SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયનયથી અપ્રમત્તસંયતમાં જ સમ્યત્વ तदेव च सम्यक्प्रज्ञानमिति लब्धम्। तद् गतप्रत्यागतसूत्रेणैव दर्शयितुमाह- 'जं सम्मति पासह' इत्यादि, यत् सम्यगिति सम्यग्ज्ञानं सहचरात् सम्यक्त्वं वा पश्यत तद् मुनेर्भावो मौनं संयमानुष्ठानं पश्यत; यन्मौनं पश्यत तदेव सम्यगिति सम्यग्ज्ञानं नैश्चयिकसम्यक्त्वं वा पश्यत, ज्ञानस्य विरतिफलत्वात्, सम्यक्त्वस्य चाभिव्यक्तिकारणत्वात्। एतच्च न येन केनचिच्छक्यमनुष्ठातुमित्याह-‘ण इम' इत्यादि। नैतत् सम्यक्त्वादित्रयं शक्यमनुष्ठानं शिथिलै:-मन्दवीर्यैराीक्रियमाणैः पुत्रादिस्नेहेन, गुणास्वादैः शब्दाद्यास्वादकैः, वक्रसमाचरैः=मायाविभिः, प्रमत्तैः विषयादिप्रमादस्थैः, गारंति आद्याक्षरलोपाद् अगारं गृहम् आवसद्भिः आसेव्यमानैः। कथं तर्हिशक्यम्? इत्याह-'मुणी' इत्यादि। मुनि:-जगत्त्रयमन्ता मौनम्=अशेषसावधनिवृत्तिरूपं समादाय-गृहीत्वा धुनीयाच्छरीरપ્રત્યાગત સૂત્રથી(જે સૂત્રમાં પૂર્વાદ્ધની જ વાત ઉત્તરાર્ધમાં ઉલટાવીને કહેવાય તે ગપ્રત્યાગતસૂત્ર છે.) દર્શાવવા કહે છે... “જં સમ્મતિ' એ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – જેને સમ્યક્ર=સમ્યજ્ઞાન અને સાહચર્યથી સમ્યગ્દર્શન તરીકે જુઓ. તેને જ મૌન=સંયમ અનુષ્ઠાનરૂપે જુઓ. તથા જેને મૌનતરીકે જુઓ, તેને જ સમ્યક્ર=સમ્યજ્ઞાન અથવા નૈૠયિક સમ્યત્વરૂપે જુઓ. કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે. અને સમ્યગ્દર્શન અભિવ્યક્તિનું કારણ છે. નિશ્ચયનયના મતે પોતાના કાર્યમાં પરિણામ ન પામે તે કારણ નહિ. તેથી વિરતિજનક ન હોય તેવું જ્ઞાન સમ્યજ્ઞાન ન કહેવાય. અને અપ્રમત્તદશામાં જ વાસ્તવિક વિરતિ છે. તેથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ અપ્રમત્તદશામાં જ છે. કારણ કે તે બન્નેનું કાર્ય અપ્રમત્તદશામાં જ છે. નિશ્ચયનયમને કાર્યસ્થળે સાક્ષાત્ હાજર રહેનાર જ કારણ છે. આમ સમ્યમ્ દર્શન-જ્ઞાન-અને ચારિત્રનું સંમીલન માત્ર અપ્રમત્તદશામાં જ છે. આ અપ્રમત્ત સંયતના અનુષ્ઠાનો જે તે વ્યક્તિ આચરી શકે નહિ. જેઓ (૧) મંદવીર્યવાળા છે, (૨) પુત્રવગેરેના સ્નેહથી આર્દ્ર=મૂઢ બન્યા છે. (૩) શબ્દવગેરે વિષયોમાં લુબ્ધ બન્યા છે. (૪) માયાયુક્ત ક્રિયાઓ આચરે છે. (૫) વિષયઆદિ પ્રમાદમાં આકંઠ ડુબેલા છે. અને (૬) ગૃહસ્થ જેવું આચરણ કરે છે, ઘર કે મઠનો આશરો લે છે. તેઓ અપ્રમત્તના અનુષ્ઠાનોને આચરી શકતા નથી. જેઓ અપ્રમત્તના અનુષ્ઠાનો આચરે છે, તેઓ કેવા હોય? જવાબ આપે છે – ત્રણે જગતના સ્વરૂપના જ્ઞાતા મુનિઓ અશેષ સાવદ્યમાંથી નિવૃત્તિરૂપ મૌન=સંયમને સ્વીકારી કર્મ અને દારિક શરીરનું ધૂનન કરે છે. અર્થાત્ કર્મ અને શરીરને ક્ષીણ કરે છે. કર્મના ભેદક હોવાથી વીર બનેલા સમ્યગ્દર્શ જીવો (અપ્રમત્ત મુનિઓ) કર્મ-શરીર ધુનનમાટે પ્રાન્ત=પર્યાષિત વાલ ચણા વગેરે – એ પણ વિગઇ વિનાના હોવાથી રુક્ષ=લુખા વાપરે છે. (તાત્પર્ય - કર્મ અને શરીરને ક્ષીણ કરવા એ જ શ્રેષ્ઠ કાર્ય છે. તે માટે આંતપ્રાંતનું ભોજન આવશ્યક છે. વિગઇનું ભોજન શરીર-વિષય-કષાય અને કર્મને પોષે છે. પરંતુ શરીરનો રાગ અને વિષયોની આસક્તિ તોડવી સહેલી નથી. તેથી) રુક્ષભોજન કરવું એ વીરતારૂપ છે. આ વીરતા સંયમજીવન પામ્યા પછી જ સુલભ છે. આ શ્રેષ્ઠ કાર્ય જ કરણીય છે તેવી શ્રદ્ધા, તેવું જ્ઞાન અને તેને અનુરૂપ પ્રવૃત્તિવાળા હોવાથી જ તે વીરપુરુષો સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રવાળા છે. આ પાઠપરથી સિદ્ધ થાય છે કે નિશ્ચયનયમતે સભ્યત્વ અપ્રમત્ત સાધુઓને જ હોય છે. તેથી જો માત્ર નિશ્ચયવાદી બનશો, તો શ્રેણિકઆદિમાં સમ્યકત્વનો અભાવ માનવો પડશે. જો ક્ષાયિક સમ્યક્ત્વના ધારકતરીકે પ્રસિદ્ધ શ્રેણિકઆદિમાં રહેલું સમ્યકત્વ માન્ય રાખવું હોય, તો વ્યવહાર વગેરે નય પણ સ્વીકારવા જ જોઇએ. ભલે પછી તે નયો અશુદ્ધ હોય. સમ્યકત્વની બાબતમાં સ્વીકારેલા આ વ્યવહારઆદિ નયોને નિક્ષેપાઓઅંગે પણ માન્ય કરવા જ સંગત છે. તેથી તેનયોને સંમત નામઆદિ નિક્ષેપા પણ આદરણીય છે. (એ પણ ધ્યાનમાં રાખવાની બાબત છે કે જ્યારે પ્રમાણથી નિર્ણય કરવાનો હોય, ત્યારે “જે શુદ્ધનય છે, તે જ પરિપૂર્ણ સત્ય છે એવો અર્થનથી નીકળતો, કારણ કે પ્રમાણ તો નૈગમાદિમાં પણ સત્યાંશ જુએ છે.)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy