SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથના પાઠની નિશ્ચયનયરૂપતા – ઉત્તરપક્ષ → अत्र ब्रूमः - परमशुद्धभावग्राहकनिश्चयनयस्यैवायं विषयः, यन्मते एकस्यापि गुणस्य त्यागे मिथ्यादृष्टित्वમિષ્યતે। તવાડું - 'जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ? ' [ उपदेशमाला ५०४ पू.] त्ति । तन्मते निक्षेपान्तरानादरेऽपि नैगमादिनयवृन्देन नामादिनिक्षेपाणां प्रामाण्याभ्युपगमात् क इव व्यामोहो भवतः ? सर्वनयसम्मतस्यैव शास्त्रार्थत्वात् । अन्यथा सम्यक्त्वचारित्रैक्यग्राहिणा निश्चयनयेनाप्रमत्तसंयत एव सम्यक्त्व 13 નથી.) તાત્પર્ય :- જેમ ભાવાચાર્ય જ તીર્થંકર સમાન હોવાથી આચાર્યરૂપ છે, બાકીના નામાદિ આચાર્યની કોઇ મહત્તા નથી. તેમ ભાવનિક્ષેપાના તીર્થંકર જ તીર્થંકર છે. બાકીના નામાદિ તીર્થંકરની કોઇ મહત્તા નથી એમ સિદ્ધ થાય છે. મહાનિશીથના પાઠની નિશ્ચયનરૂપતા – ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ :- મહાનિશીથનો પાઠ બતાવી તમે જે વાત કરી તે વાત પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયની અપેક્ષાએ છે. (આ નય અંશમાત્ર પણ ઉપચારરૂપ અશુદ્ધિને માન્ય કરતો નથી.) કારણ કે આ નયની અપેક્ષાએ એક પણ ગુણનો ત્યાગ કરનારો મિથ્યાત્વી છે. ઉપદેશમાળામાં કહ્યું જ છે કે → જે યથાવાદ(=પોતાની વચનપ્રતિજ્ઞાને) અનુસાર ક્રિયા કરતો નથી. તેનાથી અધિક મિથ્યાત્વી બીજો કોણ છે ?’ તેથી આ નય તો અંશમાત્ર પણ અશુદ્ધને અશુદ્ધ જ કહેશે, શુદ્ધ નહિ કહે. એકવાર પણ શીલનું ખંડન કરનારને બ્રહ્મચારી શી રીતે કહી શકાય ? તેથી નિશ્ચયનય નામઆદિ ત્રણ નિક્ષેપાને સ્વીકારતો નથી. માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે. પરંતુ શાસ્ત્રના વચનો પ્રમાણરૂપ છે. અને પ્રમાણ સર્વનયના સમૂહરૂપ છે, તેથી સર્વનયસંમત જે હોય, તે જ શાસ્ત્રાર્થ છે. તેથી નિશ્ચયનય ભાવનિક્ષેપાને છોડી અન્ય નિક્ષેપાઓનો અનાદર કરે તો પણ નૈગમાદિ નય સમુદાય તો નામઆદિ નિક્ષેપાઓને પ્રમાણભૂત તરીકે સ્વીકારે જ છે. તેથી શાસ્ત્રાર્થના જ્ઞાતાએ તો કદી એક નયની વાત સાંભળી વ્યામોહિત=મુંઝાયેલી બુદ્ધિવાળા થવું જોઇએ નહીં, પણ સર્વનયસંમત ચારે નિક્ષેપાનો આદર કરવો જોઇએ. (વળી ત્યાં ભાવાચાર્યથી ભિન્નને નામાચાર્યવગેરે તુલ્ય ગણી મહત્ત્વ ગણકાર્યું નથી. પણ જે ભાવાચાર્ય છે, એના નામઆદિનું મહત્ત્વ ગૌણ કરવાની વાત નથી કરી.) નિશ્ચયનયથી અપ્રમત્તસંયતમાં જ સમ્યક્ત્વ શંકાભલે નૈગમઆદિ નયો ત્રણ નિક્ષેપાનો સ્વીકાર કરે. પણ આ ત્રણે નયો પરંપરાના પણ ગ્રાહક હોવાથી અશુદ્ધ છે, તથા ઉપચારમાં પણ તત્ત્વની બુદ્ધિ કરે છે. તેથી આ નયો ત્યાજ્ય છે. પરમશુદ્ધ નિશ્ચયનય જ ઉપાદેય છે, કારણ કે આ નય અંશ જેટલા પણ ઉપચારથી અમિશ્રિત તત્ત્વનો જ સ્વીકાર કરે છે. સમાધાન :- અલબત્ત, નૈગમઆદિ ત્રણ નયો પરંપરાગ્રાહી છે ને ઉપચારને સ્વીકારે છે. છતાં પણ તે નયો માન્ય રાખવા જોઇએ. કારણ કે પરંપરા પણ સાક્ષાતને સંબદ્ધ છે ને એ ઉપચાર પણ તત્ત્વાભિમુખ હોય છે. જ્યાં સુધી પરમશુદ્ધનયના તત્ત્વને સમજવાની અને પ્રાપ્ત કરવાની યોગ્યતા ન આવી હોય, ત્યાં સુધી કથંચિત્ ઉપચારથી મિશ્રિત તત્ત્વ પણ સ્વીકારવું જોઇએ. (મરડામાંથી તાજા ઉઠેલાને શક્તિના નામપર સીધું સિંહણનું દુધ ન પીવડાવાય, અલ્પ સત્ત્વ અને ઘણા પાણીવાળી છાશ જ તે તબક્કે હિતકારી બને છે. પછી જેમ જેમ શક્તિ ખીલતી જાય અને પચાવવાની તાકાત વધતી જાય તેમ તેમ સત્ત્વ વધું અને પાણી ઓછું એમ કરતાં કરતાં યાવત્ ભારેમાં ભારે દુધ પચાવવાની શક્તિ પેદા થાય ત્યારે જ સિંહણનું દુધ પીવડાવવું હિતકારી છે. તેથી શિષ્ટ પુરુષ અલ્પસત્ત્વવાળી છાશને પણ માન્ય રાખે છે. ધર્મની શરુઆતવાળા જીવોમાટે પ્રાયઃ તત્ત્વ અલ્પ અને ઉપચાર વધુ હોય તેવો ધર્મ જ હિતકારી બને. સીધો જ પરમશુદ્ધતત્ત્વને પકડવા કુદકો લગાવવા જાય તો બાવાના બેય બગડે.) વળી પરમશુદ્ધનયને પામેલા પણ નૈગમાદિ સ્વીકારે છે તે આગળ જોવા મળશે. માટે પરમશુદ્ધનયના ખપીએ પણ (અવસ્થાને D जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ? । वड्डेइ अ मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ इति पूर्णश्लोकः ॥
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy