ. (૨) દિપક બીજાને સમ્યત્વનો પ્રકાશ કરાવે. જિનશાસનની પ્રાપ્તિ કરાવે પણ દીવાતળે અંધારું એન્યાયથી પોતે સમ્યત્વથી હીન હોય. (જિનધર્મનો ઉપદેશદેતા અભવ્ય આચાર્યવગેરે) તથા (૩) કારક જ જિનવચનમાં રુચિકરાવવાપૂર્વક પ્રવૃત્તિ કરાવે. સંયતનું સમ્યત્વ. — — — — — — ——
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy